________________
उच्चालियम्भि पाए इरियासमियस्स संकमट्ठाए । बावज्जेज्ज कुलिंगी मरिज्ज तं योगभासज्ज ॥ न य तस्स तन्निमित्तो बंधो सुहुमो वि देसिओ समये ।
अणवज्जो उवओगेण सव्वभावेण सो जम्हा ॥ અર્થાત્ ઃ ઈર્ષા સમિતિથી સમિતિ અને ઉપયોગપૂર્વક ચાલનાર મુનિના પગ ઉઠાવીને ચાલતા સમય જો તેના નિમિત્તથી કોઈ પ્રાણી દબાઈને મરી જાય તો પણ તે સાધુને તે નિમિત્ત થોડું પણ કર્મ બંધ થતું નથી. કારણ કે તે તો પૂર્ણ ઉપયોગ રાખતા નિર્દોષ રીતિથી ગમન કરતા હતા. શુદ્ધ ઉપયોગપૂર્વક ગતિ કરતા સાધુને કર્મબંધ થતુ નથી. આ વિષયને અધિક સ્પષ્ટ કરતા કહ્યું છે -
जिअदु वा मरदु वा जीवो अजदाचारस्स निच्छओ हिंसा ।
पयदस्स णत्थि बंधो हिंसाद्रित्तेण समिदस्स ॥ જે અયતનાપૂર્વક પ્રવૃત્તિ કરે છે તેનાથી જીવ મરે અથવા ન મરે, તેને અવશ્ય જ હિંસા લાગે છે. જે ઇર્ષા સમિતિથી સમિત છે અને યતનાશીલ છે - ઉપયોગથી પ્રવૃત્તિ કરી રહ્યા છે તેને જીવ-વધ હોવા છતાં પણ બંધ થતું નથી.
ઉક્ત સિદ્ધાંત પાઠોથી યતનાના ઉપયોગનું મહત્ત્વ સારી રીતે જ્ઞાત થઈ જાય છે. તેથી અહિંસાના આરાધક મુનિએ ઇર્ષા સમિતિની ચારે શુદ્ધિઓનું પાલન કરતા ગમનાગમનમાં સંપત અને નિયમિત પ્રવૃત્તિ કરવું જોઈએ. ઇર્ષા સમિતિના યથાસૂત્ર યથાકલ્પ પાલન કરનારા મુનિ કાય-ગુપ્તિથી અને જિનાજ્ઞાના આરાધક હોય છે. ૨. ભાષા સમિતિઃ | મુનિજીવનમાં ગતિની અતિરિક્ત બીજી અપરિહાર્ય ક્રિયા ભાષા છે. મૌન રહેવું ગુપ્તિ છે અને વિવેકપૂર્વક સત્ય, હિતમિત અને અસંદિગ્ધ ભાષણ કરવું સમિતિ છે. મુનિનું કામ સર્વથા મૌનથી ચાલતું નથી. તેણે વિવિધ કારણો અને વિવિધ પ્રસંગો પર બોલવું પડે છે. સૂત્રની વાચના દેતા, તેની વ્યાખ્યા કરતા, શંકાઓ વ્યક્ત કરી તેનું સમાધાન મેળવવા માટે, પૂછેલા પ્રશ્નોના સમાધાન કરવા માટે, ઉપદેશ આપવા માટે, માર્ગ પૂછવા માટે, કપ્યઅકથ્યનો નિર્ણય કરવા માટે અને અન્ય અનેક કારણોથી મુનિએ ભાષાનું અવલંબન લેવું પડે છે. આવી સ્થિતિમાં સહજ જ પ્રશ્ન થાય છે કે જ્યારે બોલવું જરૂરી હોય તો મુનિએ કેવી રીતે બોલવું જોઈએ? શું બોલવું જોઈએ અને શું ન બોલવું જોઈએ? આ પ્રશ્નનો ઉત્તર સૂત્રકારે ભાષા સમિતિ અને વાક્ય શુદ્ધિનું નિરૂપણ કરીને આપ્યો છે.
વચન ગુપ્તિનો લાભ એકલા સાધકને મળે છે, ભાષા સમિતિનો લાભ વક્તા અને શ્રોતા બંનેને મળે છે. વાણીનો એ જ પ્રયોગ સમિતિ છે, જે સાવદ્ય અને નિરવદ્યના વિવેકથી યુક્ત હોય. જેને સાવદ્ય-અનવદ્યનો વિવેક ન હોય, એણે બોલવું પણ ઉચિત નથી તો ઉપદેશ આપવાની વાત તો દૂર છે. કહેવાયું છે - [ અષ્ટ પ્રવચન માતાઓ જ છે
જ૮૮૦)