________________
કેમ થશે ? વગેરે. આ વિષયમાં શાસ્ત્રીય દૃષ્ટિએ ઉત્તરાધ્યયન સૂત્ર'ના ૧૬મા અધ્યયનની ગાથાનું પ્રમાણ ઉપર અર્થ સહિત આપવામાં આવ્યું છે. જો કોઈ આ નિષિદ્ધ પ્રવૃત્તિનું ઉલ્લંઘન કરે છે, તો “નિશીથ સૂત્રમાં ઉલ્લંઘનનું ચૌમાસી પ્રાયશ્ચિત્ત બતાવ્યું છે. ઉત્તરાધ્યય'ના અધ્યાય ૩રની ગાથા ૧૩માં કહ્યું છે કે –
जहा बिरालावसहस्स मूले, न मूसगाणं वसही पसत्था ।। एमेव इत्थी निलयस्स मज्झे, न बंभयारिस्स खमो निवासो ॥
- ઉત્તરા., અ-૩૨, ગા-૧૩ મૂળાર્થ : જેમ બિલાડીઓના રહેવાના સ્થાનમાં ઉંદરોનું રહેવું પ્રશસ્ત યોગ્ય નથી. આ પ્રકારે સ્ત્રીઓની સમીપ બ્રહ્મચારીએ નિવાસ કરવું ઉચિત નથી.
ટીકા : બિલાડીની સમીપ ઉંદરોના રહેવાથી તેમને હાનિ પહોંચવાની સંભાવના રહે છે, તે રીતે સ્ત્રીઓની વસ્તી (નિવાસસ્થાન)માં રહેવાથી બ્રહ્મચારીને હાનિ પહોંચવાની સંભાવના રહે છે. તેથી તેમને ત્યાં રહેવું ઉચિત નથી. સ્ત્રીઓની સાથે પરસ્પર સંભાષણ અને મિલાપથી તેમના બ્રહ્મચર્યમાં દોષ લાગવાની દરેક સમય શંકા રહે છે, તથા અલ્પસત્વવાળા જીવની પતિત હોવાની અધિક સંભાવના રહે છે. તેથી બ્રહ્મચર્યની રક્ષામાં સાવધાન રહેનાર સાધુ એમના સંસર્ગમાં આવવાનું ક્યારે પણ સાહસ ન કરે. અહીં આવસહ’ શબ્દ આલય અને વસ્તીનું વાચક છે.
જે રીતે બિલાડીની નજીક ઉંદરોનું રહેવું હિતકર નથી, તે પ્રકારે સ્ત્રી વગેરેની સમીપ રહેવું બ્રહ્મચારી માટે અનેક પ્રકારના દોષોને ઉત્પન્ન કરનાર છે. આ ભાવ ઉપર્યુક્ત ગાથામાં આવેલ પ્રશસ્ત શબ્દથી વ્યક્ત થાય છે.
વિવિક્ત સ્થાનમાં રહેતા સાધુની દૃષ્ટિ જો સ્ત્રી પર પડી જાય તો તે સમયે પણ તેને જોવાની મનમાં ઇચ્છા ન કરવી જોઈએ.
हत्थपायपलिच्छिन्नं, कण्णनासविगप्पियं । अविवाससयं नारिं, बंभयारी विवज्जए ॥
- દશવૈકા, અ-૮, ગા-૧૬ પદાન્વય સ્થપાયે છિન્ન, - જે સ્ત્રીના હાથ-પગ કપાઈ ગયા હોય અને કણ નાવિજિપ્રિયં - કાન-નાક કપાયેલા હોય અથવા વિકૃત થઈ ગયા હોય, વિવસાયંજે સો વર્ષની પૂર્ણ વૃદ્ધા અને જર્જરિત શરીરવાળી થઈ ગઈ હોય, નારિ - સ્ત્રીઓના સંસર્ગને પણ વંમવાર - બ્રહ્મચારી સાધુ, વિવજ્ઞ- ત્યાગ દે અર્થાત્ સ્ત્રીઓનો સંસર્ગ કદાપિ ન કરે. - જ્યારે આવી વૃદ્ધ અને કુરૂપા નારીનો સંપર્ક પણ શાસ્ત્રકારોએ નિષિદ્ધ કર્યો છે, તો પછી અન્ય નારીઓના વિકાસ અને રાત્રિનો સમય તો નિતાંત નિષેધ છે જ.
તેથી પ્રત્યેક સાધકે પોતાના રોકાણ યોગ્ય સ્થાનનું સમ્યગુ નિરીક્ષણ કરવું જોઈએ. [ એષણા સમિતિ
ના ૯૧૯)