________________
સાધુના નિવાસ યોગ્ય સ્થાન ઃ
‘ઉત્તરાધ્યયન સૂત્ર’ના ૧૬મા અધ્યયનની પ્રથમ ગાથામાં સ્પષ્ટ ઉલ્લેખ છે जं विवित्त मणाइण्णं, रहियं इत्थिजणेण य । बम्भचेरस्स रक्खट्ठा, आलयं तु निसेवए ॥
ઉત્તરા., અ-૧૬૫ ગા-૧
મૂળાર્થ : જે સ્થાન મનુષ્ય-સ્ત્રી, પશુ-સ્ત્રી તથા નપુંસકના અભાવવાળું હોય અને એમના આવાગમનથી રહિત હોય અને સ્ત્રીજનથી રહિત હોય, એ સ્થાનને સાધુ બ્રહ્મચર્યની રક્ષા માટે સેવન કરે.
ટીકા ઃ આ ગાથામાં સાધુએ આવા વિવિક્ત-એકાંત સ્થાનમાં નિવાસ કરવાનો આદેશ છે, જ્યાં પુરુષ-સ્ત્રી, પશુ-સ્ત્રી અને નપુંસકનો નિવાસ ન હો તથા આકીર્ણતાથી રહિત અર્થાત્ જ્યાં સ્ત્રી વગેરેનો પુનઃ પુનઃ અને અકાલ તથા રાત્રિમાં આવાગમન ન હોય, આવા સંકેત ઉપાશ્રય વગેરેમાં બ્રહ્મચર્યની રક્ષા માટે સાધુ નિવાસ કરે. અહીં ‘આલય’ શબ્દ સામાન્ય વસતિનો બોધક છે. તેથી કોઈપણ સ્થાન હોય પરંતુ ઉક્ત દોષોથી અર્થાત્ મનુષ્યસ્ત્રી, પશુ-સ્ત્રી અથવા નપુંસકથી રહિત એકાંત હોવું જોઈએ, ત્યારે જ સાધુ સમાહિત ચિત્તથી ત્યાં રહી શકે છે. અન્યથા સૂત્રમાં વર્ણિત શંકા અને સંશય ભેદ વગેરે દોષોનું હોવુ સંભાવિત છે. આ ટીકાનું તાત્પર્ય છે
આ ગાથામાં ‘આલય' શબ્દ સ્થાન અને વસતિના વાચક છે. ‘નિસેવએ' રહે. સ્થાન કેવું હોવું જોઈએ તેના માટે શાસ્ત્રકારોએ નિવાસસ્થાનના ત્રણ વિશેષણ દીધાં છે, તે આ પ્રકાર છે :
પહેલું વિશેષણ છે - ‘વિવિ ં’ અર્થાત્ જે સ્થાનમાં મનુષ્ય જાતિ અને પશુ જાતિની સ્ત્રી અને નપુંસક રહેતાં હોય એવા નિવાસસ્થાનમાં સાધુ ન રહે અથવા જ્યાં સાધુનો નિવાસ હોય, ત્યાં આવા વ્યક્તિ ન રહે.
શિષ્ય પ્રશ્ન કરે છે કે - ‘આવી વ્યક્તિ સાધુના નિવાસસ્થાનમાં નિવાસ તો ન કરે, પરંતુ મનુષ્ય-સ્ત્રી કોઈ વસ્તુને મકાનમાં રાખવા માટે અથવા મકાનમાંથી કાઢવા માટે અકાળ(દિવસના અવસાન અથવા રાત્રિના અવસાન કાળ)માં આવાગમન કરે તો શી આપત્તિ છે ?’
આના ઉત્તરમાં બીજું વિશેષણ આપ્યું છે - ‘અનાકીર્ણમ્.' તેનો ટીકાકારે અર્થ કરતાં લખ્યું છે કે - ‘આકીર્ણતાથી રહિત અર્થાત્ જેમાં સ્ત્રી વગેરેનો પુનઃ પુનઃ અકાળમાં આવાગમન ન હોય. આ પ્રકારના એકાંત ઉપાશ્રય વગેરેમાં જ બ્રહ્મચર્યની રક્ષા માટે સાધુ નિવાસ કરે.'
પુનઃ પ્રશ્ન કર્યો છે કે - ‘વસ્તુ વગેરેને લઈ જવાની દૃષ્ટિથી તો સ્ત્રી આવાગમન ન કરે પરંતુ જે રીતે દિવસમાં વ્યાખ્યાન વગેરે શ્રવણ કરવામાં આવે છે, તેવી રીતે રાત્રિના સમયમાં પણ વ્યાખ્યાન શ્રવણ અને ધર્મ-ધ્યાન માટે સાધુના નિવાસસ્થાનની સીમામાં સ્ત્રી જાતિ પણ જો વ્યાખ્યાન શ્રવણ અને ધર્મ-ધ્યાન કરે તો શો વાંધો છે ?’
આના ઉત્તરમાં પણ આ મૂળ ગાથામાં ‘રહિયં ઇસ્થિ જણેણ' (રહિત) સ્ત્રી જનેન સ્ત્રીજનથી રહિત - આ ત્રીજું વિશેષણ આપ્યું છે.’
૯૧૬
જિણઘો