________________
(૩) સંસાર-ભાવના : આ અનાદિ જન્મ-મરણરૂપ સંસારમાં ન તો કોઈ સ્વજન છે અને ન કોઈ પરજન. કારણ કે પ્રત્યેક જીવની સાથે વિવિધ પ્રકારના સંબંધો જન્મજન્માંતરમાં થયા છે. આ સંસાર હર્ષ-વિષાદ, સુખ-દુઃખ વગેરે દ્વન્દ્રોનું સ્થાન છે અને સાચે જ કષ્ટમય છે.
આ જીવ અનાદિકાળથી સંસારમાં ભ્રમણ કરી રહ્યો છે. નિગોદ અને નવ રૈવેયકનાં મધ્યનાં સ્થાનોમાં આ જીવે અનંત વાર જન્મ ધારણ કર્યો છે અને સુખ-દુ:ખ ભોગવ્યું છે, પરંતુ એને આનું સ્મરણ નથી થતું. પૂર્વજન્મોમાં આ જીવ કોઈનો પિતા, કોઈનો પુત્ર, કોઈની માતા, કોઈની પત્ની વગેરે વિવિધ રૂપોમાં રહી ચૂક્યો છે, કોઈ સંબંધ એવો નથી, જે આ જીવે પૂર્વમાં બધા જીવો સાથે સ્થાપિત ન કર્યો હોય. એવી સ્થિતિમાં સ્વજન-પરજનનો કોઈ ભેદ જ નથી રહેતો. આ પ્રકારનું ગહન ચિંતન કરવું સંસારાનુપ્રેક્ષા છે. આ ભાવનાને મલ્લિનાથ તીર્થકર અને એમનાથી પ્રતિબોધ મેળવેલા છ રાજાઓએ ભાવ્યો હતો. મલ્લિકુમારીએ પોતાના પાછલા ભવનો વૃત્તાંત સંભળાવીને એમની સાથે વિવાહ કરવા આવેલા રાજાઓને પ્રતિબોધ આપ્યો અને એમને પણ જાતિ-સ્મરણ જ્ઞાન થઈ ગયું. એમણે પણ સંસારની વિષમતાઓનું ચિંતન કર્યું અને મુક્ત થયા. આ ભાવનાને ભાવવાથી જીવ સંસારનાં દુઃખોથી ગભરાઈને એને છોડવાનો પ્રયાસ કરે છે.
(૪) એકત્વ ભાવના : આત્માના એકલાપણાનું ચિંતન કરવું એકત્વ અનુપ્રેક્ષા છે. આ જીવ એકલો જ પરલોકમાં જાય છે અને એકલો જ આવે છે. કોઈપણ સગા-સંબંધી, શરીર કે ધન-સંપત્તિ એની સાથે ન જાય છે, ન આવે છે. જીવ એકલો જ જન્મ લે છે, એકલો જ મરે છે અને એકલો જ વિવિધ યોનિઓમાં ભ્રમણ કરે છે. હે જીવ! શું પૂર્વજન્મનો કોઈ પુત્ર વગેરે આ ભવમાં તારી સાથે આવ્યો છે ? જેનાથી એ અનુમાન કરી શકાય કે મરવાથી આ જન્મનો પણ કોઈ સંબંધી તારી સાથે જશે. તેથી એમાં મમત્વ-બુદ્ધિનો ત્યાગ કર. એ સગા-સંબંધી જીવિત અવસ્થામાં પણ સુખના જ સાથી છે, દુઃખ પડવાથી એ પણ દૂર થઈ જાય છે. તું જે કંઈ પુણ્ય કે પાપ કરે છે એ જ તારી સાથે જાય છે. તું એકલો જ એમનું ફળ ભોગવે છે, બીજો કોઈ ભાગીદાર નથી થતો.
જીવનો સૌથી ઘનિષ્ઠ સંબંધ શરીરની સાથે હોય છે. તેથી શરીરમાં જીવનું મમત્વ ઘણું ઊંડું હોય છે, છતાંય મરવાથી શરીર અહીં જ ભસ્મ થઈ જાય છે, તે જીવની સાથે નથી જતું તો સ્ત્રી, પુત્ર, ધન-દોલત, હાટ-હવેલી, બાગ-બગીચા - જે જીવથી સાક્ષાત્ ભિન્ન છે એમની સાથે જવાની કલ્પના જ વ્યર્થ છે. વિવિધ ફૂડ-કપટ વગેરે પાપ કરીને ઉપાર્જિત સંપત્તિનો નાનો અંશ પણ સાથે નહિ જાય. પ્રાણપ્યારી પત્ની દરવાજા સુધી અને ભાઈ-બંધુ સ્મશાન સુધી જ જશે. શરીર ચિતામાં ભસ્મ થઈ જશે. નિસર્ગનો આ અટલ (દઢ) નિયમ છે. હે જીવ ! એવું સમજીને તું પોતાના એકાકીપણાનો અનુભવ કર. આત્મા એક અખંડ અવિનાશી તત્ત્વ છે, એવું માનીને સાંસારિક સંયોગોથી પોતાનો રાગ અને મમત્વ દૂર કર. આ એકત્વ ભાવનાથી આત્મ તત્ત્વની સાક્ષાત્ ઉપલબ્ધિ થાય છે. આ ભાવના મૃગાપુત્રે ભાવી [ દ્વાદશાનુપ્રેક્ષા છે.
૯૩૧)