________________
K
( દસ પ્રકારના ધર્મ)
સંવર તત્ત્વની અંતર્ગત ક્રોધ વગેરે આસ્ત્રવોના નિરોધ-હેતુ ક્ષમા વગેરે દસ પ્રકારના ઉત્તમ ધર્મ અથવા યતિધર્મનું નિરૂપણ કરવામાં આવ્યું છે. તે એ છે -
खंती मुत्ती य अज्जव-मद्दव लाघव सच्चं ।
संजम-तव चियाए, बंभचेरगुत्तीओ ॥ અર્થાત્ ૧. ક્ષમા, ૨. નિલભતા, ૩. સરળતા, ૪. નિરભિમાનિતા, ૫. લઘુતા, ૬. સત્ય, ૭. સંયમ, ૪. તપ, ૯. ત્યાગ અને ૧૦. બ્રહ્મચર્ય - એ દસ શ્રમણ ધર્મ કે યતિધર્મ કહેવાય છે -
धतिक्षमादमोऽस्तेय - शौचमिन्द्रियनिग्रहः । धैर्यविद्यासत्यमक्रोधो दशकं धर्मलक्षणम् ॥
- મનુસ્મૃતિ ૬-૨૩ મનુજીએ ધર્મનાં દસ લક્ષણો બતાવ્યા છે - ધૃતિ, ક્ષમા, દમ, અસ્તેય, શૌચ, ઇન્દ્રિયનિગ્રહ, ધૈર્ય, વિદ્યા, સત્ય અને અક્રોધ. “તત્ત્વાર્થ સૂત્રમાં કહ્યું છે - 'उत्तमः क्षमामार्दवार्जवशौचसत्यसंयमतपस्त्यागाकिंचन्यब्रह्मचर्याणि धर्मः'
- તત્ત્વાર્થ સૂત્ર, અ-૯, સૂત્ર-૬ ક્ષમા વગેરે દસ પ્રકારના ધર્મ જ્યારે અહિંસા વગેરે મૂળ ગુણો અને આહાર શુદ્ધિ વગેરે ઉત્તર ગુણોના પ્રકર્ષથી યુક્ત થાય છે ત્યારે તે યતિધર્મ બને છે. એનો અભિપ્રાય એ છે કે ક્ષમા વગેરે ધર્મ જ્યારે મૂળોત્તર ગુણયુક્ત હોય છે ત્યારે યતિધર્મ થાય છે, અન્યથા તે સામાન્ય ધર્મની શ્રેણીમાં થાય છે. વ્રતોની સાથે ક્ષમા વગેરે ધર્મની આરાધના થાય છે, ત્યારે તે ઉત્તમ ધર્મની શ્રેણીમાં આવે છે. ૧. ક્ષમા :
કષાય આત્મા માટે સર્વાધિક ઘાતક છે, અને કર્માસ્ત્રવનું મુખ્ય કારણ છે. એમની દ્વારા થનારા કર્માસ્ત્રવોને રોકવા માટે ક્ષમા વગેરે સંવર ધર્મને અપનાવવો આવશ્યક છે. ક્રોધને રોકવા માટે ક્ષમાનું આલંબન લેવું જરૂરી છે. ક્રોધની આગ ક્ષમાથી બુઝાય છે. ક્ષમાનો અર્થ છે – સહનશીલ હોવું અર્થાત્ ક્રોધ પેદા ન થવા દેવો અને ઉત્પન્ન ક્રોધને વિવેક અને નમ્રતાથી નિષ્ફળ કરી નાખવો. અપકાર કરનારના અપકારનો બદલો લેવાની શક્તિ હોવા છતાંય જે ક્ષમા કરે છે, એ જ ક્ષમાશીલ છે. પોતાની કમજોરી(દુર્ગુણ)ના કારણે પ્રતિકાર ન કરવો ક્ષમા નથી, કાયરતા છે. એવા કાયર પુરુષના મનમાં બદલાની ભાવના હોય છે અને ઉપરથી ક્ષમાનું કૃત્રિમ આવરણ હોય છે. જિન શાસનમાં આને ક્ષમા નથી કહ્યો. અપકારક પ્રત્યે જરા પણ દુર્ભાવ ન રાખતા જે સહનશીલતા રાખવામાં આવે છે, એ જ સાચી ક્ષમા છે. [દસ પ્રકારના ધર્મો છે
અને ૯૨૩)