________________
(૧૨) ઉપેક્ષા સંયમ મનોજ્ઞ-અમનોજ્ઞ પદાર્થોમાં કે પ્રસંગોમાં રાગ-દ્વેષ ન કરતાં ઉપેક્ષાભાવ (માધ્યસ્થવૃત્તિ) રાખવો.
(૧૩) પ્રમાર્જના સંયમ : અપ્રકાશિત સ્થાનમાં તથા રાતમાં રજોહરણથી ભૂમિનું પ્રમાર્જન કરીને પ્રયોજન થવાથી આવાગમન કરવું. વસ્ત્ર-પાત્ર કે શરીર વગેરે ઉપર જીવની શંકા થવાથી પૂંજનીથી પ્રમાર્જન કરવું.
(૧૪) અપહત્ય સંયમ : ત્યાગવા યોગ્ય પદાર્થોને આ રીતે ત્યાગો, જેનાથી કોઈ જીવને વિરાધના ન થાય. આને પરિઠાવણિયા સંયમ પણ કહે છે.
(૧૫) મનઃ સંયમ : મનની અશુભ પ્રવૃત્તિઓથી વિરતિ. (૧૬) વચન સંયમ : વાણીના અશુભ વ્યવહારથી વિરતિ. (૧૭) કાય સંયમ : શરીરની અશુભ ક્રિયાઓથી વિરતિ.
ઉક્ત સત્તર પ્રકારના સંયમમાં બધા પ્રકારની અવિરતિઓથી નિવૃત્તિનો સમાવેશ થઈ જાય છે. બધા પ્રકારની અવિરતિઓથી દૂર જવું જ સંયમ છે અને એ જ જીવન છે. કહ્યું છે - “સંયમ: 7 નવમ્ !' ૮. તપઃ
કર્મ ગ્રંથિઓને તપાવવા માટે જે આત્મ-દમન રૂપ સાધના કરવામાં આવે છે, તે તપ છે, તપના બે ભેદ કરવામાં આવ્યા છે - બાહ્ય તપ અને આત્યંતર તપ. બાહ્ય તપના ૬ ભેદ છે - અનશન, ઉણોદરી, વૃત્તિપરિસંખ્યાન, રસપરિત્યાગ, કાયક્લેશ અને પ્રતિસંલીનતા. આત્યંતર તપના ૬ ભેદ છે - પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવૃત્ય, સ્વાધ્યાય, ધ્યાન અને વ્યુત્સર્ગ એના સિવાય અન્ય પણ અનેક પ્રકારનાં તપ છે - જેમ કે યવમધ્ય, વજમધ્ય, રત્નાવલી, કનકાવલી વગેરે. એમનું વર્ણન તપના પ્રકરણમાં આવશે. ૯. ત્યાગ :
વિષયોમાં કે પદાર્થોમાં આસક્તિને છોડવી ત્યાગ છે. બાહ્ય વિષયો અને પદાર્થોનો ત્યાગ દ્રવ્ય ત્યાગ છે અને વિષય વાસના સંબંધિત વિકલ્પોનો ત્યાગ ભાવ ત્યાગ છે. ત્યાગ ધર્મના દ્વારા જ આત્મામાં સંવેગ વૈરાગ્યની વૃદ્ધિ થાય છે. ત્યાગ ભાવના જ સંયમનો મૂળ આધાર છે.
ત્યાગનો અર્થ દાન અને વિસર્જન પણ થાય છે. આ અપેક્ષાથી યોગ્ય પાત્રોને જ્ઞાન વગેરેનું દાન પણ ત્યાગ ધર્મની અંતર્ગત આવે છે. જ્ઞાનદાન, અભયદાન વગેરે દાનોનો સમાવેશ આ ત્યાગ ધર્મમાં થાય છે. આ ત્યાગ ધર્મનું બીજું નામ આકિંચન્ય પણ છે. “મારું કંઈ પણ નથી' - આ પ્રકારના ભાવને આકિંચન્ય કહે છે. આ અકિંચન વૃત્તિથી બાહ્ય પદાર્થો અને વિષય વાસનાની આસક્તિથી પરે (દૂર) હટીને જ્ઞાયક સ્વભાવ આત્માનો અનુભવ થાય છે. આશાનો ખાડો અન્ય કોઈપણ પ્રકારથી ભરી નથી શકાતો, તે માત્ર ત્યાગ-વૃત્તિ દ્વારા જ તત્કાળ ભરાઈ જાય છે. ૧૦. બ્રહ્મચર્ય ધર્મ:
મૈથુનથી નિવૃત્ત બ્રહ્મચારી જે બ્રહ્મમાં (આત્મામાં) પ્રવૃત્તિ કરે છે કે ગુરુને અધીન થઈને આત્મામાં પ્રવૃત્તિ કરે છે, એને બ્રહ્મચર્ય કહે છે. ઇન્દ્રિયોના ભોગોમાં આસક્ત વ્યક્તિ
(૯૮)
) )
)
)
- જિણધમ્યો