________________
કાળ શુદ્ધિઃ સામાન્ય રીતે મુનિએ દિવસના સમયે જ ચાલવું જોઈએ, રાત્રિમાં નહિ. રાત્રિમાં ચાલવાથી સૂક્ષ્મ, ત્રસ અને સ્થાવર જીવોની તથા રાત્રિમાં વરસનાર સૂક્ષ્મ અપકાયની રક્ષા થઈ શકતી નથી. તેથી સાધુ સૂર્યાસ્તથી પહેલાં પહેલાં જ અવસર અનુસાર મકાન અથવા વૃક્ષાદિ જે પણ આશ્રય મળી જાય, ત્યાં જ રહી જવું. રાત્રિમાં લઘુશંકા વગેરેની નિવૃત્તિ માટે ગમનાગમનનો પ્રસંગ આવે તો વસ્ત્રથી શરીરને આચ્છાદિત કરીને, રજોહરણથી ભૂમિનું પ્રમાર્જન કરતા, દિવસમાં જોયેલા સ્થાનમાં નિવૃત્તિ કરીને તત્કાળ સ્વસ્થાન પર આવી જવું. આ પ્રકારે કાળની શુદ્ધિનું ધ્યાન રાખવાથી ઈર્ષા સમિતિનું બરાબર પાલન થાય છે.
યતના શુદ્ધિ : ઉપયોગપૂર્વક ચાલવું યતના શુદ્ધિ છે. યતનાના ચાર ભેદ છે - દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ :
(૧) દ્રવ્યથી ? ચક્ષુ દ્વારા માર્ગનું શોધન કરતા નીચી દૃષ્ટિ રાખીને ચાલવું. (૨) ક્ષેત્રથી : દેહ પ્રમાણ (યુગ પ્રમાણ) ભૂમિ જોતાં ચાલવું. (૩) કાળથી રાત્રિમાં પ્રમાર્જન કરતા અને દિવસમાં સારી રીતે દેખતા ચાલવું. (૪) ભાવથીઃ માર્ગમાં ચાલતા સમયે અન્ય કાર્યોથી અથવા અન્ય વિચારોથી મનને
હટાવીને ચાલવામાં જ ધ્યાનને લગાવવું યતના શુદ્ધિ છે. અન્ય કાર્યોમાં મનના વ્યસ્ત રહેવાથી સમ્યગુ-યતના થઈ શકતી નથી. માર્ગમાં ચાલતા સમયે આ દસ કાર્ય કરવું જોઈએ નહિ :
(૧) શબ્દ : વાર્તાલાપ ન કરવો, રાગ-રાગિણી ન સંભળાવે, ન સાંભળે. (૨) રૂપ ઃ રમણીય વસ્તુઓ, ખેલ, તમાશો, શૃંગાર વગેરે ન જુએ. (૩) ગંધ : સુગંધિત વસ્તુઓને ન સૂવે. (૪) રસ ? રસોનું આસ્વાદન ન કરે. (૫) સ્પર્શ : શીત, ઉષ્ણ અથવા મૃદુ કર્કશ વગેરે સ્પશોમાં ચિત્ત ન લગાવે. (૬) વાચન : પઠન ન કરે. (૭) પૃચ્છા : પૃચ્છા પ્રશ્ન ન કરે. (૮) પરિવર્તના ? વાંચેલાની આવૃત્તિ ન કરે. (૯) અનુપ્રેક્ષા : ચિંતન ન કરે. (૧૦) ધર્મકથા : ઉપદેશ ન આપે.
માર્ગમાં ચાલતા સમયે માત્ર ચાલવામાં જ ઉપયોગ રાખવો જોઈએ. ઉપયોગપૂર્વક ચાલતા મુનિ કર્મનું બંધ કરતા નથી. આગમમાં કહ્યું છે - (૮૮૬)
જ જિણધો]