________________
‘ક્ષમા ધારણ કરવાથી ચિત્ત સ્વસ્થ રહે છે, તેથી તું ક્ષમા ધારણ કર.' ક્ષમા રૂપી શત્રુ જેના હાથમાં છે, દુર્જન એનું શું બગાડી શકે છે ? ક્ષમાની શીતળ જળધારા અંતઃકરણને શાંતિથી આપ્લાવિત કરે છે. ક્ષમા અંતઃકરણના તાપને શાંત કરે છે. આમ, ક્ષમાના ગુણોનું ચિંતન કરવાથી હૃદય આટ્લાદિત થાય છે અને ક્રોધની ઉત્પત્તિ જ નથી થઈ શકતી.
ઉક્ત પાંચ વિધિઓથી ક્ષમાધર્મની આરાધના થાય છે. ક્રોધ આસ્રવનો નિરોધ થાય છે. તેથી ક્ષમાને ધર્મનું પ્રથમ લક્ષણ માનવામાં આવ્યું છે.
૨. મુક્તિ (નિર્લોભતા) :
ધર્મનું બીજું લક્ષણ મુક્તિ છે. મુક્તિ અર્થાત્ શૌચ કે નિર્લોભતા છે. લોભ કષાયના નિગ્રહ માટે મુક્તિ રૂપ સંવર-ધર્મ આવશ્યક છે. ‘લોભ પાપનો બાપ છે.’ આ લોકોક્તિમાં સત્યાંશ રહેલ છે. લોભ બધા સદ્ગુણોને નષ્ટ કરી દે છે. બધા ગુણોમાં ઔચિત્ય ગુણને મનીષિઓ અને નીતિકારોએ શ્રેષ્ઠ બતાવ્યો છે. ઔચિત્યનો અર્થ છે દાન દ્વારા કે પ્રિય વચનો દ્વારા બીજાને સંતુષ્ટ કરવો. ઔચિત્ય ગુણ વિના ગુણોની રાશિ વિષ- તુલ્ય પ્રતીત થાય છે. નિર્લોભતાથી જ ઔચિત્ય ગુણની પ્રાપ્તિ થાય છે. શૌચની પ્રશંસા કરતાં કહેવામાં આવ્યું છે -
निर्लोभतां भगवती मभिवन्दाम મુહુઃ । यत्प्रसादात् सत्तां विश्वं शश्वद् भातीन्द्रजालवत् ॥
-
અણગાર ધામૃત, ૬-૩૦ જેની કૃપાથી શુદ્ધોપયોગમાં નિષ્ઠ સાધુઓને એ ચરાચર જગત હંમેશાં ઇન્દ્રજાળ તુલ્ય પ્રતીત થાય છે, એ ભગવતી નિર્લોભતાને આપણે વારંવાર નમસ્કાર કરીએ છીએ.
ધર્મનાં સાધનો તથા શરીર સુધીમાં આસક્તિ ન રાખવી, એવી નિર્લોભતા શૌચ ધર્મ છે. ૩. આર્જવ (સરળતા) :
માયા-કષાયની નિવૃત્તિ માટે આર્જવ ધર્મની આરાધના ઉપયોગી છે. મનમાં કંઈક, વચનમાં કંઈ અને વ્યવહારમાં કંઈ - આમ, મન-વચન-કાયાની કુટિલતાનું નામ માયા છે. આ માયા સંસારવ્યાપી છે, વિરલા જ નિર્મળ હૃદય પુરુષ એના ફંદાથી બચેલા છે. સ્વાર્થી દુનિયા પોતાની સ્વાર્થ-સિદ્ધિ-હેતુ, માયાચારનો ખુલ્લી રીતે પ્રયોગ કરે છે. દુનિયાને ઠગવા માટે દુર્જન પણ સજ્જનનો વેશ ધારણ કરે છે, ચોર-ડાકૂ-સાધુના વેશમાં ફરે છે, બનાવટી ક્રોધ કરીને પણ લોકો પોતાનું કામ કાઢી લે છે. જેનાથી કામ નથી નીકળતું એ ગુણી વ્યક્તિને દોષ અને જેનાથી પોતાનો મતલબ હલ (ઉકેલ) થાય છે એ દોષી વ્યક્તિને પણ ગુણી બતાવે છે. આ બધો માયાચાર છે. આ પ્રકારના માયાચારનો જે સરળતાથી મન-વચન-કાયાની એકરૂપતાથી જીતે છે - તે જ મુક્તિના માર્ગમાં આગળ વધે છે. કહ્યું છે -
दुस्तरार्जवनावा यैस्तीर्णा मायातरगिंणी । इष्टस्थानगतौ तेषां कः शिखण्डी भविष्यति ॥
દસ પ્રકારના ધર્મ
-
અણગાર ધર્મામૃત, ૬-૨૨
૯૨૫