________________
સોળ ઉદ્ગમના દોષ ઃ
આહારની ઉત્પત્તિથી સંબંધિત, ગૃહસ્થ દ્વારા લાગતા સોળ ઉદ્ગમના દોષ આ પ્રકારે છે :
(૧) આધાકર્મ : કોઈ ખાસ સાધુને મનમાં રાખીને તેના નિમિત્તથી સચિત્ત વસ્તુને અચિત્ત કરવી અથવા અચિત્તને પકાવવી આધા કર્મ કહેવાય છે. આ દોષ ચાર પ્રકારે લાગે છે ઃ
आहाकम्मुद्देसिय पूई - कम्मे अ मीसजाए य । ठवणा पाहुडियाए पाओअर कीय पामिच्चे ॥१॥ પરિટ્ટિ, મિકે, મળે માનોકે હૈં । अच्छिज्जे अणिसिट्ठे अज्झोयरए य सोलसमे ॥२॥
પ્રતિસેવન : આધાકર્મી આહારનું સેવન કરવાથી.
પ્રતિશ્રવણ : આધાકર્મી આહાર માટે નિમંત્રણ સ્વીકાર કરવાથી. સંવસન ઃ આધાકર્મી આહાર ભોગવવાવાળાની સાથે રહેવાથી.
અનુમોદન : આધાકર્મી આહાર ભોગવનારની પ્રશંસા કરવાથી.
(૨) ઔદ્દેશિક : સામાન્ય યાચકોને આપવાની બુદ્ધિથી જે આહાર તૈયાર કરવામાં આવે છે, તેને ઔદ્દેશિક કહે છે. તેના બે ભેદ છે - ઓઘ અને વિભાગ. ભિક્ષુઓ માટે અલગ તૈયાર ન કરતા પોતાને માટે બનતા આહારાદિને કશું બીજું મેળવી દેવું ઓઘ છે. વિવાહાદિ પ્રસંગો પર યાચકો માટે અલગ કાઢીને રાખી મૂકવું વિભાગ છે. આ ઉદ્દિષ્ટ, ધૃત અને કર્મના ભેદથી ત્રણ પ્રકારના છે. પછી પ્રત્યેકના ઉદ્દેશ, સમુદ્દેશ, આદેશ અને સમાદેશના ભેદથી ચાર-ચાર પ્રકાર છે.
-
કોઈ ખાસ સાધુ માટે બનાવેલો આહાર જો તે જ સાધુ લે તો આધાકર્મ, બીજો લે તો ઔદ્દેશિક હોય છે. આધાકર્મ પહેલાથી જ કોઈ ખાસ નિમિત્તથી બનાવવામાં આવે છે. ઔદ્દેશિક સાધારણ દાન માટે પહેલા અથવા પછી કલ્પિત કરવામાં આવે છે. પૂર્વકૃત ઓદન-મોદન વગેરેને સાધુના ઉદ્દેશથી દહીં-શર્કરા વગેરેથી સંસ્કારિત કરવા ઔદ્દેશિક આહાર છે.
(૩) પૂતિકર્મ : શુદ્ધ આહારમાં આધાકર્માદિનો અંશ મળી જાય તો તે પૂતિકર્મ થઈ જાય છે. આધાકર્મનો અલ્પ અંશ પણ શુદ્ધ આહારને અશુદ્ધ બનાવી દે છે. જેમ કે - શુચિ દ્રવ્ય અશુચિ દ્રવ્યથી મળીને અશુચિ બની જાય છે.
(૪) મિશ્રજાત : પોતાના અને સાધુ માટે બનાવેલો આહાર મિશ્રજાત છે. આના ત્રણ ભેદ છે. યાવદર્થિક, પાખંડિ મિશ્ર અને સાધુ મિશ્ર છે. જે આહાર પોતાની માટે અને સામાન્ય યાચકોને માટે એક સાથે બનાવવામાં આવે તે યાવદર્થિક છે. જે પોતાના અને સંન્યાસીઓને માટે એક સાથે બનાવવામાં આવે તે પાખંડી મિશ્ર છે. જે પોતાના અને સાધુઓ માટે એક સાથે બનાવવામાં આવે તે સાધુ મિશ્ર છે.
(૫) સ્થાપના : સાધુને કંઈ આપવાની ઇચ્છાથી થોડા સમય માટે આહારને અલગ રાખી દેવો સ્થાપના દોષ છે.
૯૦૦
જિણધમ્મો