________________
અર્થાત્ દૈવ-મનુષ્ય તિર્યંચકૃત ઉપસર્ગના પ્રસંગ પર અથવા ક્ષુધાદિ પરિષહોના આવવાથી અથવા ઉપસર્ગ પરિષહના અભાવમાં પણ મુનિ પોતાના શરીરનું મમત્વ છોડે છે - કાયોત્સર્ગ કરે છે. એ સ્થિતિમાં તથા યોગોના નિરોધના કારણે જ નિશ્ચલતા થાય છે. અર્થાત્ અયોગી અવસ્થામાં શરીર ચેષ્ટાનું સર્વથા પરિહાર થઈ જાય છે. તે ચેષ્ટા નિવૃત્તિ રૂપ પહેલી કાય ગુપ્તિ છે.
સૂતાં, બેસતાં, વસ્તુઓને રાખવાથી કે લેવાથી અથવા ગમનાગમનમાં મુનિ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર, સ્વચ્છંદાચારને છોડતા, ઉપયોગપૂર્વક અને યતનાપૂર્વક કાયિક ક્રિયાઓ કરતા પણ કાય ગુપ્ત છે. આ ચેષ્ટા નિયમ રૂપ બીજી કાય ગુપ્તિ છે.
કાય ગુપ્તિની આ બીજી વ્યાખ્યા અનુસાર મુનિ આગમોક્ત વિધિથી યતત્તાપૂર્વક શારીરિક ક્રિયાઓ કરતા પણ કાય ગુપ્ત થઈ શકે છે.
આ પ્રકારે મન-વચન અને કાયાની સમસ્ત અશુભ પ્રવૃત્તિઓને રોકવી, ગુપ્તિનું સંક્ષિપ્ત સ્વરૂપ છે.
જેના મન, વચન, કાયાનો વ્યાપાર રોકાઈ ગયો છે, તે જ પરમાર્થથી ત્રણ ગુપ્તિઓથી ગુપ્ત છે. તેના લેશ માત્ર પણ નવીન કર્મનો આસ્રવ થતો નથી, અને પહેલા બાંધેલું કર્મ પોતાનું ફળ આપ્યા વગર સ્વયં છૂટી જાય છે.
ગુપ્તિ રૂપી નાયિકાને પ્રસન્ન કરવાનો અવસર જેને પ્રાપ્ત થતો નથી, પરંતુ જે તેને પ્રસન્ન કરવા ઇચ્છે છે, તેને ગુપ્તિની સખીઓ-સમિતિઓનો સહારો લેવો જોઈએ. સમિતિ રૂપી સખીઓના સહારે મુનિ ગુપ્તિ રૂપી નાયિકાને પ્રસન્ન કરી શકે છે. સખીઓ સહજ જ નાયિકાને મળી શકે છે. સમિતિઓમાં ગુપ્તિઓ હોય છે, પરંતુ ગુપ્તિમાં સમિતિઓ હોઈ પણ શકે અને ન પણ હોય.
કર્મોના આવવાના દ્વારને બંધ કરવામાં લીન સાધુની ત્રણ ગુપ્તિઓ કહી છે અને શારીરિક ક્રિયા યુક્ત મુનિને માટે પાંચ સમિતિઓ કહી છે.
પાંચ સમિતિઓ
મુનિ પુંગવોએ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિને સમ્યક્ ચારિત્ર કહ્યું છે. સમ્યક્ ચારિત્રની આરાધના માટે મુનિએ ગુપ્તિ અને સમિતિનું પાલન કરવાનું હોય છે. એમાં યદ્યપિ ગુપ્તિનું મહત્ત્વ અધિક છે. તે ઉપરાંત તે ચૌદમા ગુણસ્થાનમાં થનારી અયોગી અવસ્થામાં જ પરિપૂર્ણ રૂપથી પાલનીય હોવાથી દુરાચીર્ણ છે, અર્થાત્ અયોગી અવસ્થાની પહેલાં તેનું સંપૂર્ણ આરાધન સંભવ નથી. તેથી મુનિજનોને માટે સમિતિઓ પાલન જ મુખ્યત્વે મોક્ષમાર્ગને પ્રશસ્ત બનાવનાર હોય છે. સમિતિઓથી સમિત સાધક ગુપ્તિવત જ છે.
સમિતિની પરિભાષા :
‘સં-સમ્યજ પ્રશસ્તા અત્યંત્ પ્રવચનાનુસારેખ કૃતિ: ચેષ્ટા સમિતિ: ।''
યોગશાસ્ત્ર અર્હન્ત પરમાત્મા દ્વારા પ્રતિપાદિત પ્રવચન અનુસાર શુભ પ્રશસ્ત પ્રવૃત્તિને સમિતિ કહે છે. અષ્ટ પ્રવચન માતાઓ
૮૮૩