________________
(૨) સંમત સત્ય : ઘણી વ્યક્તિઓની સંમતિથી જે શબ્દ જે અર્થ માટે સૂચક માની લેવામાં આવે છે, તે સંમત સત્ય છે. જેમ દેવીનો અર્થ પટરાણી બહુજન સંમત છે જેમ દેવાંગના માટે દેવી' શબ્દ આવે છે. પટરાણીના અર્થમાં તેનો પ્રયોગ સંમત સત્ય છે. અથવા કુમુદ કુવલય વગેરે પણ કાદવમાં ઉત્પન્ન થાય છે, તે ઉપરાંત અરવિંદને પણ પંકજ કહેવું સંમત સત્ય છે.
(૩) સ્થાપના સત્ય: કોઈ મૂર્તિ અથવા ચિત્રમાં કોઈ વ્યક્તિ-વિશેષની, સિક્કાની નોટ વગેરેમાં રૂપિયાની, અંકની આગળ એક બિંદુ થવાથી દસની, બે બિંદુ હોવાથી સોની કલ્પના કરી લેવામાં આવે છે, અથવા શતરંજનાં પાસાંઓમાં હાથી-ઘોડા વગેરેની કલ્પના કરી લેવામાં આવે છે, આ સ્થાપના સત્ય છે.
(૪) નામ સત્ય : ગુણને ગૌણ કરીને કોઈ વ્યક્તિ અથવા પદાર્થનું કોઈ નામ રાખી લેવું સત્ય છે. જેમ કોઈ ભિખારીનું નામ ધનપાલ અથવા કોઈ કચરો વાળનારીનું નામ લક્ષ્મી હોય.
(૫) રૂપ સત્યઃ ગુણની અપેક્ષા ન કરીને, માત્ર રૂ૫ અથવા વેશના આધાર પર જે કથન કરવામાં આવે છે, તે રૂપ સત્ય છે. જેમ કે દંભપૂર્વક ક્રિયા કરનાર સાધુને સાધુના વેશને કારણે “સાધુ' કહેવો.
(૬) પ્રતીત્ય સત્ય : કોઈ વિવક્ષિત પદાર્થની અપેક્ષાએ કોઈ બીજા પદાર્થના સ્વરૂપને બતાવવું પ્રતીત્ય સત્ય છે. જેમ કે અનામિકાને નાની કે મોટી કહેવી. અનામિકા કનિષ્ઠાની અપેક્ષાએ મોટી છે અને મધ્યમાની અપેક્ષાએ નાની છે.
() વ્યવહાર સત્ય : નૈગમ નય અથવા વ્યવહારમાં પ્રચલિત અર્થની અપેક્ષાએ જે વચન બોલવામાં આવે તે વ્યવહાર સત્ય છે. જેમ કે રથ બનાવવા માટે લાકડી લેવા વનમાં જનાર વ્યકિત કહે કે - “હું રથ લેવા જાઉં છું. અથવા ચૂલો બળી રહ્યો છે, ઘડો ચૂઈ રહ્યો છે, ગામ આવી ગયું - આ પ્રયોગોમાં યદ્યપિ લાકડું બળે છે ચૂલો નહિ, પાણી ચૂએ છે ઘડો નહિ, ગામ આવ્યું નથી પથિક આવ્યો છે, તો પણ લોક-વ્યવહારમાં આવું જ કહેવામાં આવે છે. તેથી તે વ્યવહાર સત્ય છે.
(૮) ભાવ સત્ય : પ્રધાનતાને લઈને જે કથન કરવામાં આવે તે ભાવ સત્ય છે. જેમ કે બગલી (બલાકા)માં પાંચ વર્ણ હોવા છતાં તેને સફેદ કહેવો, પોપટમાં પાંચ વર્ણ હોવા છતાં પણ એને લીલો કહેવો, અથવા આગમોક્ત વિધિ-નિષેધ અનુસાર કોઈ વસ્તુને પ્રાસુક અથવા અપ્રાસક કહેવી. પ્રાસુકતા અથવા અમાસુકતાનો નિર્ણય અતીન્દ્રિય જ્ઞાનનો વિષય છે, તે ઉપરાંત શાસ્ત્રોક્ત વિધિથી તેને પ્રાસુક અથવા અપ્રાસક કહેવું ભાવ સત્ય છે.
(૯) યોગ સત્ય : કોઈ વસ્તુના સંયોગ સંબંધથી તેનું કથન કરવું યોગ સત્ય છે. જેમ કે દંડના સંબંધમાં કોઈ વ્યક્તિને દંડી કહેવો યોગ સત્ય છે. (૮૯૦ જ
જિણધમો)