________________
ગતિના ત્રણ ભેદ
યોગ નિગ્રહને ગુપ્તિ કહેવાય છે, તેથી યોગોની ત્રિવિધતાના કારણે ગુપ્તિના ત્રણ ભેદ કહેવામાં આવ્યા છે ?
(૧) મનો ગુપ્તિ (૨) વચન ગુપ્તિ (૩) કાય ગુપ્તિ. (૧) મનો ગુપ્તિ મનની રાગાદિ અશુભ ભાવોથી નિવૃત્તિને મન ગુપ્તિ કહે છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં કહેવાયું છે -
संरंभ-समारंभे आरंभे य तहेव य । मणं पवत्तम्माणं तु णियत्तेज्ज जयं जई ॥
- ઉત્તરા, અ.-૨૪, ગા.-૨૧ દુષ્ટ સંકલ્પોનો વિચાર કરવો માનસિક સંરંભ છે. એ દુષ્ટ સંકલ્પોની પૂર્તિ-હેતુ ઉપાય વિચારવો અથવા તેનાં સાધનોના ઉચ્ચાટનાદિનું ચિંતન કરવું માનસિક સમારંભ છે. દુષ્ટ સંકલ્પ અને દુષ્ટ ઉપાયો દ્વારા એ દુષ્ટ સંકલ્પની પૂર્તિ-હેતુ મનની પરિણતિને બનાવી લેવું માનસિક આરંભ છે. આ પ્રકારે માનસિક સંરંભ સમારંભ અને આરંભથી મનને હટાવી લેવું - મનો ગુપ્તિ છે.
શાસ્ત્રકારે મનોયોગના ચાર પ્રકાર કહ્યા છે - સત્ય મનોયોગ, અસત્ય મનોયોગ, મિશ્ર મનોયોગ ને વ્યવહાર મનોયોગ. આ ચાર પ્રકારના મનોયોગોનો નિગ્રહ કરવો મનો ગુપ્તિ છે. કહેવાયું છે .
सच्चा तहेव मोसा य, सच्चामोसा तहेव य । चउत्थी असच्च मोसा य मणगुत्तीओ चउव्विहा ॥
- ઉત્તરા, અ.-૨૪, ગા.-૨૦ અર્થાત્ સત્ય, મૃષા, મિશ્ર અને વ્યવહાર મનોયોગના નિગ્રહના ભેદથી મનો ગુપ્તિ ચાર પ્રકારની છે.
અહીં ગુપ્તિના સંબંધમાં એ ઉલ્લેખનીય છે, જો કે ગુપ્તિ મુખ્ય રૂપથી નિવૃત્તિ પ્રધાન છે અને સમિતિ પ્રવૃત્તિ પ્રધાન છે. તો પણ પ્રવૃત્તિ અને નિવૃત્તિ એક જ સિક્કાની બે બાજુ છે, તેથી પ્રવૃત્તિમાં નિવૃત્તિ અને નિવૃત્તિમાં પ્રવૃત્તિનો અંશ હોય છે. અશુભ ભાવોથી નિવૃત્તિનો અર્થ શુભ ભાવોમાં પ્રવૃત્તિ કરવાનો હોય છે અને શુભ ભાવોમાં પ્રવૃત્તિનો અર્થ અશુભ ભાવોથી નિવૃત્તિ થાય છે. તેથી “ઠાણાંગ સૂત્ર'ના ટીકાકાર શ્રી અભયદેવ સૂરિએ ગુપ્તિની વ્યાખ્યામાં કહ્યું છે - गोपनं गुप्तिः - मनः प्रभृतीनां कुशलानां प्रवर्तनम्, अकुशलानां च निवर्तनमिति ।
અર્થાત્ ગુપ્તિનો અર્થ ગોપન કરવું - રોકવું છે. શુભ મનોયોગના પ્રવર્તન અને અશુભ મનોયોગના નિવર્તન ગુપ્તિ છે.
આ રીતે ગુપ્તિમાં એકાંત નિવૃત્તિ જ નથી, પરંતુ પ્રવૃત્તિ પણ સન્નિહિત છે. આને માટે વચન ગુપ્તિ અને ભાષા સમિતિના પ્રમાણના રૂપમાં પ્રસ્તુત કરી શકાય છે. વચનનો સર્વથા નિરોધ કરવો અર્થાત્ મૌન રહેવું પણ વચન ગુપ્તિ છે. અને સમ્યગુ ભાષણ કરવું પણ વચન
LUOKANNSSSSSSSSSSSSSSSSSSSSSSSSSS