________________
ચાવલ્કથિત સામાયિક ચારિત્ર: યાવજીવન માટે જે સામાયિક ચારિત્ર અંગીકાર કરવામાં આવે છે, તે યાવન્કથિત છે. પ્રથમ અને અંતિમ તીર્થકરને છોડીને શેષ બાવીસ તીર્થકરોના તીર્થમાં તથા મહાવિદેહ ક્ષેત્રના તીર્થકરોના સાધુઓને પહેલાં જ માવજીવન માટે સામાયિક ચારિત્ર દઈ દેવામાં આવે છે, એમાં પુનઃ મહાવ્રતોનું આરોપણ નથી કરવામાં આવતું. આ યાવસ્કથિત સામાયિક ચારિત્ર છે.
(૨) છેદોપસ્થાપનીય ચારિત્ર ઃ જે ચારિત્રમાં પૂર્વ પર્યાયના છેદ કરીને મહાવ્રતોના પુનઃ ઉપસ્થાપન-આરોપણ હોય છે, એને છેદોપસ્થાપનીય ચારિત્ર કહે છે. આ ચારિત્ર ભરત અને ઐરાવત ક્ષેત્રના પ્રથમ તથા ચરમ તીર્થંકરના તીર્થમાં જ હોય છે, શેષ તીર્થકરોના તીર્થમાં નથી થતા.
છેદોપસ્થાપનીય ચારિત્ર બે પ્રકારના છે - નિરતિચાર છેદોપસ્થાપન અને સાતિચાર છેદોપસ્થાપન.
નિરતિચાર છેદોપસ્થાપન : ઇવર સામાયિકવાળા સાધુના તથા એક તીર્થથી બીજા તીર્થમાં જનારા સાધુઓને જે પુનઃ વ્રતારોપણ કરવામાં આવે છે, તે નિરતિચાર છેદાપસ્થાપન છે.
સાતિચાર છેદોપસ્થાપન : મૂળગુણોનો ઘાત કરનારા સાધુને જે પુનઃ મહાવ્રતોનું આરોપણ કરી નવી દિશા આપવામાં આવે છે, તે સાતિચાર છેદોપસ્થાપન છે.
(૩) પરિહાર વિશુદ્ધિ ચારિત્ર : જેમાં વિશિષ્ટ પ્રકારના તપઃ પ્રધાન આચારનું પાલન કરવામાં આવે છે તે પરિવાર વિશુદ્ધિ-ચારિત્ર છે. અથવા જે ચારિત્રમાં કર્મોનો અને દોષોનો વિશેષ રૂપથી પરિહાર થાય અને વિશેષ નિર્જરા દ્વારા વિશુદ્ધિ થાય, તે પરિવાર વિશુદ્ધિ ચારિત્ર છે.
સ્વયં તીર્થકર ભગવાન પાસે અથવા તીર્થકર ભગવાન પાસે રહીને પરિહાર વિશુદ્ધિ ચારિત્ર અંગીકાર કરી ચૂક્યા હોય, એની પાસે આ ચારિત્ર અંગીકાર કરવામાં આવે છે. ગચ્છ નિર્ગત નવસાધુઓના એક ગણ સામૂહિક રૂપથી આ ચારિત્રની આરાધના કરે છે. એમાંથી ચાર સાધુ તપ કરે છે, જે પારિવારિક કહેવાય છે. ચાર વૈયાવૃત્ય કરે છે, જે આનુપારિવારિક કહેવાય છે, અને એક કલ્પસ્થિત અર્થાત્ ગુરુના રૂપમાં રહે છે, જેની પાસે પારિહારિક અને આનુપારિહારિક સાધુ, આલોચના, વંદના, પ્રત્યાખ્યાન વગેરે કરે છે. આ કલ્પ સ્થિત સાધુ પ્રવચન પણ આપે છે. પારિવારિક સાધુ ગ્રીષ્મ ઋતુમાં જઘન્ય એક ઉપવાસ, મધ્યમ બેલા તથા ઉત્કૃષ્ટ તેલા તપ કરે છે. શિશિરકાળમાં જઘન્ય બેલા, મધ્યમ તેલા અને ઉત્કૃષ્ટ ચૌલા (ચાર ઉપવાસ) તપ કરે છે. વર્ષાકાળમાં જઘન્ય ત્રણ ઉપવાસ, મધ્યમ ચાર ઉપવાસ અને ઉત્કૃષ્ટ પાંચ ઉપવાસ કરે છે. શેષ ચાર આનુપારિહારિક અને કલ્પસ્થિત સાધુ પ્રાયઃ નિત્ય ભોજન કરે છે. એ હંમેશાં આયંબિલ કરે છે. આ રીતે પારિવારિક સાધુ છ મહિના સુધી તપ કરે છે. એની પછી તે તપ કરનારા વૈયાવૃત્ય કરનારા બની જાય છે અને વૈયાવૃત્ય કરનારા તપ કરનાર થઈ જાય છે. આ ક્રમ પણ છ મહિના સુધી પૂર્વવતુ ચાલે છે. આમ, આઠ સાધુઓને તપ કરી લેવાથી એમાંથી એકને ગુરુ પદ પર સ્થાપિત કરવામાં [ પાંચ ચારિત્ર) નો જ જ પ ૯૪૫)