________________
(૨) અગ્રપિંડ : ભોજન કરતાં પહેલાં ગૃહસ્થ દ્વારા જે ભાગ પુણ્યાર્થ અથવા દેવતા માટે કાઢે છે, તે લેવો અગ્રપિંડ દોષ છે.
(૯૩) સાગારિક મિશ્રા ઃ શય્યાતર દ્વારા આપેલ આહાર પ્રાપ્ત કરવો. (૯૪) અન્ય તીર્થકભક્તઃ અન્ય તીર્થી સાધુ દ્વારા લાવેલી ભિક્ષામાંથી આહારાદિ લેવો. (૫) રફખણા : દાતાને ત્યાં રખેવાળી કરીને આહાર પ્રાપ્ત કરવો. (૬) સાસણા : વિદ્યા ભણાવીને આહાર પ્રાપ્ત કરવો. (૯૦) નિન્દના દાતાની નિંદા કરીને આહાર પ્રાપ્ત કરવો. (૯૮) તર્જના દાતાને ડરાવી-ધમકાવીને આહાર પ્રાપ્ત કરવો. (૯૯) ગારવ : પોતાની જાતિ વગેરેનું ગર્વ કરીને આહાર લેવો. (૧૦૦) મિત્રતા : મિત્રતા પ્રગટ કરીને આહાર લેવો. (૧૦૧) પ્રાર્થના : પ્રાર્થના કરીને આહાર લેવો. (૧૦૨) સેવા દાતાની સેવા કરીને આહાર લેવો. (૧૦૩) કરુણા : પોતાની દયનીય સ્થિતિ બતાવીને આહાર લેવો. (૧૦૪) જ્ઞાતિપિંડ : પોતાના સગા-સંબંધીઓ પાસેથી જ આહાર લેવો. (૧૦૫) પાહુણ ભક્ત ઃ માત્ર મહેમાનો માટે બનાવેલ આહાર લેવો. (૧૦૦) ઉદ્ઘાટન : યુલિયાવાળા દ્વાર વગેરે ખોલી અથવા ખોલાવીને આહાર લેવો. (૧૦૦) મંડી પાહડિયા દેવી-દેવતાઓને ચઢાવવા માટે બનાવેલો આહાર લેવો.
(૧૦૮) બલિ પાહડિયા ઃ બલિ-બાકુલા વગેરે ઉછાળવાના માટે કાગડાઓને ખવડાવવાના હેતુ બનાવેલ આહાર લેવો.
(૧૦૯) કવણા પાહુડિયા : સાધુઓ માટે સ્થાપના કરી રાખેલી વસ્તુ લેવી.
(૧૧૦) વરસતા પાણીમાં, ધુમાડામાં, આંધીમાં, નાનાં-નાનાં પ્રાણીઓના અધિક ઊડવાથી ભિક્ષા માટે જવું, વેશ્યાઓના મહોલ્લામાં ભિક્ષાર્થે જવું વગેરે અન્ય પણ કેટલાય પ્રકારના નિષેધક નિયમ છે. પિંડ નિયુક્તિમાં વિસ્તારથી આહારના દોષોનું કથન કર્યું છે.
ઉક્ત બધા પ્રકારનાં આહાર સંબંધી દૂષણોથી બચીને શ્રમણ નિગ્રંથનું એષણા સમિતિનું સમ્યક્ પાલન કરવું જોઈએ.
મુનિના આહારના ઉદ્દેશ સંયમ-દેહની ધારણા હોય છે. તેથી તે પ્રાયઃ સરસ, પૌષ્ટિક અને વિકૃતિ યુક્ત આહાર કરતા નથી. આ શરીરને ભાડુ આપવાના નિમિત્ત :
(૧) અરસાહાર : જેમાં હિંગ વગેરેનું સંસ્કાર ન થયું હોય. (૨) વિરસાહાર : જે રસ રહિત હોય. જેમ કે - જૂના ધાન્ય-ચોખા આદિ.
(૩) અન્નાહાર : તુચ્છ, હલકા આહાર અથવા બચેલો આહાર. (૯૮
આ જિણધામો)