________________
ભાષાના ચાર પ્રકાર: જૈન સિદ્ધાંતમાં ભાષા ચાર રીતે બતાવી છે:
યથા - (૧) સત્યભાષા, (૨) અસત્ય ભાષા, (૩) મિશ્ર ભાષા (સત્યામૃષા) અને (૪) વ્યવહાર ભાષા (અસત્યામૃષા). આ ભાષાઓનું સ્વરૂપ આ પ્રકાર બતાવ્યું છે - (૧) સત્યભાષા : ચાર પ્રકારની ભાષાઓનાં લક્ષણ આ પ્રકાર બતાવ્યાં છે -
सच्चा हिया सयामिह संतो मुण-ओ गुणा पयत्था वा । तव्विवरीया मोसा, मीसा जा तदुभय सहावा ॥ अणहिगया जा तीसु वि, सद्दो-च्चिय केवलो असच्चमुसा ।
एया सभेय लक्खणं-सोदाहरणा जहा सुत्ते ॥ “જો હિતાસત્યા' - જે સંતોને માટે, મુનિઓને માટે હિતકારી હોય, ઈહલોકપરલોકની આરાધના મૂલક હોવાથી મુક્તિ પ્રદાયિકા હો તે સત્ય ભાષા છે. અર્થાત્ સત્નો અર્થ મૂલોત્તર ગુણ અને જીવાદિ પદાર્થ પણ થાય છે. તેની અપેક્ષાથી મૂલોત્તર ગુણો અને જીવાદિ પદાર્થો માટે જે હિતકારી હોય અર્થાત્ તેના અવિપરીત યથાવસ્થિત સ્વરૂપનું પ્રરૂપણ કરતી ભાષા સત્ય ભાષા છે. આનાથી વિપરીત સ્વરૂપવાળી અર્થાત્ વિરાધિની અને અયથાર્થ સ્વરૂપનું પ્રરૂપણ કરનારી ભાષા મૃષા ભાષા (અસત્ય ભાષા) છે. જે આરાધિનીવિરાધીની હોય, કિંચિત્ યથાર્થ કિંચિત્ અયથાર્થ પ્રરૂપણ કરનારી હોય, તે મિશ્ર ભાષા છે. જે આ ત્રણ પ્રકારની ભાષાઓમાં સમાવિષ્ટ ન થાય અને આમંત્રણી-આજ્ઞાપનાદિ વિષયવાળી કેવળ વ્યાવહારિક શબ્દાત્મક હોઈ આ વ્યવહાર ભાષા છે.
ઉક્ત ચાર પ્રકારની ભાષાઓમાંથી સત્ય ભાષા આરાધિની છે, અસત્ય ભાષા વિરાધિની છે, મિશ્ર ભાષા આરાધિની-વિરાધિની છે અને વ્યવહાર ભાષા ન આરાધિની છે ન વિરાધિની છે. દસ પ્રકારનાં સત્યઃ “સ્થાનાંગ સૂત્ર'ના દસમા સ્થાનમાં સત્યના દસ ભેદ બતાવ્યા છે -
जणवय सम्मय ठवणा, नामे रूवे पडुच्च सच्चे य ।
ववहार भाव जोगे, दसमे ओवम्म सच्चे य ॥ (૧) જનપદ સત્ય (૨) સંમત સત્ય (૩) સ્થાપના સત્ય (૪) નામ (૫) રૂપ (૬) પ્રતીત્ય (૭) વ્યવહાર (૮) ભાવ (૯) યોગ (૧૦) પગે સત્ય - આ દસ પ્રકારનાં સત્ય છે.
(૧) જનપદ સત્ય : જે દેશમાં જે શબ્દ જે અર્થમાં રૂઢ થાય છે, એ અર્થમાં એ શબ્દના એ દેશમાં પ્રયોગ કરવામાં જનપદ સત્ય કહેવાય છે. જેમ દક્ષિણ દેશમાં ચોખાને સોર કહે છે તો ચાવલના અર્થમાં સોર શબ્દ પ્રયોગ કરવો જ પદ સત્ય છે. કોંકણમાં પાણીના અર્થમાં “પય”નો પ્રયોગ કરવામાં આવે છે, જ્યારે અન્યત્ર પયથી દૂધ અર્થ લેવામાં આવે છે. કોંકણમાં પાણીનો અર્થમાં પેય શબ્દનો પ્રયોગ જનપદ સત્ય છે. [ અષ્ટ પ્રવચન માતાઓ જ છે
૮૮૯)