________________
જે રીતે ભમરો ઝાડના પુષ્પોનો થોડો રસ પીએ છે, કોઈપણ પુષ્પને પીડિત કરતો નથી, હાનિ પહોંચાડતો નથી, તેના વર્ણ કે ગંધને વિકૃત કરતો નથી અને પોતાને પણ તૃપ્ત કરી લે છે. તેવી જ રીતે લોકમાં જે મુક્ત (અપરિગ્રહ) શ્રમણ છે, તે દાતા દ્વારા અપાતા નિર્દોષ આહારની એષણમાં રત રહે છે. જેમ ભમરો પુષ્પમાં. સાધુ એ રીતની વૃત્તિ પ્રાપ્ત કરે છે. જેનાથી કોઈ જીવનું દહન ન થાય, કારણ કે શ્રમણ ગૃહસ્થો દ્વારા એમના સ્વયં માટે અથવા પરિવાર માટે સહજ રૂપથી બનાવેલ આહારને ગ્રહણ કરે છે, જેમ કે - ભમરો પુષ્પમાંથી રસ લે છે.
ભમરા માટે સહજરૂપથી ભોજન પ્રાપ્તિનો આધાર વૃક્ષ-પુષ્પ હોય છે. વૃક્ષ સ્વભાવતઃ પુષ્પ અને ફળ ઉત્પન્ન છે. મધુકર માટે વૃક્ષ-છોડ પુષ્પિત હોતા નથી. ઘણા એવાં પણ ઉદ્યાન છે, જ્યાં મધુકર હોતા નથી, ત્યાં પણ વૃક્ષ-છોડ પુષ્પિત હોય છે. પુષ્પિત હોવું એમની પ્રકૃતિ છે. એવી રીતે ગૃહસ્થોનાં ઘરોમાં આહારાદિ નિષ્પન્ન થતા રહે છે. તેઓ શ્રમણો માટે ભોજન બનાવતા નથી. ઘણાં બધાં ગામ, શહેર એવાં હોય છે કે જ્યાં શ્રમણ જતા નથી. ત્યાં પણ ભોજન બને છે. ભોજન બનાવવું ગૃહસ્થોની સહજ પ્રકૃતિ છે. શ્રમણ આવા યથાકૃત સહજ સિદ્ધ ભોજનની ગવેષણા કરે છે, તેથી તેઓ હિંસાથી લિપ્ત હોતા નથી. મધુકર અવધજીવી હોય છે. તે પોતાના નિર્વાહ માટે કોઈ પ્રકારનું સમારંભ ઉપમર્દન અથવા હનન્ કરતા નથી, તેવી રીતે શ્રમણ પણ અવધજીવી છે - તેઓ કોઈ પ્રકારનું પચન-પાચન અને ઉપમર્દન કરતા નથી.
મધુકર પુષ્પોમાંથી સહજ સિદ્ધ રસ ગ્રહણ કરે છે, તેવી રીતે શ્રમણ-સાધક ગૃહસ્થોનાં ઘરોમાં જ્યાં આહારાદિ સ્વાભાવિક રૂપથી બને છે - પ્રાસુક આહારાદિ ગ્રહણ કરે છે.
મધુકર ફૂલોને પ્લાન કર્યા વગર થોડો-થોડો રસ પીએ છે તેમ શ્રમણ અનેક ઘરોમાંથી થોડું-થોડું ગ્રહણ કરે છે.
મધુકર એટલો જ રસ ગ્રહણ કરે છે, જેટલો ઉદર પૂર્તિ માટે આવશ્યક હોય છે. તે બીજા દિવસ માટે કંઈ સંગ્રહ કરીને રાખતો નથી. તેવી રીતે શ્રમણ સંયમનિર્વાહ માટે આવશ્યક હોય એટલું જ ગ્રહણ કરે છે. સંચય અથવા સન્નિધિ કરતા નથી.
મધુકર કોઈ એક વૃક્ષ અથવા ફૂલથી જ રસ ગ્રહણ કરતો નથી, પરંતુ વિવિધ વૃક્ષો અને ફુલોથી રસ ગ્રહણ કરે છે. તેવી જ રીતે શ્રમણ પણ કોઈ એક ગામ, ઘર અથવા વ્યક્તિ પર આશ્રિત ન હોય સામુદાયિક રૂપથી ભિક્ષા કરે છે.
ઉક્ત રીતિથી તીર્થકર દેવોએ સાધુઓ માટે આવો સુંદર માર્ગ બતાવ્યો છે કે એમના શરીરનો નિર્વાહ પણ થઈ જાય છે અને મોક્ષમાર્ગની આરાધના પણ થઈ જાય છે. કહેવાયું છે -
अहो ! जिणेहिं असावज्जा, वित्ती साहूण देसिया । मोक्ख साहण-हेउस्स, साहु देहस्स धारणा ॥
- દશવૈકા, અ.-૫, ઉ.-૧, ગા-૯૨ આ રીતે સર્વ સમ્પત્કરી ભિક્ષા દ્વારા સાધુને મોક્ષના સાધનના હેતુભૂત શરીરની ધારણા માટે આહારાદિની પ્રાપ્તિ કરવી પડે છે. સાધુ દેહની ધારણા પણ થઈ જાય અને તેના અહિંસા(૮૯૮) જે છે તે જ જિણધમો)