________________
(૪) પ્રાન્તાહાર : વાસણમાં લાગેલી ખુરચન (બપોટી) વગેરે.
(૫) રૂક્ષાહાર : ઘી વગેરે સ્નિગ્ધ ચીજોથી રહિત-રૂક્ષ આહાર કરે છે. એટલું નહિ અનેક મુનિ નિર્જરા માટે વિશેષ પ્રકારના અભિગ્રહ પણ ધારણ કરે છે. અભિગ્રહ પૂર્વક આહારની ગવેષણા કરનાર આત્માર્થી નિગ્રંથ વિશેષ તપસ્વી હોય છે.
પ્રાચીન કાળમાં મુનિ દિવસના ત્રીજા પ્રહરમાં ગોચરીને માટે જતા હતા. તે કાળમાં પ્રાયઃ તે સમય જ ગોચરી માટે ઉચિત કાળ છે. દેશકાળ વગેરેનો વિચાર કરીને જે ક્ષેત્રમાં જે સમય આહારાદિ માટે બહુતાયતથી પ્રચલિત હોય તે સમયે સાધુએ ગોચરી માટે નીકળવું જોઈએ. આટલો વિવેક ન રાખવાથી ઘણી આપત્તિઓ ઊભી થઈ શકે છે. તેથી મુનિએ આહારની ગવેષણા કરવા માટે ક્ષેત્ર અને કાળનો વિવેક કરવો જોઈએ, અને “કાલેકાલ સમાયરે ની શાસ્ત્રાજ્ઞાનું પાલન કરવું જોઈએ.
જૈન મુનિ ભિક્ષાની ગવેષણા કરતા કોઈ પ્રકારની જાતિ વિશેષ પ્રતિ પ્રતિબદ્ધ રહેતા નથી. તેઓ અજુગુપ્સિત આચાર-વિચારવાળા કુળોથી મધ્યસ્થ ભાવથી શાસ્ત્રીય વિવિધ વિધાન અનુસાર નિર્દોષ આહારાદિ પ્રાપ્ત કરે છે. પારૈષણા :
જે વિધિ-વિધાન આહાર સંબંધમાં છે, લગભગ તે જ વિધાન-પાણીના વિષયમાં પણ જાણવું જોઈએ. શ્રમણ નિર્ગથ અચિત્ત અને નિર્દોષ પાણીને વિધિપૂર્વક ગ્રહણ કરે છે. “આચારાંગ સૂત્ર'માં ૨૧ પ્રકારનાં પાણી કલ્પનીય બતાવ્યાં છે. એકવીસ પ્રકારના અચિત્ત પાણી :
(૧) ઉત્પદિત ઃ (આટાથી લિપ્ત વાસણનું ધોવાણ) (૨) સંસેકિમ : (ઉકાળેલી ભાજી વગેરે શીતળ જળથી ધોઈ જે પાણી તૈયાર થાય તે.) (૩) ચોખાનું ધોવાણ (૪) તલ વગેરેનું ધોવાણ (૫) તુષનું ધોવાણ (૬) જવનું ધોવાણ (૭) ઉકાળેલા ચોખાનું પાણીઓસામણ ૮) કાંજીના વાસણોનું ધોયેલા પાણી અથવા છાશનું ઉપરનું પાણી (૯) આંબલીનું પાણી (૧૦) કેરીનું પાણી (૧૧) અંબાડકનું પાણી (૧૨) કબીઠનું પાણી (૧૩) બિજીરાનું પાણી (૧૪) દાખનું પાણી (૧૫) દાડમનું પાણી (૧૬) ખજૂરનું પાણી (૧૭) નારિયેળનું પાણી (૧૮) કરીર કેર)નું ધોયેલું પાણી (૧૯) બોરનું પાણી (૨૦) આંબળાનું ધોવાણ (૨૧) ગરમ પાણી કે અન્ય આ પ્રકારનું પાણી. “દશવૈકાલિક'માં ગોળના ઘડાને ધોયેલું પાણી (વાર ધોયણ) પણ કલ્પનીય બતાવ્યું છે.
મુનિએ એ પાણી ગ્રહણ કરવું જોઈએ જે પૂરી રીતે અચિત્ત થઈ ગયું હોય, શસ્ત્ર-પરિણત થઈ ગયું હોય, જેનો વર્ણ, ગંધ, રસ, સ્પર્શ બદલાઈ ચૂક્યા હોય, મુનિએ એ જ ધોવન લેવું યોગ્ય છે. જે ચિર ધૌત હોય અર્થાતુ તત્કાળનું ધોવન મુનિ માટે અગ્રાહ્ય છે. ધવનની નિષ્પિતિ કાળના અન્તર્મુહૂર્ત પછી જ ધોવન ગ્રાહ્ય હોય છે. [ એષણા સમિતિ છે જે છે છે તે છે જે છે ૯૦૯)