________________
જેમણે આર્જવ રૂપી નાવ દ્વારા દુસ્તર માયારૂપી નદીને પાર કરી લીધી છે, એમના ઇષ્ટ સ્થાન સુધી પહોંચવામાં કોણ બાધક થઈ શકે છે ?
જે ત્રણ લોકોને પોતાના ઉદરમાં રાખનાર માયાના હૃદયને વિદીર્ણ કરી દે છે, તે સરળ સ્વભાવી લોકોત્તર સાધુ જયશીલ હોય છે, એમનું પદ સૌથી ઉત્કૃષ્ટ હોય છે. ૪. માર્દવ (નિરભિમાનિતા) :
માન-કષાયની નિવૃત્તિ માટે માર્દવ ગુણને અપનાવવો જોઈએ. ચિત્તમાં મૃદુતા અને વ્યવહારમાં પણ નમ્રવૃત્તિનું હોવું માર્દવ ગુણ છે. અભિમાનનો કાંટો માર્દવ ગુણથી જ નીકળે છે. મનુષ્યને જ્યારે પુણ્યના યોગથી શ્રેષ્ઠ જાતિ, કુળ, રૂપ, ઐશ્વર્ય, બુદ્ધિ, તપ, લાભ અને શક્તિની પ્રાપ્તિ થઈ જાય છે, તો તે ગર્વ(અભિમાન)ના માર્યા ફુલાઈ જાય છે, પરંતુ એણે વિચારવું જોઈએ કે એ બધી ચીજો વિનશ્વર છે, અશાશ્વત છે, બદલનારી છે. ઝૂલાની જેમ મનુષ્યની સ્થિતિઓ ઊંચી-નીચી થતી રહે છે, તેથી ન ઉચ્ચ સ્થિતિમાં અભિમાન ન કરવું જોઈએ અને ન નિમ્ન સ્થિતિમાં દીન બનવું જોઈએ. અભિમાનરૂપી પર્વતને માર્દવરૂપી વજથી ભેદી નાખવો જોઈએ. માર્દવ-ધર્મની ભાવનાથી ગર્વ દબાઈ જાય છે. માર્દવ ભાવનાથી યુક્ત શિષ્યો ઉપર ગુરુની કૃપા રહે છે. એનાથી તે સમ્યગુજ્ઞાન વગેરેનું પાત્ર હોય છે. સમ્યગુજ્ઞાનનું પાત્ર હોવાથી સ્વર્ગ અને મોક્ષફળની પ્રાપ્તિ થાય છે. ૫. લઘુતા :
સામાન્ય નદીને પાર કરવા માટે પણ અલ્પથી અલ્પ (ઓછામાં ઓછા) ભારવાળી વસ્તુ જ રાખવામાં આવે છે. ભારે વસ્તુ નહિ. તો સંસારસાગરને પાર કરવા માટે આત્મામાં કેટલું હલકાપણું આવવું જોઈએ. આત્મા જેટલો લઘુભૂત હશે, કર્મભારથી હલકો હશે, એટલી શીઘ્રતાથી સંસારસાગરને પાર કરી શકાશે. આત્મામાં એ હલકાપણું અપરિગ્રહ દ્વારા આવે છે. મમત્વ ભાવ છોડવાથી અપરિગ્રહત્વ આવે છે અને અપરિગ્રહત્વથી આત્મામાં લાઘવ ગુણ પ્રગટ થાય છે.
આત્મા પર પરિગ્રહનો ઘણો મોટો ભાર છે. જેમ તુંબડા ઉપર માટીનો ભાર ચડેલો રહે છે, તો તે અથાહ (ઊંડા) પાણીમાં ડૂખ્યો રહે છે. જેમ-જેમ એ ભાર હટી જાય છે તેમ-તેમ તુંબળું હલકું થતું જાય છે અને સર્વથા ભારમુક્ત હોવાથી પાણીની ઉપર આવીને તરવા લાગે છે. ઠીક એ જ રીતે આત્મા પરિગ્રહના ભારથી મુક્ત થવાથી હલકો થઈ જાય છે અને સંસારસાગરને પાર કરી લે છે.
પરિગ્રહથી થનારા આમ્રવના નિરોધ માટે એ લાઘવ ધર્મ કહેવામાં આવ્યો છે. વાસ્તવમાં સાંસારિક પદાર્થો પ્રત્યે જેટલી ઊંડી આસક્તિ અને મમતા હોય છે, એટલો જ આત્મા ભારે થાય છે. માનવની આ અજ્ઞાનતા જ છે, જે તે આ તન-ધન-જન વગેરેને પોતાનો માને છે. વાસ્તવમાં ન તન પોતાનું છે, ન ધન પોતાનું છે અને ન સ્વજન વગેરે અપનાવે છે. એ બધા બહારના સંયોગ માત્ર છે. જેમ રાતમાં પક્ષી અલગ-અલગ દિશાઓમાં આવીને એક વૃક્ષ ઉપર ભેગા થઈ જાય છે અને સવાર થતાં જ ઊડી જાય છે, એમ જ પરિવારજનોનો સંબંધ પણ ક્ષણિક માત્ર છે અને માત્ર સંયોગજન્ય છે. ધન અને શરીરને પોતાના માનવા સ્વયંને વિશ્વાસઘાત આપે છે. જો પોતાના હોત તો પોતાના કહેવામાં ચાલતા, પોતાને અધીન (૨૬) DOOOOOOOOOOOX જિણધર્મોો]