________________
पडिलेहणं कुणंतो, मिहो कहं कुणई जणवयकहं वा । देइ व पच्चक्खाणं, वाएइ सयं पडिच्छइ वा ॥ पुढवी आउक्काएते ऊवाऊवणस्सइ ताणं । પંડિતે ળા-પમત્તો, छहंपि विराहओ होइ ॥
- ઉત્તરા., અ-૨૬, ગા-૨૯/૩૦ પ્રતિલેખન કરતા સમયે પરસ્પર વાર્તાલાપ કરવો, દેશ-વિદેશની ચર્ચા કરવી, પ્રત્યાખ્યાન કરવું, વાચન કરવું અને વાચના આપવી નિષિદ્ધ છે, કારણ કે જો પ્રતિલેખનામાં પ્રમાદ કરે છે અથવા અસાવધાન હોય છે, તે ષટકાય જીવોનો વિરાધક માનવામાં આવે છે.
આ સમિતિના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાથી ચાર ભેદ હોય છે : દ્રવ્યથી : વસ્તુઓને યતનાપૂર્વક ગ્રહણ કરે છે અને યતનાપૂર્વક રાખે. ક્ષેત્રથી : પોતાની ઉપધિને ગૃહસ્થને ઘર રાખીને વિહાર ન કરે. કાળથી : પ્રાતઃકાળ અને સાયંકાળ બંને સમય વસ્ત્ર-પાત્રાદિની પ્રતિલેખના કરે. પ્રતિલેખનાના સમયે મન એમાં જ લગાવવું. ભાવથી : ઉપકરણો પર મમત્વ ન રાખતા ઉપયોગપૂર્વક તેને ગ્રહણ કરે અને રાખે. ૪ પરિષ્ઠાનિકા સમિતિ :
ત્યાગવા યોગ્ય મળ, મૂત્ર, કફ, નાકનો મેલ વગેરે વસ્તુઓને અચિત્ત સ્થાન પર અને ઉચિત સ્થાન પર યતત્તાપૂર્વક ત્યાગવું જોઈએ. આને પરિષ્ઠાનિકા સમિતિ અથવા ઉત્સર્ગ સમિતિ કહે છે.
દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાથી આના ૪ ભેદ છે :
(૧) દ્રવ્યથી : ત્યાગવા યોગ્ય વસ્તુઓ એવી ઊંચી જગ્યા પર ન નાંખે જ્યાંથી નીચે પડે અથવા વહે. આવી વસ્તુ નીચી જગ્યાએ પણ ન નાંખે જ્યાં એકત્ર થઈને રહી જાય. એવી અપ્રકાશિત જગ્યાએ પણ ન નાંખે, જ્યાં જીવ-જંતુ દેખાય નહિ. આવી જગ્યાએ પણ ન નાંખે જ્યાં કીડીઓના દર હોય, અનાજના દાણા હોય, અન્ય જીવ-જંતુઓ હોય, પરંતુ જીવ-જંતુઓથી રહિત ભૂમિને સારી રીતે જોઈને યતત્તાપૂર્વક ત્યાગ કરવો.
(૨) ક્ષેત્રથી : જેની તે જગ્યા હોય, તેના સ્વામીની આજ્ઞા લઈને પરઠે, જો સ્વામી ન હોય તો અને કોઈ પ્રકારના ક્લેશની આશંકા ન હોય તો ત્યાં શક્રેન્દ્રની આજ્ઞા લઈને પરઠી દે.
(૩) કાળથી : દિવસમાં સારી રીતે દેખભાળ કરી નિરવદ્ય ભૂમિમાં પરઠે અને રાત્રિના સમયે, પહેલા દિવસમાં જોયેલી ભૂમિ પર પ્રમાર્જન કરી પરઠવું.
(૪) ભાવથી : શુદ્ધ ઉપયોગપૂર્વક યતનાથી પરઠવું. પરઠવા જવાના સમયે ‘આવસહિ’ (આવશ્યક કાર્ય માટે જઉં છું) શબ્દનો ત્રણ વાર ઉચ્ચાર કરો. પરઠતા સમયે ‘અનુનાળä મે મિડદું ' બોલવું. પરઠ્યા પછી ‘વોસિરામિ' (આ વસ્તુથી હવે મારું કોઈ પ્રયોજન નથી). શબ્દને ત્રણ વાર બોલવું. પરઠીને જ્યારે આપણા સ્થાન પર પાછા આવો ત્યારે ‘નિસ્સદ્દી’ (કાર્યથી નિવૃત્ત થયો છું). શબ્દનો ત્રણવાર ઉચ્ચાર કરો. પછી ‘ફરિયાવહિયં’ આદિનો ધ્યાનપૂર્વક પ્રતિક્રમણ કરો.
આ પ્રકારે ત્રણ ગુપ્તિ અને પાંચ સમિતિ રૂપ અષ્ટ પ્રવચન માતાની સમ્યગ્ આરાધના કરવાવાળા મુનિ શુદ્ધ સંયમી હોય છે.
૯૨૨
જિણધમ્મો