________________
ક્ષમાની સાધનાનાં પાંચ ઉપાયો છેઃ (૧) પોતાનામાં ક્રોધના નિમિત્ત હોવા કે ન હોવાનું ચિંતન કરવું, (૨) ક્રોધના દોષોનો વિચાર કરવો, (૩) બાલસ્વભાવનું ચિંતન કરવું, (૪) પોતાના પૂર્વકૃત કર્મનો વિચાર કરવો અને (૫) ક્ષમાના ગુણોનું ચિંતન કરવું.
(૧) ક્રોધના નિમિત્તનું ચિંતન : કોઈ ક્રોધ કરે તો એનાં કારણોને પોતાનામાં શોધવાં. ક્રોધ કરનાર જે કંઈ બોલે છે, જે દોષ બતાવે છે, જો તે પોતાનામાં હોય તો એવો વિચાર કરવો કે એની વાત સત્ય છે, ભૂલ મારી છે તો સામેવાળા પર ક્રોધ કરવાની કે ખોટું લગાડવાની શું વાત છે? એ તો જે મારામાં જે, એ જ કહી રહ્યા છે ને ? કદાચ પોતાનામાં તે દોષો ન હોય તો વિચારવું જોઈએ કે તે બિચારો અજ્ઞાનવશ મારી ભૂલ કાઢે છે. આમ, ક્રોધનાં નિમિત્તોને પોતાનામાં શોધવાથી ક્ષમા-ભાવનાની આરાધના હોય છે.
(૨) ક્રોધના દોષોનો વિચાર : ક્રોધ એક અપૂર્વ અગ્નિ છે, જે અંતરંગને સળગાવે (બાળ) છે. સામાન્ય અગ્નિ બીજાઓને બાળે છે, પરંતુ આ ક્રોધાગ્નિ તો પહેલાં સ્વયંને બાળે છે, બીજાઓને બાળે કે ન પણ બાળે. ક્રોધાવિષ્ટ વ્યક્તિ પોતાની બાહ્ય અને આંતરિક બંને દૃષ્ટિઓને ખોઈ બેસે છે. તેથી ક્રોધ ભયંકર અંધકાર છે. ક્રોધ એક અપૂર્વ ભૂત કે ગ્રહ છે, જે જન્મ-જન્માંતરમાં અનિષ્ટ કરનાર છે. આમ, ક્રોધનાં દુષ્પરિણામોનું ચિંતન કરવાથી ક્રોધનો નિગ્રહ કરવામાં સહાયતા પ્રાપ્ત થાય છે.
(૩) બાળ સ્વભાવનું ચિંતન : કોઈ પીઠ પાછળ નિંદા કરે તો એવું ચિંતન કરવું કે આ બાળ અજ્ઞાનીજનોનો સ્વભાવ જ છે. એમાં નારાજ થવાની શું વાત છે? આ ખુશીની વાત છે કે બિચારો પીઠ પાછળ નિંદા કરે છે, સામે તો નથી આવતો. જ્યારે કોઈ સામે આવીને ગાળ દે તો વિચારવું જોઈએ કે આ બાળ પોતાના સ્વભાવનુસાર એવું કરી રહ્યો છે, એનાથી વધુ તો કંઈ નથી કરી રહ્યો. ગાળ જ આપી રહ્યો છે મારતો તો નથી. એ જ રીતે જ્યારે કોઈ પ્રહાર કરે તો ઉપકાર માનવો જોઈએ કે આ પ્રહાર જ કરી રહ્યો છે, પ્રાણમુક્ત તો નથી કરી રહ્યો. જો કોઈ પ્રાણમુક્ત કરે ત્યારે ધર્મભ્રષ્ટ ન કરવાનો લાભ માનીને પ્રસન્ન થવું જોઈએ. આમ, બાળ સ્વભાવના ચિંતનથી ક્રોધ કષાય પર વિજય પ્રાપ્ત થાય છે અને ક્ષમા ગુણ(ધર્મ)ની પુષ્ટિ થાય છે. . (૪) પૂર્વકૃત કર્મનું ચિંતન : જ્યારે કોઈ પોતાના પ્રતિ ક્રોધ કરે તો એ વિચારવું જોઈએ કે એમાં આ બિચારાનો કોઈ દોષ નથી. આ તો પોતાના પૂર્વકૃત કર્મનું પરિણામ છે, બીજું તો માત્ર નિમિત્ત માત્ર હોય છે. જ્યારે કોઈ વ્યક્તિ કોઈ પર પથ્થર ફેંકે તો પથ્થર પર ક્રોધ કરવો નિરર્થક છે, કારણ કે એમાં પથ્થરનો દોષ નથી. એ તો નિમિત્ત માત્ર છે. એ જ રીતે અસલી દુઃખ આપનાર તો મારું પોતાનું પૂર્વકૃત કર્મ છે. સામેવાળી વ્યક્તિ તો નિમિત્ત માત્ર છે. એના પર ક્રોધ કરવો નિષ્ફળ છે. આ રીતનું ચિંતન કરવાથી ક્રોધનું શમન થાય છે.
(૫) ક્ષમાના ગુણોનું ચિંતન કરવું ? ક્રોધના નિમિત્ત ઉપસ્થિત થવાથી, ક્ષમાના ગુણોનું ચિંતન કરવાથી ક્રોધનો નિગ્રહ થઈ જાય છે. કોઈ ક્રોધ કરે ત્યારે એ વિચારવું કે (૨૪) એજી છે આ તો છે જ જિણધો]