________________
અને પૌગલિક પદાર્થોની અનિત્યતાનું ચિંતન કરવું અનિત્ય ભાવના છે. ભરત ચક્રવર્તીએ આદર્શ (અરીસા) ભવનમાં આ ભાવનાનું ચિંતન કર્યું છે. ચક્રવર્તી ભરત એક દિવસ અરીસાભવનમાં પોતાનું પ્રતિબિંબ જોઈ રહ્યા હતા. અચાનક એમના હાથની આંગળીમાંથી વિટી નીકળીને પડી ગઈ. એનાથી એમની આંગળીની શોભા નષ્ટ થઈ ગઈ. વીંટી રહિત આંગળીને જોઈને ભરતને વિચાર આવ્યો કે - “અહો ! આ બધી શોભા પોતાની નથી, પર-પુદ્ગલોની શોભા છે.' એમણે એક-એક કરીને બધાં આભૂષણો અને વસ્ત્ર સુધી પણ ઉતારી દીધાં. પછી તે સ્વયંથી કહેવા લાગ્યા - “જો, તારું અસલી સ્વરૂપ તો આ છે. બધી શોભા પર-પુગલોથી હતી ! પરંતુ એ પુદ્ગલો તો તારાં છે જ નહિ. તે તો વિનાશી છે, આત્મા અવિનાશી છે. બંનેનો સ્વભાવ અલગ-અલગ છે. બીજાનાં પુગલોથી કરવામાં આવેલી શોભા ક્યાં સુધી ટકશે ! તેથી આ પગલોથી આસક્તિ હટાવીને પોતાના વાસ્તવિક સ્વરૂપને ઓળખવું જોઈએ.” આમ, ચિંતન કરતા-કરતા ભરતજીને કેવળ જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું. આ અનિત્ય અનુપ્રેક્ષાનું ચિંતન છે. એનાથી શરીર ઘર-બાર વગેરે પૌગલિક પદાર્થો પ્રતિ આસક્તિ ઓછી થાય છે
(૨) અશરણાનુપ્રેક્ષા : સિંહના પંજામાં પડેલા હરણ માટે જેમ કોઈ શરણ નથી, એ જ રીતે આધિ (માનસિક રોગ), વ્યાધિ (શારીરિક રોગ) અને ઉપાધિ (પ્રપંચ)થી ગ્રસ્ત જીવન માટે સંસારમાં કોઈ શરણભૂત નથી. આ, પ્રકારનું ચિંતન કરવું અશરણાનુપ્રેક્ષા છે.
અશરણ ભાવનાની અંતર્ગત એવો વિચાર કરવો જોઈએ કે - “હે જીવ! સંસારમાં તારા માટે કોઈ શરણ નથી. બધા સગા-સંબંધી કે ધન-દોલત તારા કોઈ કામમાં આવનાર નથી. કર્મોનો ઉદય હોવાથી જ્યારે તું દુઃખથી ઘેરાઈ જઈશ તો કોઈ સગા-સંબંધી તારા દુઃખમાં મદદરૂપ થવા માટે તૈયાર નહિ થાય. તારી વેદના તારે જ ભોગવવી પડશે. પરિવારવાળા ટગર-ટગર લાચારી સાથે આંસુ ટપકાવતાં તને જોતાં રહેશે. પરંતુ કોઈ તારી વેદના લેવા કે મટાડવામાં સમર્થ નહિ થઈ શકે. મૃત્યુ આવીને જ્યારે ઘેરશે તો કોઈ રક્ષા કરવામાં સમર્થ નહિ હોય. મૃત્યુની સામે બધા અનાથ છે, અશરણ છે, કોઈનું કંઈ નહિ ચાલે. ઇન્દ્ર અને ચક્રવર્તી પણ મૃત્યુનો પ્રતિકાર નથી કરી શકતા. ધર્મને છોડીને સંસારનો કોઈપણ પદાર્થ, કોઈપણ શક્તિ, આ જીવ માટે શરણભૂત નથી થઈ શકતી. સાંસારિક પદાર્થો અને સાંસારિક સંબંધોને અશરણભૂત માનવું અશરણ અનુપ્રેક્ષા છે. આ ભાવના અનાથી મુનિને ભાવી હતી. સનાથ-અનાથનું રહસ્ય સમજવા માટે આ ભાવનાનું અનુશીલન આવશ્યક છે. અનાથી મુનિની ગૃહસ્થાવસ્થામાં એમના શરીરમાં ગંભીર વેદના ઉત્પન્ન થઈ ગઈ હતી. અનેક ઉપચાર કરવા છતાંય તે કોઈ રીતે શાંત ન થઈ. પરિવારના લોકો, પત્ની વગેરે દિલથી ચાહતા હતા કે તે નીરોગ થઈ જાય, પરંતુ એમાંથી કોઈપણ એ વેદનાને દૂર કરવામાં સમર્થ ન થઈ શક્યા. ત્યારે અનાથી મુનિને પોતાની અશરણતાનો અનુભવ થયો. એમણે ધર્મનું શરણ લીધું અને એના પ્રભાવથી નીરોગ થઈને પ્રવ્રજિત થઈ ગયા. ધર્મ જ એક માત્ર શરણભૂત છે, અન્ય બધા સાંસારિક પદાર્થો અશરણ રૂપ છે. આ ચિંતન સાંસારિક પદાર્થોથી આસક્તિ હટાવવા માટે હિતકારી છે. (૩૦) 0.00 0.00 0.00 OK જિણધો]