________________
(૧૦) ઉપમા સત્યઃ જ્યાં કોઈ પ્રસિદ્ધ પદાર્થની સદેશતાથી કોઈ પદાર્થના વિષયમાં કથન કરવામાં આવે તે ઉપમા સત્ય છે. જેમ કે તળાવને સમુદ્ર કહેવો, મુખને ચંદ્રમા કહેવું, કાળને પલ્યની ઉપમા આપવી.
ક્યાંક-ક્યાંક યોગ સત્યના સ્થાન પર સંભાવના સત્ય માનવામાં આવે છે. સાક્ષાત્ એવું થવું સંભવ ન હોવા છતાં શક્તિની અપેક્ષાથી જે કથન કરવામાં આવે તે સંભાવના સત્ય છે. જેમ કે ઇન્દ્રમાં જંબૂઢીપને ઉથલાવી દેવાની શક્તિ છે. આ વ્યક્તિ માથા વડે પર્વતને તોડી શકે છે વગેરે. સંભાવના સત્યના ઉદાહરણ છે. અસત્ય ભાષાના દસ પ્રકાર :
જે ભાષા મોક્ષમાર્ગની વિરોધિની હોય અને જે અયથાર્થ વસ્તુ સ્વરૂપને કહેનારી હોય, તે અસત્ય ભાષા છે. અસત્ય ભાષાના દસ ભેદ કહ્યા છે -
कोहे माणे माया लोभे पेज्जे तहेव दोसे य । हास-भय-अक्खाइय-उवग्याइय, णिस्सिया दसहा ॥
- દશવૈકા. હરિભદ્રીય વૃત્તિ (૧) ક્રોધના વશમાં બોલાયેલી ભાષા ક્રોધ નિમ્રતા છે. જેમ કોઈ કૂદ્ધ પિતા પોતાના પુત્રને કહે – “તું મારો પુત્ર નથી.” અથવા ક્રોધને વશીભૂત થઈને જે કંઈ બોલાય છે, આ બધું અસત્ય છે.
(૨) માનને વશીભૂત થઈને જે ભાષા બોલાય છે, તે માન નિવૃત અસત્ય ભાષા છે. જેમ કોઈ વ્યક્તિ સભૂત અથવા અસબૂત પોતાની બડાઈની ડિંગ હાંકે. માનના કારણ ગર્વોન્મત્ત થઈને બોલાયેલી વાણી અસત્ય વાણી છે. . (૩) માયાને વશીભૂત થઈને બીજાને ઠગવા માટે બોલાયેલ વચન માયા નિવૃત અસત્ય ભાષા છે.
(૪) લોભને વશીભૂત થઈ જૂઠા સોગંદ ખાઈને અથવા જૂઠો હિસાબ-કિતાબ અથવા જૂઠું માપ-તોલ કરીને ગ્રાહકની સામે સાચી-જૂઠી વાત કરવી લોભ નિકૃત અસત્ય ભાષા છે.
(૫) રાગને વશીભૂત થઈ બોલવું રાગ નિસૂતા અસત્ય ભાષા છે. જેમ કે અતિરાગી વ્યક્તિ કહે છે કે - “હું તમારો દાસ છું.”
(૬) દ્વેષને વશીભૂત થઈને બોલાયેલી ભાષા દ્વેષ નિસૃતા અસત્ય ભાષા છે. જેમ કે કોઈ ગુણવાનને ષવશ નિર્ગુણી કહેવું.
(૭) હાસ્યને વશીભૂત થઈને મનોરંજન વગેરે માટે અસત્ય ભાષણ કરવું હાસ્ય નિવૃત અસત્ય ભાષા છે. જેમ કે સચૌર્ય બુદ્ધિથી કોઈ મિત્રાદિની કોઈ વસ્તુ લઈને તેના પૂછવા પર હાસ્યબુદ્ધિથી કહેવું કે “નથી જોઈ.”
(૮) ભયને વશીભૂત થઈને અસત્ય બોલવું ભય નિવૃત અસત્ય ભાષા છે. જેમ કે રાજાદિ-અધિકારીઓના ભયથી ખોટું બયાન આપવું, અસમંજસમાં પડીને સાચું-જૂઠું કંઈ પણ બોલવું ભય નિવૃત અસત્ય ભાષા છે. [ અષ્ટ પ્રવચન માતાઓ છે.
જ છે. (૮૯૧)