________________
સમાધાન સહજ છે કે મુનિ જીવનમાં તેમના ઉદ્દેશથી નિર્મિત કોઈપણ પદાર્થનો ઉપયોગ વર્જિત છે, તો શ્રમણ-વર્ગ માટે નિર્મિત પાત્રનો ઉપયોગ તે કેવી રીતે કરી શકે છે? વાસ્તવમાં પાત્રોનું નિર્માણ મુનિઓ માટે નહિ, દીક્ષાર્થી મુમુક્ષુઓ માટે હોય છે. મુનિ બનતા પહેલાં જ દીક્ષાર્થીના અભિભાવકગણ પાત્રોનો પૂરો સેટ ખરીદે છે, કારણ કે વિક્રયકર્તા બે-ચાર પાત્ર ખુલ્લા રૂપમાં વેચતા નથી. તેઓ આખો સેટ (૧૫-૧૬ વગેરે પાત્રોનો) જ વેચે છે. આવી સ્થિતિમાં દીક્ષાર્થી માટે ચાર પાત્ર નીકળી જવાથી બાકી ૧૧-૧૨ પાત્ર અન્ય મુનિઓ માટે, જેમના પાત્ર ખંડિત થઈ ગયા હોય, તેમના ઉપયોગમાં આવી શકે છે. કારણ કે દીક્ષાર્થી માટે ખરીદેલા હોવાથી મુનિઓ માટે (પ્રાસુક) કલ્પનીય જ હોય છે. અન્યથા તો મુનિવર્ગ પોતાના માટે ક્રિીત પાત્ર પણ વર્જનીય છે. તેથી આ ધારણા નિતાંત ભ્રમપૂર્ણ છે કે કાષ્ઠ પાત્ર મુનિવર્ગ માટે જ નિર્મિત હોય છે.
અભિગ્રહધારી મુનિ પોતાની શક્તિ અનુસાર વઐષણામાં પ્રતિપાદિત અભિગ્રહોના પાત્ર પર પણ લાગુ કરી શકાય છે. પૂર્વ પ્રતિપાદિત આહારાદિ એષણાની જેમ મુનિએ આધાર્મિક અથવા ઓશિક વગેરે દોષોથી યુક્ત પાત્ર ગ્રહણ ન કરવું જોઈએ. ઉક્ત દોષોથી રહિત નિર્દોષ અને એષણીય પાત્ર ગ્રહણ કરવા સાધુના આચાર છે. આહાર-પાણીન માટે જવાની પૂર્વ સાધુએ પોતાનાં પાત્રોનું સમ્યફ પ્રતિલેખન અને પ્રમાર્જન કરવું જોઈએ. શચ્ચેષણા :
જૈન શ્રમણ અપ્રતિબદ્ધ વિહારી હોય છે. તે વાયુની જેમ સદા અપ્રતિબદ્ધ હોય છે. જેમ વાયુ ક્યારેય એક સ્થાન પર ટકતો નથી અને સંચરણશીલ હોય છે, તેવી રીતે જૈન મુનિ પણ કોઈ સ્થાન વિશેષમાં પ્રતિબદ્ધ હોતા નથી. કોઈ એક સ્થાનમાં વિશેષ રહેવાથી મમત્વભાવ આવી જ જાય છે, તેથી નિર્મમત્વની સાધના માટે સાધુને ગ્રામાનુગ્રામ વિચરણ કરવાની અનુજ્ઞા કરી છે. જેમ કે વહેતું પાણી નિર્મળ હોય છે અને એક સ્થાન પર રોકાયેલું જળ ગંદુ થઈ જાય છે, તેવી રીતે સાધુ જો એક સ્થાન પર રહે તો તેનું ચરિત્ર દૂષિત થઈ જાય છે. મમત્વનો ભાવ આવી જાય છે. જો તે વિચરણ કરતો રહે તો તેનું સંયમ નિર્મળ રહે છે. આ દૃષ્ટિથી જૈન-શ્રમણ માટે ગ્રામાનુગ્રામ વિહારનો નિયમ અને કલ્પ બતાવાયા છે. ચાતુર્માસને છોડીને બાકીના કાળમાં યથાકથ્ય વિચરવું મુનિનો આચાર છે. ચાતુર્માસમાં જીવોત્પત્તિ વિશેષ હોવાથી તથા વર્ષાના કારણે માર્ગમાં કીચડ, લીલી વનસ્પતિ અને અન્ય ત્રસ જીવોથી સંકુલ થઈ જવાથી એ દિવસોમાં વિચરણ કરવાથી જીવોની વિરાધના વધુ થાય છે, જે સંયમ માટે ઘાતક છે. તેથી ચાતુર્માસ કાળમાં વિચરણનો નિષેધ કર્યો છે અને શેષ કાળમાં વિચરવાની આજ્ઞા આપી છે.
મુનિને જ્યારે ગ્રામાનુગ્રામ વિહાર કરવો પડે છે તો એ ગ્રામ અને સ્થાનોમાં રહેવા માટે સ્થાનની આવશ્યકતા હોય છે. તે સ્થાન કોઈ સ્વામી કે અધિપતિની આજ્ઞાથી જ મુનિ ઉપયોગમાં લઈ શકે છે, નહિતર નહિ. કારણ કે મુનિ સર્વથા અદત્તાદાન વિરમણ મહાવ્રતના (૧૪) 0.00 0.00 0.00 0| જિણધમો)