________________
(૨) પ્રેક્ષિત : કોઈ ગૃહસ્થના ઘરે વસ્ત્ર જોઈને યાચના કરવી.
(૩) પરિમુક્ત : ઉપયોગમાં લીધેલું વસ્ત્ર લેવું.
(૪) ઉજ્જિત ધાર્મિક : જીર્ણ-ક્ષીર્ણ વસ્ર જ લેવાની પ્રતિજ્ઞા કરવી.
વજ્ર ગ્રહણ કરતી વખતે સાધુએ સાવધાનીથી વસ્ત્ર જોઈ લેવું જોઈએ. એવું ન થાય કે તેના કોઈ ખૂણામાં કોઈ સચિત્ત અથવા અચિત્ત વસ્તુ બાંધેલી હોય, કોઈ બહુમૂલ્ય વસ્તુ બાંધી હોય. તેથી વસ્ર ગ્રહણ કરતા પહેલાં તેની સમ્યક્ત્તયા જોઈ લેવી જોઈએ. જે વસ્ત્ર ધારણના ઉદ્દેશને પૂરું ન કરી શકે, જે વધુ સમય ન ચાલી શકે, જે દાતાએ પૂરી અભિલાષાની સાથે ન આપ્યું હોય અને જે અધારણીય હોય તે વસ્ત્ર ન લેવું જોઈએ. કારણ કે લક્ષણહીન ઉપધિ જ્ઞાન-દર્શન-ચરિત્રને નષ્ટ કરે છે.
સાધુ-સાધ્વીઓએ પ્રમાણોપેત વસ્ત્ર જ રાખવાં જોઈએ. સાધુઓ માટે ઓછામાં ઓછા વસ્ત્ર રાખવાનું વિધાન છે. જે સાધુ યુવક નીરોગી, સ્થિર સંહનનવાળા, અને બલિષ્ઠ હોય તેને એક વસ્ત્ર (ચાદ૨) રાખવું જોઈએ. પરંતુ શારીરિક સ્થિતિ અનુસાર એકથી અધિક વસ્ત્ર પણ રાખી શકાય છે.
સાધ્વીઓ માટે ચાર વસ્ત્રો(ચાદરો)નું વિધાન છે. તેમાંથી એક ચાદર બે હાથની જે ઉપાશ્રયમાં રહેતા ઉપયોગમાં લઈ શકાય છે, બે ચાદરો ત્રણ હાથની છે જે ગોચરી વગેરે જતાં સમયે કામમાં લઈ જવાય અને એક ચાર હાથની ચાદર છે, જે વ્યાખ્યાનના સમયે ઓઢવામાં આવે.
‘બૃહત્કલ્પ ઉદ્દેશક’-૩માં સાધુને અખંડ ત્રણ વસ્ત્ર (૨૪ હાથવાળા અર્થાત્ ૨૪૪૩=૭૨ હાથ વસ્ત્ર) અને સાધ્વીને આવા ચાર વસ્ત્ર (૨૪૪૪=૯૬ હાથ વસ્ર) રાખવાનું વિધાન છે.
તાત્પર્ય એ છે કે શ્રમણ-શ્રમણી વર્ષે ખૂબ જ ઓછી ઉધિ રાખવી જોઈએ. ઓછી ઉપધિ રાખવાથી પાંચ ગુણોની પ્રાપ્તિ થાય છે ઃ (૧) અલ્પ પ્રતિલેખના, (૨) લઘુ ભૂતતા, (૩) મમત્વના અભાવને કારણ વિશ્વનિયતા, (૪) તપમાં વૃદ્ધિ અને (૫) ઇન્દ્રિય નિગ્રહ. સ્થાનાંગ સૂત્ર, ઠા.-૫ ઉદ્દે.-૩
પાત્રૈષણા :
સંયમની સાધનામાં ઉપયોગી ઉપકરણોમાં પાત્ર એક મહત્ત્વપૂર્ણ ઉપધિ અથવા ઉપકરણ છે. કારણ કે ભિક્ષુને જીવન નિર્વાહ-હેતુ આહાર અને પાણીની આવશ્યક્તા રહે છે. જેને તેઓ ગૃહસ્થોનાં ઘરોમાંથી યથાકલ્પ અને યથાવિધિ ગ્રહણ કરે છે. આહાર-પાણીને ગ્રહણ કરવાના હેતુ પાત્રની અનિવાર્ય આવશ્યકતા રહે છે. ભિક્ષુ માટે ગૃહસ્થના ધાતુ-પ્લાસ્ટિક વગેરેનાં વાસણોનો ઉપયોગ નિષિદ્ધ છે, કારણ કે એમાં પૂર્વ અને પશ્ચાત્ કર્મની સંભાવના રહે છે. આવી સ્થિતિમાં એક જ માર્ગ રહે છે કે સાધુ પોતાના માટે પાત્ર રાખે. કહી શકાય છે કે હાથોને સંપુટના રૂપમાં પ્રયુક્ત કરીને પાત્રનું કામ લઈ શકાય છે. પરંતુ કોઈ તીર્થંકર અને જિનકલ્પી વિશિષ્ટ સાધક પાણિપાત્ર હોય છે. વિશિષ્ટ સાધકોની વિશિષ્ટ શરીર રચના
જિણઘો
૯૧૨