________________
નવાંગી ટીકાકાર શ્રી અભયદેવ સૂરિએ સમિતિની વ્યુત્પત્તિ આ પ્રકાર બતાવી છે - “સ- માવેન તિઃ- પ્રવૃત્તિ સમિતિઃ શોર્નવપરિપ/ચ ત્યર્થ: ''
- સ્થાનાંગ ૫-૩ની ટીકા અર્થાત્ એકનિષ્ઠાની સાથે કરવામાં આવતી શુભ પ્રવૃત્તિઓને સમિતિ કહે છે. સમ્યક પ્રવૃત્તિઓને સમિતિ કહે છે અને પ્રવૃત્તિની નિવૃત્તિને ગુપ્તિ કહે છે. આ જ આ બંનેનો ભેદ છે.
સમિતિના ભેદ : મુમુક્ષુ સાધકના જીવમાં જે-જે પ્રવૃત્તિઓ અપરિહાર્ય અને આવશ્યક છે, તેને દૃષ્ટિગત રાખતા શાસ્ત્રકારોએ તેનું વર્ગીકરણ કર્યું છે, જે સમિતિના ભેદના રૂપમાં પ્રસિદ્ધ છે. સમિતિના પાંચ ભેદ છે - ૧. ઈર્ષા સમિતિ, ૨. ભાષા સમિતિ, ૩. એષણા સમિતિ, ૪. આદાન ભંડમાત્ર નિક્ષેપ સમિતિ અને ૫. ઉચ્ચાર પ્રસ્ત્રવણખેલજલ્દસિંઘાણ પરિસ્થાપનિકા (ઉત્સર્ગ) સમિતિ. ૧. ઈર્ચા સમિતિઃ | મુનિ જીવનમાં પણ ગમનાગમનની પ્રવૃત્તિ અપરિહાર્ય છે, તેથી સર્વપ્રથમ શાસ્ત્રકાર એ નિર્દેશ કરે છે કે મુમુક્ષુએ કઈ રીતે ચાલવું જોઈએ અને કઈ રીતે ચાલતા મુનિ પ્રવૃત્તિ કરવા છતાં પાપના ભાગી બનતા નથી? ગતિ સંબંધી સાવધાની, જાગરુકતા, શાસ્ત્રોક્ત નિયમોપનિયમોના પાલનની તત્પરતા અને યતનાપૂર્વક ઉપયોગમય પ્રવૃત્તિને ઈર્ષા સમિતિ કહે છે. શાસ્ત્રકારોએ મુનિની ગમન-પ્રવૃત્તિને અહિંસક બનાવવા માટે ઈર્ષા સમિતિથી સંબંધિત વિવિધ નિયમોનો નિર્દેશ કર્યો છે. એનો અહીં સંક્ષિપ્ત ઉલ્લેખ કરવો ઉપયોગી થશે.
ત્ર-સ્થાવર જીવોને અભયદાન આપવામાં દીક્ષિત મુનિ આવશ્યક પ્રયોજન હોવાથી જીવોની રક્ષાના માટે તથા સ્વ શરીર-રક્ષાર્થ* યુગમાત્ર (સાડા ત્રણ અથવા ચાર હાથ પ્રમાણ) જમીન આગળ જોતાં ઉપયોગપૂર્વક ચાલવું. જો ચાલતા સમયે દૃષ્ટિને ખૂબ દૂર નાંખવામાં આવે તો સૂક્ષ્મ શરીરવાળા જીવ જોઈ શકાતા નથી અને એને અત્યંત નિકટ રાખવામાં આવે તો અચાનક પગના નીચે આવનારા જીવોને ટાળી શકાતા નથી. તેથી શરીર પ્રમાણ ક્ષેત્ર જોઈને ચાલવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ઈર્ષા સમિતિની શુદ્ધિના માટે શાસ્ત્રકારે ચાર પ્રકારની શુદ્ધિઓનું નિરૂપણ કર્યું છે જેમ કે -
आलंबणेण कालेण, मग्गेण, जयणाइ य । चउकारण परिसुद्धं, संजए इरियं रिए ॥
- ઉત્તરા, અ.-૨૪, ગા.-૪ આલંબન શુદ્ધિ, કાળ શુદ્ધિ, માર્ગ શુદ્ધિ અને યતના શુદ્ધિ આ ચાર શુદ્ધિઓનું ધ્યાન રાખીને મુનિએ ચાલવું જોઈએ.
* યુગનો અર્થ ચાર હાથ પ્રમાણ છે, આવો ઉત્તરાધ્યયનના ટીકાકાર શાન્તાચાર્યનો મત છે. જિનદાસ મહત્તરે યુગ'નો અર્થ શરીર કર્યો છે. યુગનો લૌકિક અર્થ ગાડીનો જુગાર (જુઆ) છે જે લગભગ સાડા ત્રણ હાથનો હોય છે. મનુષ્યનું શરીર પણ પોતાના હાથથી સાડા ત્રણ હાથનું હોય છે. (૮૪) છે
જિણધર્મો