________________
કથનની શ્રેણીમાં માનવામાં આવ્યું છે. છઠ્ઠા પ્રશ્નનો ઉત્તર આપવો, દોષ સેવન કરવો છે. અર્થાત્ ભંગાદિ રૂપ દૂષણનું સેવન કરવાનું માનવામાં આવ્યું છે યથા -
44
" एक-द्वि-त्रि- चतुः - पंचप्रश्नोत्तररूपमतिक्रम्यषष्ठादिप्रश्नोत्तररूपां कथां कथयति 'कहाओ' कथात एतादृश कथा करणतः दोषं आज्ञा-भंगादि रूपं दूषणं आपद्येत् પ્રાળુયાત્ ।''
જ્યારે છઠ્ઠા પ્રશ્નનો ઉત્તર આપવો આજ્ઞા પણ ઉલ્લંઘન વગેરે દોષનું સેવન માનવામાં આવ્યું છે, તો પ્રહર રાત્રિ વ્યતીત થવાથી વ્યાખ્યાન વગેરે કથાઓ કરવી નિતાંત અપરિમિત અને દોષપૂર્ણ છે. તેથી વર્જનીય છે.
અપરિમિત કથા કરવાથી એ સ્ત્રીઓનાં માતા-પિતા, પુત્રાદિ, સ્વજન સંબંધીઓના મનમાં શંકા ઉત્પન્ન થઈ શકે છે અને તેઓ સમજે છે કે આ સાધુ નિર્લજ્જ છે. અકાળમાં તથા રાત્રિમાં સ્ત્રીઓમાં વાર્તાલાપ કરે છે, તેથી લંપટ પણ દેખાય છે. જો એવું ન હોય તો રાત્રિના સમયે સ્ત્રીઓ સાથે વગર વિચારે ચિરકાળ સુધી વાત કેવી રીતે કરી છે ? આ કારણ તે સાધુના પ્રતિ અવિશ્વાસી પણ બની શકે છે અને કુપિત થઈને સાધુને તાડન પણ કરી શકે છે. યથા - આવેશમાં આવીને રાજપુરુષો દ્વારા સાધુઓને પકડવાની ચેષ્ટા પણ કરી શકે છે. અને આ પ્રસંગે સંયમ વિરાધના, આત્મ વિરાધના અને ધર્મની અવહેલનાનું કારણ પણ બની શકે છે. યથા
" तेन संयमविराधना आत्मविराधना । धर्मस्य अवहेलना च भवितुमर्हति ॥ "
આ રીતે ઘણા દોષોના પ્રસંગથી બચવા માટે સાધુએ રાત્રિ અને વિકાલમાં સ્વયં અપરિમિત કથા કરવી ન જોઈએ. જો કોઈ સાધુ આવું કરે છે તો તેણે એનું અનુમોદન પણ ન કરવું જોઈએ. આ ભાષ્યની ગાથાનું તાત્પર્ય છે. આવા દોષોનું સેવન કરનાર સાધુને પ્રાયશ્ચિત્ત સ્થાન સેવન કરનાર માનવામાં આવ્યું છે. અને તેની શુદ્ધિ માટે ‘ઘાડમ્ભાસિયં પરિહારટ્ઠાળ' ચાતુર્માસિક પ્રાયશ્ચિત્ત બતાવ્યું છે.
જો કોઈ વ્યક્તિ ઉપર્યુક્ત શાસ્ત્રના આશયને ન માનીને કુતર્ક કરે છે કે - ‘સ્ત્રીઓ જેમ દિવસમાં આવે છે તેમ રાત્રિમાં પણ આવે તો શું વાંધો છે ?'
આનો ખૂબ જ સહજ પરંતુ તર્કસંગત ઉત્તર છે કે - જે રીતે સાધુના સ્થાન પર સૂર્યાસ્ત પછી અને સૂર્યોદય પહેલાં સ્ત્રીઓનું ધર્મ-શ્રવણ વગેરેના લાભ લેવા આવવું ઉપયુક્ત અને શાસ્ત્રસંમત માનવામાં આવે તો ઠીક, એ રીતે તર્ક ઉઠાવનારાઓની દૃષ્ટિથી સાધ્વીઓ માટે પણ સૂર્યોદય પહેલાં અને સૂર્યાસ્ત પછી ધર્મ-શ્રવણ વગેરે લાભાર્થ આવવું સ્વીકાર કરવું જોઈએ. ધર્મ-લાભ તો સ્ત્રીઓની જેમ સાધ્વીઓ માટે પણ આવશ્યક અને લાભકારી છે અને જ્યારે સંસાર અવસ્થાની સ્ત્રી જાતિ જેના બ્રહ્મચર્યની અધિકતર મર્યાદા નથી, તેના અકાળ અને રાત્રિમાં આવવાથી કોઈ ખતરો પેદા થતો નથી. તો સાધ્વીઓ તો પૂર્ણ બ્રહ્મચારિણી અને પંચ મહાવ્રતધારિણી છે. તેમના અકાળ અને રાત્રિ આવાગમનથી ખતરાની સંભાવના
૯૧૮
જિણધમ્મો