________________
છે અને નહિ, પણ જેનાથી કર્મ પુદ્ગલોનો પ્રવાહ આવે તે જીવ-વધ કારક ભાષા સત્ય હોવા છતાં પણ અવ્યક્તવ્ય છે. અહિંસાત્મક વાણી ભાવ શુદ્ધિ અને સંયમ શુદ્ધિના નિમિત્ત હોય છે, તેથી નિગ્રંથ મુનિ ખૂબ જ વિચારીને બુદ્ધિથી વિમર્શ કરીને બોલવું જોઈએ. આચાર્યે શિષ્યને કહ્યું : “શિષ્ય ! તારી વાણી બુદ્ધિનું એવું અનુગમન કરે જેમ અંધ વ્યક્તિ તેને લઈ જનારનું અનુગમન કરે છે.” દ્રવ્યાદિથી ભાષા સમિતિ :
દ્રવ્ય ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષા ભાષા સમિતિનું સ્વરૂપ આ પ્રકારે હોય છે : દ્રવ્યથી - કર્કશ, કઠોર, છેદક, ભેદક, હિંસક, પીડાકારી, સાવઘ, મિશ્ર, ક્રોધયુક્ત, માનયુક્ત, માયાયુક્ત, લોભયુક્ત, રાગમય, દ્વેષમય, અપ્રતીતિ કારક અને વિકથાઓથી યુક્ત ભાષા ન બોલવી.
ક્ષેત્રથી માર્ગમાં ચાલતા વાર્તાલાપ ન કરે.
કાળથી પ્રહર રાત્રિ વીત્યા પછી બુલંદ અવાજમાં ન બોલવું, કારણ કે સંભવ છે કે કોઈની નિંદ્રાભંગ થઈ જાય અને તેને પીડા થાય અથવા તે સાવદ્ય કર્મમાં લાગી જાય. ભાવથી - દેશ-કાળને અનુરૂપ સત્ય, તથ્ય, હિતકારી, પ્રિયકારી અને પરિમિત વચન બોલવાં.
D
-
‘આચારાંગ સૂત્ર’ અને ‘દશવૈકાલિક સૂત્ર’માં ભાષા અને વાક્ય શુદ્ધિના વિષયમાં ખૂબ જ સૂક્ષ્મતાની સાથે વિસ્તારપૂર્વક વિવેચન કરવામાં આવ્યું છે. તેનો સંક્ષિપ્ત સાર નિમ્ન ગાથાઓમાં આવી જાય છે -
तहेव सावज्जणुमोयणी गिरा, ओहारिणी जा य परोवधाइणी । से कोह लोह भय हास माणवो, न हासमाणे वि गिरं वइज्जा ॥ सुवक्क-सुद्धिं समुपेहिया मुणी, गिरं च दुट्ठं परिवज्जए सया । मियं अट्ठ अणुवीइ भासए, सयाण मज्झे लहइ पसंसणं ॥ भासाइ दोसे य गुणे य जाणिया, तीसे य दुट्ठे परिवज्जए सया । छ- सु संजए सामाणिए सया जए, वइज्ज बुद्धे हियमाणुलोमियं ॥ परिक्खभासी सुसमाहि इंदिए चउक्कसायावगए अणिस्सिए । स निधुणे धुण्णमलं पुरेकडं, आराहए लोगमिणं तहा परं ॥ દશવૈકા. અ.-૭, ગા.-૫૪/૫૭
મુનિ સાવધને અનુમોદન કરનારી, અવધારિણી (સંદિગ્ધ અર્થ વિષયમાં અસંદિગ્ધ) પર ઉપઘાત કરનારી ભાષા, ક્રોધ, લોભ, ભય, માન અથવા હાસ્ય વશ ન બોલવું.
મુનિ વાક્ય શુદ્ધિને સારી રીતે સમજીને દોષયુક્ત વાણીનો પ્રયોગ ન કરે. મિત અને નિર્દોષ વાણી સમજી-વિચારને બોલનારા સાધુ સત્પુરુષોમાં પ્રશંસાને પ્રાપ્ત કરે છે.
અષ્ટ પ્રવચન માતાઓ
૮૯૫