________________
(૨) દૂતી કર્મઃ દૂતના સમાન ગૃહનો સંદેશ એક સ્થાનથી બીજા સ્થાન પર પહોંચાડીને આહારાદિ લેવા દૂતી કર્મ છે.
(૩) નિમિત્ત : ભૂત, ભવિષ્ય, વર્તમાન સંબંધી શુભાશુભ ફળ બતાવી ગૃહસ્થથી આહાર પ્રાપ્ત કરવો નિમિત્ત પિંડ છે.
(૪) આજીવઃ સ્પષ્ટ અથવા અસ્પષ્ટ રૂપથી પોતાની જાતિ, કુળ અથવા અન્ય વિશેષતાઓ બતાવીને આહાર લેવો આજીવ પિંડ છે.
(૫) વનપક : શ્રમણ, શાક્ય સંન્યાસી વગેરેમાં જે જેનો ભક્ત હોય તેની પ્રશંસા કરીને અથવા દીનતા બતાવીને આહારાદિ લેવા વનીપક પિંડ છે.
(૬) ચિકિત્સા : ઔષધિ બતાવી અથવા વૈદ્યગીરી કરીને આહાર લેવો ચિકિત્સા પિંડ છે.
(૭) ક્રોધ : પોતાની વિદ્યા અથવા તપનો પ્રભાવ બતાવીને અને શાપ વગેરેનો ભય બતાવીને ક્રોધિત થઈને આહાર પ્રાપ્ત કરવો ક્રોધ પિંડ છે.
(૮) માન અભિમાનથી સ્વયંને લબ્ધિ સંપન્ન, તેજસ્વી, પ્રતાપી અને બહુશ્રુત બતાવીને અથવા પ્રભાવ જમાવી આહારાદિ લેવો માન પિંડ છે.
(૯) માયા ? વંચના અને કપટ કરીને આહાર લેવો અથવા ભિક્ષાના માટે જુદી જુદી વેશભૂષાનું પરિવર્તન કરવું માયા પિંડ છે.
(૧૦) લોભ : આહારાદિના લોલુપી બનીને લોભવશ ભિક્ષાના માટે ભટકતા ફરવું લોભ પિંડ છે.
(૧૧) પૂર્વપશ્ચાત્ સંસ્તવ : આહારાદિ પ્રાપ્ત કરવાના પહેલા અથવા પ્રાપ્ત થઈ ગયા પછી દેનારની પ્રશંસા કરવી અથવા દાતાને પોતાના માતા-પિતા સંબંધી પૂર્વ પરિચય અને સાસુ સસરા સંબંધી પરિચય આપીને અથવા દાતાની સાથે સંબંધ બતાવીને આહારાદિ પ્રાપ્ત કરવા પૂર્વ-પશ્ચાત્ સંસ્તવ પિંડ છે.
(૧૨) વિધા : સ્ત્રી રૂપ દેવતાથી અધિષ્ઠિત, જયાદિથી સિદ્ધ થનારી અક્ષરોની રચનાવિશેષને વિદ્યા કહે છે. વિદ્યાનો પ્રયોગ કરીને આહાર લેવો વિદ્યા પિંડ છે. ' (૧૩) મંત્ર : પુરુષ રૂપ દેવતાથી અધિષ્ઠિત આવી અક્ષર રચના જે પાઠમાત્રથી સિદ્ધ થઈ જાય તેને મંત્ર કહે છે. મંત્રના પ્રયોગ દ્વારા આહારાદિ લેવા મંત્ર પિંડ છે.
(૧૪) ચૂર્ણ અદેશ્ય કરનાર સૂરમા (અંજન) વગેરેનો પ્રયોગ કરીને આહાર લેવો ચૂર્ણ પિંડ છે.
(૧૫) યોગ : પારલેપ વગેરે સૌભાગ્ય-દુર્ભાગ્યકારી સિદ્ધિઓ બતાવીને આહારાદિ લેવા યોગ પિંડ છે.
(૧૬) મૂળકર્મ ઃ ગર્ભસ્તંભ, ગર્ભાધાન, ગર્ભપાત વગેરે માટે રક્ષાપોટલી અથવા ઔષધિ વગેરે સાવદ્ય ક્રિયાઓ કરીને આહાર લેવો મૂળ કર્મ પિંડ છે.
સોળ ઉગમ અને સોળ ઉત્પાદનના આ બત્રીસ દોષ ગવેષણષણાના છે. (૯૦૨) ,
જિણધો)