________________
सावज्जाणवज्जाणं वयणाणं जो न याणइ विसेसं । वोत्तुं पि तस्स ण खमं किमंग पुण देसणं काउं ॥
- દશવૈકા. હારિભદ્રીય ટીકા વાણીનો પ્રયોગ એક વિશિષ્ટ ધર્મ કલા છે. અને આચારનું પ્રમુખ અંગ છે. તેથી અહિંસક સાધકે બોલવાના પહેલા અને બોલતા સમયે કઈ કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ, શું બોલવું જોઈએ, શું ન બોલવું જોઈએ, કેટલું બોલવું જોઈએ, કેવી રીતે બોલવું જોઈએ વગેરે વાતોનું નિરૂપણ અને નિર્દેશ શાસ્ત્રકારે ભાષા સમિતિના અંતર્ગત કર્યો છે. આ નિર્દેશોના અનુસાર ભાષાનો પ્રયોગ કરનાર મુનિ ભાષાથી સમિત થઈને સમ્યક ચારિત્રનું યથાવતું પાલન કરે છે. ભાષાસમિતિની પરિભાષા આચાર્ય હેમચંદ્ર ભાષા સમિતિના લક્ષણ બતાવતા કહ્યું છે -
अवद्यत्यागतः सर्वजनीनं मितभाषणम् । प्रिया वार्चयमानां सा भाषा- समितिरुच्यते ॥
- યોગશાસ્ત્ર પ્રથમ પ્રકાશ, શ્લોક-૩૭. સાવદ્ય વચનોનો ત્યાગ કરતા સર્વજન હિતકારી અને પરિમિત વચનોને બોલવું ભાષા સમિતિ છે. વાણીનો સંયમ રાખનાર મુનિઓ માટે આવી જ ભાષા ઇષ્ટ હોય છે અને વધુ પણ કહ્યું છે :
महुरं निउणं थोवं कज्जावडियं अगाव्विय-मतुच्छं ।
पुट्वि भइसंकलियं भणंति जं धम्म संजुत्तं ॥ જે વચન મધુર હોય, નિપુણ અર્થાતુ હિતકારી હોય, પરિમિત હોય, પ્રયોજન હોય તો જ બોલ્યા હોય, જે ગર્વ રહિત હોય, તુચ્છ ન હોય, બુદ્ધિથી વિચાર કરી બોલી ગયા હોય અને જે ધર્મમય હોય આવાં વચનો બોલવા ભાષા સમિતિ છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં ભાષા સમિતિમાં કહેવાયું છે -
कोहे माणे य मायाए लोभे य उवउत्तया । हासे भए मोहरिए, विकहासु तहेव य ॥ एयाइं अट्ठ ठाणाइं परिवज्जित्तु संजए असावज्जं मियं काले भासं भासिज्ज पण्णवं ॥
- ઉત્તરા, અ.- ૨૪ ગા.-૯/૧૦ ક્રોધ, માન, માયા, લોભ, હાસ્ય, ભય, મૌખર્ય અને વિકથા - આ આઠ સ્થાનોને છોડીને બુદ્ધિમાન સાધુ ઉચિત અવસર પર અનવદ્ય (પાપરહિત) અને મિત ભાષાનો પ્રયોગ કરે. આ ભાષા સમિતિ છે. નવાંગી ટીકાકાર શ્રી અભયસૂરિએ “સ્થાનાંગ ટીકા'માં કહ્યું છે -
"भाषासमिति म हितमितासंदिग्धार्थभाषणम" અર્થાતું આવશ્યકતા થવાથી સ્વ-પર માટે હિતકારી પરિમિત (થોડા રૂપમાં ઘણી અર્થ સાધક) અને અસંદિગ્ધ (સ્પષ્ટ) અર્થને બતાવનારી ભાષા સમિતિ છે. [૯૮૮) જે જ
છે જિણધો]