________________
આલંબન શુદ્ધિ: મુનિએ નિષ્કારણ ગમનાગમન કરવું જોઈએ નહિ. તેમના ગમનનું કોઈ પ્રયોજન અવશ્ય હોવું જોઈએ. સૂત્રકારે મુનિના ગમનાગમનનું આલંબન (પ્રયોજન) જ્ઞાન, દર્શન અને ચારિત્ર બતાવ્યું છે. જ્ઞાનની વૃદ્ધિ માટે અન્ય સ્થાનમાં રહેલ ગીતાર્થોની પાસે જવું, સ્વાધ્યાય વગેરે માટે એકાંત શાંત સ્થાન પર જવું, વાચના લેવી અને દેવા હેતુ ગમનાગમન કરવું વગેરે જ્ઞાનાલંબન છે. દર્શનની વૃદ્ધિ અથવા સુરક્ષા-હેતુ ગમનાગમન કરવું, સમ્યકત્વની પુષ્ટિ-હેતુ પરમાર્થ સંસ્તવ નિમિત્ત અથવા કુદર્શન વિવર્જન માટે ગમનાગમન કરવું દર્શનાવલંબન છે. ચારિત્ર-પાલનના માટે ગમનાગમન કરવું ચારિત્રાલંબન છે. એક સ્થાન પર રહેવાથી મોહની વૃદ્ધિ થઈ શકે છે. ક્ષેત્ર-વિશેષની સાથે લગાવ થઈ જાય છે, તેથી તેના નિવારણાર્થ ગમનાગમન કરવામાં આવે છે. આહારાદિની પ્રાપ્તિ હેતુ ગમનાગમન આવશ્યક હોય છે. શારીરિક બાધાઓની નિવૃત્તિ (મળ-મૂત્ર ત્યાગવાના) હેતુ ગમનાગમન આવશ્યક હોય છે. આ બધું ચારિત્રલંબન છે. આ પ્રકાર જ્ઞાન-દર્શન અને ચારિત્રના આલંબનને લઈને જ મુનિએ આવશ્યક ગમનાગમન કરવું જોઈએ. નિરર્થક ગમનાગમન મુનિના માટે વર્જનીય છે. આ આલંબન શુદ્ધિ છે.
માર્ગ શુદ્ધિ : ગતિ માર્ગમાં હોય છે, તેથી મુનિએ એ સાવધાની રાખવી જોઈએ કે કોણ કેવા માર્ગ પર ચાલે અને કેવા માર્ગ પર ન ચાલે. આ વાતની સાવધાની રાખવી માર્ગ શુદ્ધિ છે. જે માર્ગ લોકો દ્વારા અતિવાહિત હોય અર્થાત્ જે માર્ગ પર ઘણા બધા લોકો અથવા વાહનો પહેલા જઈ ચૂક્યા હો તે સુમાર્ગ પર ચાલવું જોઈએ, ઉન્માર્ગથી ગમન કરવું ન જોઈએ. ઉન્માર્ગમાં ગમન કરવાથી ષડજીવ નિકાયની વિરાધનાની સાથે આત્મ-વિરાધનાની સંભાવના રહે છે. જે માર્ગમાં ખાડા હોય, જે ઉબડ-ખાબડ હોય, જેમાં દૂઠા જેવું જડ હોય, જેમાં કીચડ અને કાદવ વગેરે હોય, જેને પાર કરવા માટે કાર્ડ અથવા પથ્થરની અસ્થાયી વ્યવસ્થા હોય એવા માર્ગથી ન જવું જોઈએ. કારણ કે તે સ્વ-પર વિરાધનાનું કારણ છે. જો અન્ય સુરક્ષિત માર્ગ હોય તો તેનાથી જવું, જો અન્ય માર્ગ ન હોય તો ખૂબ જ સાવધાનીની સાથે આવાં વિષમ સ્થાનોથી-વિષમ માર્ગથી ગમનાગમન કરવું જોઈએ. સાથે જ એ ગમનાગમનનો માર્ગ સૂર્યનાં કિરણોથી આલોકિત હોવું જોઈએ. કારણ કે સુપથ પર પણ જો રાત્રિમાં વિચરણ કરવામાં આવશે તો સમ્પાતિમ જીવોની વિરાધના થશે, તેથી રાત્રિમાં વિચરણ ન કરવું જોઈએ. જો શારીરિક ચિંતા નિવૃત્યર્થ રાત્રિમાં ચાલવાનું કામ પડે તો પ્રમાર્જન કરીને જ ચાલવું જોઈએ. આ રીતે માર્ગમાં જો બીજ અથવા અન્ય કોઈ પ્રકારની વનસ્પતિ હોય, સચિત્ત માટી હોય અથવા સચિત્ત જળ હોય તો હીન્દ્રિયાદિ પ્રાણી હોય તો તેને વર્જન કરતા ગમન કરે. આગમમાં કહ્યું છે -
पुरओ जुगमायाए पेहमाणो महिं चरे । वज्जंतो बीय हरियाई, पाणे य दग मट्ठियं ॥
ओवायं विसमं खाणुं विज्जलं परिवज्जए । संकमेण न गच्छेज्जा विज्जमाणे परक्कमे ॥
- દશવૈકા. અ.-૫, ઉદ્દે-૧. ગા.-૩/૪ આ પ્રકાર માર્ગ શુદ્ધિનું ધ્યાન રાખીને ચાલીને ઈર્ષા સમિતિનું સમ્યફ પાલન થાય છે. [ અષ્ટ પ્રવચન માતાઓ
જ જ
૮૮૫)