________________
આત્મામાં પ્રવૃત્તિ નથી કરી શકતો. જે પરપદાથોંમાં રમણ કરવું છોડીને આત્મામાં-બ્રહ્મમાં જ રમણ કરે છે, તે બ્રહ્મચારી છે. તે પરમ આત્મજ્ઞાનનો અનુભવ કરે છે.
આ દસ પ્રકારના ધર્મ ઉત્તમ કહેવામાં આવ્યા છે. જો કે ક્ષમા, માર્દવ વગેરે દસેય ધર્મ ઉત્તમ જ હોય છે, છતાં એમની સાથે ઉત્તમ વિશેષણ તેથી લગાવ્યું છે કે કોઈ લૌકિક ફળની અપેક્ષાએ પાળવામાં આવેલા ક્ષમા વગેરે ધર્મ ઉત્તમ નથી હોતા. જેમ શત્રુને બળવા ન જાણીને ક્ષમાભાવ ધારણ કરવો ઉત્તમ ક્ષમા નથી. આમ, અન્ય ધર્મોના વિષયમાં પણ જાણવું જોઈએ. જેમાં લાગેલા દોષોને દૂર કરવા માટે પ્રતિક્રમણનું અલગથી કથન છે, એ જ રીતે ગુપ્તિ, સમિતિ અને મહાવ્રતોમાં દોષ ન લાગે તેથી ઉત્તમ, ક્ષમા વગેરેનું પૃથક કથન કર્યું છે, અન્યથા એ દસેય ધર્મ ગુપ્તિ વગેરેમાં જ સમાવિષ્ય થઈ જાય છે.
૫
( દ્વાદશાનુપ્રેક્ષા)
મોક્ષમાર્ગ પર ચાલતો સાધક શિથિલતાનો અનુભવ ન કરે, તે લથડવા ન લાગે, તે શ્રાંતિ અને ક્લાંતિનો અનુભવ ન કરે અને એમાં હંમેશાં સ્કૂર્તિ રહે. આ દૃષ્ટિએ અનુપ્રેક્ષાઓના ચિંતનનું વિધાન કરવામાં આવ્યું છે. અનુપ્રેક્ષાનો અર્થ થાય છે ગહન-ચિંતન. ગહન (ઊંડું) ચિંતન અને તાત્ત્વિક વિચારણથી રાગ-દ્વેષમય વૃત્તિઓ રોકાઈ જાય છે. તેથી એવા ચિંતનને સંવરનો ઉપાય કહેવામાં આવ્યો છે. તત્ત્વજ્ઞાની મનીષી મહાત્માઓએ એવા બાર વિષય પસંદ કર્યા છે, જેના પર ચિંતન કરવાથી મુમુક્ષુ આત્માને શાંતિ મળે છે અને સાંસારિકતાથી આસક્તિ હટે છે. એ બાર વિષયો ઉપર ચિંતન કરવા માટે બાર અનુપ્રેક્ષાઓ કે ભાવનાઓ કહેવામાં આવે છે. તે બાર અનુપ્રેક્ષાઓ આ પ્રકારે છે : બાર અનુપ્રેક્ષાઓઃ
(૧) અનિત્યાનુપ્રેક્ષા, (૨) અશરણાનુપ્રેક્ષા, (૩) સંસારાનુપ્રેક્ષા, (૪) એકવાનુપ્રેક્ષા, (૫) અન્યતાનુપ્રેક્ષા, (૬) અશુચિત્યાનુપ્રેક્ષા, (૭) આસાનુપ્રેક્ષા, (૮) સંવરાનુપ્રેક્ષા, (૯) નિર્જરાનુપ્રેક્ષા, (૧૦) લોકાનુપ્રેક્ષા, (૧૧) બોધિદુર્લભતાનુપ્રેક્ષા, (૧૨) ધર્મ સ્વાખ્યાતવાનુપ્રેક્ષા.
(૧) અનિત્યાનુપ્રેક્ષા : જીવન અને સંસારના પદાર્થોની અનિત્યતા, ક્ષણભંગુરતા અને ચંચળતાનું ચિંતન કરવું અનિત્ય અનુપ્રેક્ષા છે. અંજલિમાં રહેલા જળના સમાન આયુ પ્રતિક્ષણ ક્ષીણ થતી રહે છે. જીવનનો કોઈ ભરોસો નથી, ન જાણે કઈ ક્ષણે પ્રાણવાયુ નીકળી જાય, શરીર નશ્વર અને રોગોનું ઘર છે. યૌવન ગિરિ નદીના વેગના સમાન શીધ્ર ઊતરી જનાર છે. લક્ષ્મી વિધુતના સમાન ચંચળ છે, બંધુજનોનો સંયોગ પક્ષીઓના રેનબસેરા સમાન છે. સંસારની બધી વસ્તુઓ ક્ષણિક છે, દેખતાં-દેખતાં ચાલી જનાર છે; સંસાર એક મેળો છે, જ્યાં જાત-જાતના લોકો મળીને થોડા જ સમય પછી અલગ થઈ જાય છે, અહીં કંઈ પણ સ્થિર અને શાશ્વત નથી. બધા સંયોગ-વિયોગમાં બદલાઈ જાય છે. આમ, જીવન [દ્વાદશાનુપ્રેક્ષા છે.
છે જે ૯૨૯)