________________
હોય છે, તેમના પાણિ અછિદ્રવાળા હોય છે, તેમાંથી નિહિત વસ્તુ પડતી નથી. તેથી તેઓ પાણિપાત્ર હોઈ શકે છે. પરંતુ વિશિષ્ટ સ્થિતિને લક્ષ્યમાં રાખીને સામાન્ય નિયમ નિર્મિત હોતા નથી. સામાન્ય નિયમો માટે સામાન્ય સ્થિતિને જ આધાર બનાવી શકાય છે. નિયમો માટે સામાન્ય સ્થિતિને જ આધાર બનાવી શકાય છે. સામાન્ય રીતે મનુષ્યોના હાથ છિદ્રવાળા હોય છે, તેથી તેમાંથી નિહિત વસ્તુ નીચે પડી શકે છે. સાધુ જો પાત્ર ન રાખે અને હાથમાં જ આહાર-પાણી ગ્રહણ કરે તો તે પડવાથી શરીર પર કે જમીન પર અહીં-તહીં વિખરાવાની સ્થિતિને રોકી શકાતી નથી. આવું થવાથી પશ્ચાત્ કર્મ (શરીર ધોવાની) સંભાવના રહે છે. જમીન પર પડવાથી જીવોની વિરાધનાની આશંકા રહે છે. સાથે જ વિકલ્પી અને ગચ્છવાસી સાધુઓનો જે વૈયાવૃત્ય નામનો આચાર છે, તે પાત્રના અભાવમાં ટકી શકતો નથી. તપસ્વી, વૃદ્ધ, ગ્લાન અને શૈક્ષની વૈયાવૃત્ય માટે ગૃહસ્થનાં ઘરોમાંથી આહાર-પાણી લાવવું આવશ્યક હોય છે અને તે પાત્ર વગર સંભવ નથી. તેથી મુનિઓને પાત્ર રાખવાની અનુજ્ઞા આપી છે. જો પક્ષ પાણિપાત્રતાનો આગ્રહ રાખે છે, તે પણ શૌચાદિને માટે પાત્ર રાખે છે. આવી સ્થિતિમાં આહારાદિને માટે એક-બે પાત્ર વિશેષ રાખવાથી શું બગડી જશે? તેથી પાત્ર સાધુ જીવનનું એક આવશ્યક ઉપકરણ છે. સંયમી જીવનના પાલન અને નિર્વાહ-હેતુ સાધુએ પાત્ર ગ્રહણ કરવું કલ્પતા છે.
મુનિએ ત્રણ પ્રકારના પાત્ર રાખવાનું કયું છે : (૧) તુંબાનું (૨) કાષ્ઠનું (૩) માટીનું. સાધુને ધાતુના પાત્રને લેવાનું કલ્પતું નથી. લોખંડ, તાંબુ, સોનુ-ચાંદી વગેરે ધાતુનાં પાત્ર મુનિએ ન લેવાં જોઈએ. અધિક મૂલ્યવાન પાત્ર પણ ન લેવા જોઈએ. કાષ્ટ આદિના પાત્ર પર પણ જો ધાતુ લાગેલી હોય તો તે અકલ્પનીય છે. જો કોઇ વગેરેના પાત્ર પણ ગૃહસ્થ સાધુના નિમિત્ત રંગરોગાન આદિથી સંસ્કારિત કરીને આપે તો તે ન લેવું જોઈએ. સાધુએ પાત્રના સંબંધમાં પણ તે બધા દોષ ટાળવા જોઈએ, જે આહારના પ્રકરણમાં બતાવ્યા છે સાધુએ બધી રીતે નિર્દોષ એષણીય પાત્રોને ચારે બાજુથી સારી રીતે જોઈને લેવા જોઈએ. સાધુ જો તરુણ, નીરોગી અને દઢ સંહનનવાળા જિનકલ્પી હોય તો તેણે એક જ પાત્ર લેવું જોઈએ. સ્થાવિરકલ્પી સાધુઓ માટે ત્રણ પાત્ર રાખવાનું વિધાન છે - આના સિવાય ઉંડગ (મૂત્રપાત્ર) રાખવાનું પણ વિધાન છે.
અહીં યાદ રહે કે કાષ્ઠનું પાત્ર ઉપલબ્ધ હોવાની સ્થિતિમાં તાંબાનું અથવા માટીનું ન લેવું જોઈએ, તથા બંનેની અનુપલબ્ધિમાં જો માટીનું લેવું પડે તો, તેને જ્યાં સુધી તે કાર્યકારી હોય, ઉઠાવવું જોઈએ. એમ નહિ કે એક ગામમાં લીધું અને તેને ત્યાં છોડીને અન્ય ગામમાં બીજામાં લીધું. સાથે કોઈપણ પ્રકારનું પાત્ર હોય, ચારની સંખ્યાનું અતિક્રમણ ન થવું જોઈએ.
અહીં આ જિજ્ઞાસા થઈ શકે છે કે કાષ્ઠ પાત્રોનો ઉપયોગ પ્રાયઃ મુનિજન જ કરે છે, ગૃહસ્થ વર્ગ નહિ. આવી સ્થિતિમાં એનું નિર્માણ મુનિ વર્ગના ઉદ્દેશથી જ થશે, જે મુનિની મર્યાદાને પ્રતિકૂળ છે ? ( એષણા સમિતિ છે ?
૯૧૩)