________________
ગુપ્તિ છે. ભાષા સમિતિમાં સમ્યગ્ ભાષણનો જ સમાવેશ છે. આને વિશેષ સ્પષ્ટ કરતા કહેવાયું છે કે -
समिओ नियमा गुत्तो, गुत्तो समियत्तणम्मि भयणिज्जो । कुसलवयमुईरंतो जं वइगुत्तो व समिओ वि ॥
અર્થાત્ જે સમિતિથી સમિત હોય છે તે નિયમથી ગુપ્તિથી ગુપ્ત પણ હોય છે. પરંતુ જે ગુપ્તિથી ગુપ્ત હોય છે તે સમિતિવાળા હોઈ પણ શકે છે અને ન હોય પણ શકે. જેમ કે સમ્યગ્ ભાષણ કરનાર વચન ગુપ્તિથી ગુપ્ત પણ કહેવાય છે અને ભાષા સમિતિથી સમિત પણ.
આ અભિપ્રાયને લઈને આચાર્ય હેમચંદ્રે ‘યોગશાસ્ત્ર’માં મનો ગુપ્તિના ત્રણ પ્રકાર બતાવતાં કહ્યું છે -
विमुक्तकल्पनाजालं समत्वे सुप्रतिष्ठितम् । आत्मारामं मनस्तज्ज्ञै - मनोगुप्तिरुदाहृता ॥
• યોગશાસ્ત્ર, પ્રથમ પ્રકાશ, શ્લોક-૪૧ આર્તધ્યાન અને રૌદ્રધ્યાન રૂપ અશુભ કલ્પના જાળથી મન હટાવવું પ્રથમ મનો ગુપ્તિ છે. શાસ્ત્રાધ્યયન (સ્વાધ્યાય) વગેરે પરલોક સાધિકા અને ધર્મધ્યાન સંબંધી ક્રિયાઓમાં મધ્યસ્થ ભાવપૂર્વક મનને લગાવવું દ્વિતીય મનો ગુપ્તિ છે.
અયોગી અવસ્થામાં શુભ અથવા અશુભ બધા પ્રકારના મનોયોગને રોકી લેવા અને આત્મામાં જ રમણ કરવું, આ તૃતીય મનો ગુપ્તિ છે.
ઉક્ત ત્રણ પ્રકારની મનો ગુપ્તિઓમાં પ્રથમ અને તૃતીય નિવૃત્તિ રૂપ છે, જ્યારે બીજા પ્રકારની મનો ગુપ્તિ પ્રવૃત્તિ રૂપ છે.
આવું હોવા છતાં પણ સામાન્ય રૂપથી શુભ ચારિત્રમાં પ્રવૃત્તિને સમિતિ અને અશુભથી નિવૃત્તિને ગુપ્તિ કહે છે. જેમ કે ‘ઉત્તરાધ્યયન’માં કહ્યું છે -
एयाओ पंच समिईओ, चरणस्स य पवत्तणे । गुत्ती नियत्तणे वुत्ता, असुभत्थेसु सव्वसो ॥
ઉત્તરા., અ.-૧૪, ગા.-૨૬ ચારિત્રમાં પ્રવૃત્તિ રૂપ સમિતિઓ છે અને અશુભથી નિવૃત્તિ રૂપ ગુપ્તિઓ કહેવાય છે. વાયુવેગથી અહીં-તહીં સ્વચ્છંદ થઈને દોડવાવાળા ઉદ્દામ અશ્વને લગામ દ્વારા વશમાં કરવાથી જેમ તે ઉન્માર્ગમાં જતો નથી અને સાચા રસ્તે ચાલતો રહે છે. તેવી રીતે મન રૂપી આ ઉદ્દામ અશ્વ અહીં-તહીં આર્ત-રૌદ્ર ધ્યાનમાં ન દોડે અને ધર્મધ્યાનમાં પ્રવૃત્ત રહે, તેની માટે ગુપ્તિની લગામ તેને લગાવવી જોઈએ. ગુપ્તિની લગામથી વશમાં થયેલ, મનરૂપી અશ્વ પણ ઉન્માર્ગમાં જતો નથી અને સન્માર્ગમાં ચાલતો રહે છે. તેથી મહાવ્રતધારીઓએ પોતાના મન પર વિજય મેળવવા માટે ગુપ્તિરૂપી દઢ લગામનું અવલંબન લેવું જોઈએ.
અષ્ટ પ્રવચન માતાઓ
dana on ૮૧
-