________________
પ્રાચીન કાળમાં જ્ઞાન કંઠસ્થ હતું અને તેથી ગ્રંથાદિ ઉપધિમાં ગણાતું ન હતું. પરંતુ પછી લેખનસામગ્રીનો ઉપયોગ થવાના કારણે સાધુઓની કૃતિ-સ્મૃતિમાં કાળના પ્રભાવથી કમી આવવા લાગી. તેથી પૂર્વાચાર્યોએ આગમોની સુરક્ષા-હેતુ લેખનને અપનાવ્યું અને શાસ્ત્ર લખાવા લાગ્યા. સાધુજન એ ગ્રંથોની પણ ઉપધિના રૂપમાં પોતાની પાસે રાખવા લાગ્યા. તેથી ગ્રંથાદિ પણ મુનિની ઉપધિમાં સંમિલિત માનવામાં આવે છે.
મુનિ આવશ્યકતા પડવાથી ગૃહસ્થીઓ પાસેથી એવી સામગ્રી પણ લે છે જે કામ થતાં જ ગૃહસ્થોને પાછી આપવામાં આવે છે. આવી વસ્તુઓને ‘પાણ્ડિારિય’ કહે છે. કેંચી, સોય, ચાકુ, પેન, મકાન, પાટ, બાજોઠ વગેરે સામગ્રી જે મુનિ પ્રયોજનવશ પાછી આપવા માટે લે છે તે પાડિહારિય ઉપધિ છે.
ઉક્ત રીતિથી મુનિ સંયમી જીવન માટે ઉપયોગી વસ્તુઓનું ગ્રહણ કરે છે, તેને ગ્રહણ કરવામાં અને ઉપયોગ કરવામાં કોઈ પ્રકારની હિંસા અથવા વિરાધના ન થાય, તે માટે એષણાના નિયમ બનાવ્યા છે. એષણા સમિતિનું સારી રીતે ધ્યાન રાખનાર મુનિ નિર્દોષ ચારિત્રનો પાલક છે.
૪ આદાન નિક્ષેપ સમિતિ :
વસ્તુઓને રાખવા અને ઉઠાવવામાં એવી સાવધાની રાખવી જોઈએ જેનાથી કોઈ સૂક્ષ્મ અથવા સ્થૂળ જીવની વિરાધના ન થાય. આદાન-નિક્ષેપ સમિતિ છે શ્રમણ પોતાની ઉપધિને, વસ્ત્ર-પાત્રાદિને આંખ દ્વારા જોઈને અને રજોહરણ અથવા પ્રમાર્જની દ્વારા પ્રમાર્જન કરી રાખે અથવા ઉઠાવે. આવું કરવાથી આ આદાન નિક્ષેપ સમિતિનું પાલન થાય છે. સાધુની પાસે બે પ્રકારના ઉપકરણ હોય છે - (૧) ઔધિક : જે સદા ઉપયોગમાં આવે છે. યથા મુખવસ્ત્રિકા, રજોહરણાદિ. (૨) ઔપગ્રહિક ઃ જે ક્યારેક ઉપયોગમાં આવે છે. જેમ કે - પાટલા વગેરે. આ બંને પ્રકારનાં ઉપકરણોને યતત્તાપૂર્વક પ્રતિલેખન-પ્રમાર્જન કરી રાખવું અને ઉઠાવવા જોઈએ. અહિંસાના આરાધકે આ વાતની વાત-વાત પર સાવધાની વર્તવી જોઈએ કે એમના દ્વારા ક્યાંક કોઈ જીવની વિરાધના ન થઈ જાય. તેથી ખૂબ જ યતના અને સાવધાનીથી વસ્તુને ઉઠાવે છે અને રાખે છે. ઉઠાવવા અને રાખવામાં જો કોઈ અસાવધાની અને અવિવેક વર્તાઈ જાય તો જીવ વિરાધના થયા વગર રહેતી નથી.
પ્રતિલેખનાના ૨૫ પ્રકાર બતાવવામાં આવ્યા છે : વસ્ત્ર વગેરેના ત્રણ ભાગ કલ્પિત કરીને પ્રત્યેક વિભાગ ઉપર, મધ્ય અને નીચે આ પ્રકારે ત્રણે જગ્યાએ જોવા. આ ૩X૩=૯ ખોડા થયા. આ રીતે વસ્ત્ર વગેરેને પલટાવીને બીજી તરફ જોવાની અપેક્ષાએ ૧૮ ભેદ થયા. આવા જીવાદિની શંકા હોય તો ત્રણ આગળના અને ત્રણ પાછળના આ છ વિભાગોને પ્રમાર્જન કરે. આ છ પુરિમા છે. આ બધા મળીને ૨૪ ભેદ થયા. પ્રતિલેખનમાં શુદ્ધ ઉપયોગ રાખવો પચીસમો ભેદ છે.
પ્રતિલેખનામાં શુદ્ધ ઉપયોગ રાખવો આવશ્યક છે, નહિતર તે સમ્યક્ પ્રતિલેખના થઈ શકતી નથી. કહેવાયું છે -
એષણા સમિતિ
૯૨૧