________________
પાલક અને આરાધક હોય છે, તે કોઈ વસ્તુ આપ્યા વગર લઈ શકતા નથી. તેમને માટે બધું જ યાચિત હોય છે, અયાચિત નહિ. આવી સ્થિતિમાં તેને સ્થાનની પણ યાચના કરવી પડે છે. સ્થાન અથવા મકાનના માલિક કે અધિપતિની આજ્ઞા લઈને જ મુનિ ત્યાં રોકાઈ શકે છે. મુનિએ કેવા સ્થાન પર રોકાવું જોઈએ, કેવી રીતે આજ્ઞા લેવી જોઈએ વગેરે સ્થાન સંબંધી નિયમોપનિયમો અને વિધિ-વિધાનોનું પાલન કરવું શàષણા સમિતિ છે.
મુનિએ પોતાના રહેવા માટે આવા સ્થાનની ગવેષણા કરવી જોઈએ જે એમને માટે બનાવ્યા ગયા ન હોય, જે તેમના ઉદ્દેશથી સુધાર્યું ન હોય, જે તેમના નિમિત્તથી ઘટાડીવધારી ન દીધું હોય, જે એમને માટે લીંડું-પોત્યું ન હોય. સાધુના નિમિત્તથી બનાવ્યું હોય અથવા સંસ્કારિત કરેલ મકાનમાં સાધુને રહેવું કલ્પતું નથી, કારણ કે તે આધાર્મિક કે
દેશિક સ્થાન છે. આ પ્રકારે આહારેષણામાં જે-જે દોષ બતાવ્યા ગયા છે, એમાંથી જે શધ્યામાં લાગુ પડે છે, તેને ટાળીને નિર્દોષ સ્થાનની ગવેષણા કરવી જોઈએ.
આચારાંગ સૂત્ર'માં ઉલ્લેખ છે કે ધર્મશાળા, લુહારની કર્મશાળા, દેવકુળ, સભાઓ, પ્રપા (પ્યાઉ), દુકાન, માલ ભરવાનાં ગોદામ, રથાદિ રાખવાની યાનશાળાઓ, વાહન બનાવવાના કારખાના, ચૂનો બનાવવાનું સ્થાન, દર્ભનું કારખાનું (જ્યાં ઘાસના ગઠ્ઠા, રસ્સી અથવા અન્ય દર્ભની ચીજો બનાવાય છે.) ચર્મના કારખાના, બક્કલના કારખાના, કોલસાનું કારખાનું, કાષ્ઠનું કારખાનું, સ્મશાન ભૂમિમાં બનાવેલું મકાન, શૂન્ય ગૃહ, પહાડ પર બનેલું મકાન, પહાડની ગુફા, શાંતિ ગૃહ, પાષાણ મંડપ, ભૂમિ ગૃહ વગેરે એવાં સ્થાન હોય છે, જેને ગૃહસ્થ પોતાના ઉપયોગ માટે બનાવે છે. અથવા જે સહજ રૂપથી બનેલા હોય છે - એમાં સાધુને રહેવાનું કલ્પેલું છે. ઉદ્યાનોમાં અને વૃક્ષના મૂળમાં પણ રહેવાનું કલ્પતા છે. સાધુને નિર્દોષ અને સીધાં-સાદાં મકાનોમાં રહેવું જોઈએ, જેનાથી એમની સાધનામાં દોષ ન લાગે. સુસજ્જિત અને મનોહર મકાનોમાં તથા ગૃહસ્થાનોમાં સાથે રહેવાનો આગમોમાં નિષેધ કર્યો છે. એકાંત, શાંત, સાદા અને નિર્દોષ સ્થાન હોવાથી સંયમમાં સમાધિ અને શાંતિ રહે છે. ગૃહસ્થોથી સંસક્ત સ્થાનમાં રહેવું સંયમી જીવન માટે ઘાતક હોય છે. કારણ કે ત્યાં રહેવાથી ગૃહસ્થાશ્રમ સંબંધી ક્રિયાઓ થતી જોઈને સાધુના સંયમમાં અસમાધિ ઉત્પન્ન થઈ શકે છે. સ્ત્રીઓનાં ચિત્રોથી સજ્જિત સ્થાનો પર સાધુઓએ ન રહેવું જોઈએ.
શ્રમણ વર્ગ પાંચ મહાવ્રતોનો અંગીકાર કરીને એમની પરિપૂર્ણ રૂપથી આરાધના કરે છે. પાંચ મહાવ્રત જ શ્રમણનું જીવન છે. મહાવ્રતોની સુરક્ષા માટે શાસ્ત્રોમાં વિવિધ પ્રકારના નિયમો અને ઉપનિયમોનું સંવિધાન કર્યું છે. પાંચ મહાવ્રતોમાં ચતુર્થ બ્રહ્મચર્ય મહાવ્રત છે. બ્રહ્મચર્ય સાધનાનો મૂળ હૃદય છે, એની સુરક્ષા સાધનાની સુરક્ષા છે. તેથી આ મહાવ્રતની સુરક્ષા માટે વિવિધ નિયમ અને ઉપનિયમોનું વિધાન છે. આ વિધાનોમાં સાધુના નિવાસ સ્થાન સંબંધી વિધાન આ પ્રકારે છે : દૂ એષણા સમિતિ
છે, જે ૯૧૫)