________________
અપરિગ્રહ વગેરે મહાવ્રત પણ બની રહે છે. આ દૃષ્ટિકોણથી વિતરાગ પરમાત્માને આહારાદિની ગવેષણા, ગ્રહણષણા અને પરિભૌગષણા માટે ઘણા પ્રકારના નિયમોપનિયમોનું વિધાન કર્યું છે. આહારાદિ કેવો લેવો, કેવી રીતે લેવો, ક્યાંથી લેવો, કેટલો લેવો, કયા સમયે લેવો, કયા પ્રકારે આપેલું લેવું, કયા પ્રકારનું આપેલું ન લેવું વગેરે વિષયમાં શાસ્ત્રકારે ખૂબ જ સ્પષ્ટ દિશા-નિર્દેશ કર્યા છે. એ વિવિધ નિયમોપનિયમોનું સાવધાનીથી પાલન કરવું મુનિ માટે અનિવાર્ય છે. આહારાદિની ગવેષણા (શોધ) પ્રાપ્તિ અને ભોજનના વિષયમાં ઉપયોગ-સાવધાની રાખવાને એષણા સમિતિ કહે છે.
એષણાના ત્રણ ભેદ છે - ગવેષણા, ગ્રહëષણા અને પરિભોષણા, ગૌ-ચર્યા માટે નીકળવા પર આહારના કધ્યાકણ્વના નિર્ણય માટે જે નિયમોનું પાલન કરવું અને જે દોષોથી બચવા સાધુ માટે આવશ્યક છે, તે ગવેષણા છે, આહારાદિને ગ્રહણ કરતા સમયે સાધુ જે-જે નિયમોનું પાલન કરે છે અને જે દોષોથી બચે છે, તેને - ગ્રહમૈષણા કહે છે. મળેલા આહારનો ઉપભોગ કરતા સાધુએ જે-જે નિયમોનું પાલન કરવું જોઈએ અને જે દોષોથી બચવું જોઈએ, તેને પરિભોગેષણા કહે છે. ઉક્ત રીતિથી એષણા સંબંધી નિયમોના પાલનમાં સાવધાની રાખવી એષણા સમિતિ છે. આચાર્ય હેમચંદ્ર કહ્યું છે -
द्विचत्वारिंशता भिक्षादोषैनित्यमदूषितम् । मुनिर्यदन्नमादत्ते सैषणासमितिर्मता ॥
- યોગશાસ્ત્ર પ્રથમ, , શ્લોક-૩૮ ૪૨ પ્રકારના ભિક્ષાચર્યાના દોષોને ટાળીને સાધુ આહારાદિ ગ્રહણ કરે છે, તે એષણા સમિતિ છે.
એષણા સમિતિના નિર્દોષ પાલન માટે આ આવશ્યક છે કે સાધુ આહારાદિના બધા નિયમોપનિયમોને સારી રીતે સમજે અને તેનું પાલન કરે. તેથી આહારાદિ દોષો સંબંધી જાણકારી અહીં આપવામાં આવે છે, જેનાથી બચવા શ્રમણ-શ્રમણીવર્ગ માટે આવશ્યક છે.
આહારાદિના ગ્રહણમાં લાગનાર ૪૨ દોષ છે અને ઉપભોગમાં પ દોષ લાગે છે. આ પ્રકાર મુખ્ય રૂપથી ૪૭ દોષોથી રહિત આહારાદિ જ સાધુ માટે ગ્રાહ્ય અને ઉપભોગ્ય છે. વિવિધ સૂત્રોમાં આહારાદિ ગ્રહણના અન્ય દોષો પણ કથન કર્યા છે. ભિક્ષાના ૧૧૦ દોષ :
ભિક્ષાના ૪૨ દોષોમાંથી ૧૬ ઉગમના દોષ, ૧૬ ઉત્પાદનના દોષ અને ૧૦ એષણાના દોષ બતાવ્યા છે. ભિક્ષા આપતા સમયે ગૃહસ્થ દ્વારા લાગનારા દોષોને ઉગમ દોષ કહે છે. સાધુના દ્વારા લાગતા દોષોને ઉત્પાદનના દોષો કહે છે. સાધુ તથા શ્રાવક બંને દ્વારા લાગતા દોષોને એષણા દોષ કહે છે. [ એષણા સમિતિ
છે.
(૮૯૯)