________________
સાધુ-સાધ્વી જે ઉપાશ્રય-સ્થાનમાં રોકાય તેના સ્વામી તથા વ્યવસ્થાપકના નામ-ગોત્ર જાણી લે અને તેમના ત્યાંથી આહારાદિ ગ્રહણ ન કરે. સ્થાનની અનુમતિ આપનાર ગૃહસ્થ શય્યાતર છે અને તેમના ત્યાં આહાર લેવો પિંડૈષણામાં વર્જનીય બતાવ્યું છે.
સાધુ ખુલ્લા સ્થાન અને દરવાજા વગરના સ્થાનમાં રહી શકે છે, પરંતુ સાધ્વીઓ રોકાઈ શકતી નથી. આ પ્રકાર શ-યા - અર્થાત્ ઉપાશ્રય-સ્થાન સંબંધી નિયમોનું પાલન કરવું શષ્યેષણા સમિતિ છે.
સાધુ શેષકાળમાં એક સ્થાન પર વધુમાં વધુ ઓગણત્રીસ દિવસ સુધી રહી શકે છે અને સાધ્વીઓ અઠ્ઠાવન દિવસ સુધી. આ કલ્પને પૂરા કર્યા પછી સાધુ બે માસ પહેલાં પાછા એ સ્થાન પર આવવાનું કલ્પતા નથી. આ રીતે સાધ્વીઓએ બે માસનો કલ્પ પૂરો કર્યો હોય તો તેનાથી બમણા સમય સુધી અન્યત્ર વિચરણ કર્યા વગર એ સ્થાન પર પુનઃ આવી શકતાં નથી.
આ રીતે શષ્યેષણાના વિભિન્ન નિયમ પ્રતિપાદિત છે. તેનું પાલન કરતા મુનિએ નિર્દોષ સ્થાનની ગવેષણા કરવી જોઈએ અને ગૃહાધિપતિની આજ્ઞાથી યથાકલ્પ યથાવિધિ ત્યાં રોકાવું જોઈએ. અન્ય એષણીય વસ્તુઓ
શ્રમણ જીવનમાં આહાર-પાણી અને સ્થાન સિવાય અન્ય વસ્તુઓ પણ ઉપયોગી હોય છે. શાસ્ત્રમાં સાધુ-સાધ્વીઓની ઉપધિમાં ઘણી વસ્તુઓ ગણાવી છે. જેમ કે -
રજોહરણ : ઊનથી બનેલું ઉપકરણ, જે સ્થાન, શય્યા, પાટ-પાટલા, ભૂમિ વગેરેનું પ્રમાર્જન કરવામાં આવે છે.
મુખવસ્ત્રિકા : એકવીસ આંગળ લાંબા અને સોળ આંગળ પહોળા વસ્ત્રના આઠ પુટ કરીને દોરાથી બંને કાનમાં લગાવીને મુખ પર જે વસ્ત્ર બાંધવામાં આવે છે, તે મુખવસ્ત્રિકા કહેવાય છે. આને બાંધવાથી ભાષાના પુદ્ગલો દ્વા૨ા તથા ઉષ્ણવાયુથી થનારી વાયુકાયની હિંસાથી બચાવ થાય છે, તથા ઊડીને આવતા મચ્છરાદિ જીવ તથા ૨જ વગેરે મુખમાં પ્રવેશ કરતી નથી. ભાષા સંબંધી યતના માટે મુખવસ્તિકા આવશ્યક ઉપકરણ છે. તીર્થંકરની અતિરિક્ત જિનકલ્પી અને સ્થવિરકલ્પી - બધાએ રજોહરણ અને મુખવસ્ત્રિકા આ બે ઉપકરણ તો રાખવાના જ હોય છે. કારણ કે આ બે ઉપકરણોથી સાધુતાની ઓળખ પણ થાય છે અને અહિંસાના મહાવ્રતનું નિર્દોષ રૂપથી પાલન પણ થાય છે.
(૩) ચોલપટ્ટક (૪) આહારાદિના માટે પાત્ર (૫) વસ્ત્ર (૬) કામળો (૭) આસન (૮) પાદપોંછન (૯) શય્યા (સ્થાન) (૧૦) સંથારો (વસાવવા માટે પરાળ વગેરે) (૧૧) પીઠ-બાજોઠ વગેરે (૧૨) ફલક-સૂવાના કામમાં આવતો મોટો પાટ (૧૩) પાત્રબંધ (૧૪) પાત્રની નીચે વસાવવાનું વસ્ત્ર (૧૫) પાત્ર-કેસરિકા (પ્રમાર્જની) (૧૬) પટલ-પાત્ર ઢાંકવાનું વસ્ત્ર (૧૭) રજસ્રાણ (પાત્ર પર લપેટવાનું વસ્ત્ર) (૧૮) ગોચ્છક - પાત્ર સાફ કરવાનું કાપડ (૧૯) દંડ (વૃદ્ધાવસ્થા અથવા અશક્તિમાં સહારો મળે તે હેતુ) (૨૦) માત્રક - લઘુનીતિ વગેરે પરઠવાનું પાત્ર.
ઉપર્યુક્ત ઉપકરણોમાંથી જે આવશ્યક હોય, એટલા જ લેવામાં આવે છે. સંયમ પાળવા માટે ઉપયોગી ઉપકરણોના સિવાય અધિક ઉપકરણ રાખવાં. અધિકરણ માનવામાં આવે છે. જે જેટલી ઓછી ઉપધિ રાખે છે તે તેટલા જ લઘુભૂત અને નિર્મળ ચારિત્રવાળા થાય છે. ૯૨૦) T જિણધમ્મો