________________
(૯૨૨
(અષ્ટ પ્રવચન માતાઓ) રાત્રિભોજન સહિત પાંચ મહાવ્રત રૂપ મૂળગુણોનું પ્રતિપાદન કર્યા પછી સમ્યક ચારિત્રના પાલનમાં ઉપયોગી ઉત્તરગુણોનો નિર્દેશ કરવામાં આવે છે. ઉત્તરગુણોની સંકલના નિમ્ન ગાથામાં કરવામાં આવી છે -
पिण्डस्स जा विसोही, समिईओ, भावणा तवो दुविहो ।
पडिमा अभिग्गहा वि य उत्तर गुण मो वियाणाहि ॥ અર્થાત્ પિંડ વિશુદ્ધિ, સમિતિઓ, ભાવના, બે પ્રકારનાં તપ, પ્રતિમા, અભિગ્રહ આ બધાને ઉત્તરગુણ સમજવા જોઈએ. પ્રકારાન્તરથી આ વિષયની બીજી ગાથા આ પ્રકારે છે -
पिण्डविसोही, समिई, भावना पडिमा य इंदियनिरोहो । पडिलेहण गुत्तीओ, अभिग्गहा चेव करणं तु ॥
- ધર્મ સં.-૩ અધિ. ચાર પિંડ વિશુદ્ધિ (આહાર, વસ્ત્ર, પાત્ર અને સ્થાન નિર્દોષ ગ્રહણ કરવું') પાંચ સમિતિઓ, બાર ભાવના, બાર પ્રતિમાઓ, પાંચ ઇન્દ્રિય-નિરોધ, પચીસ પ્રતિલેખનાના ભેદ, ત્રણ ગુપ્તિઓ અને ચાર અભિગ્રહ - આ સિત્તેર કરણ સત્તરી રૂ૫ ઉત્તરગુણ જાણવું જોઈએ.
ઉક્ત ઉત્તરગુણોમાંથી પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિને ચારિત્રાચાર કહેવામાં આવી છે. જેમ કે કહેવાયું છે કે -
__ पणिहाणजोगजुत्तो पंचसमिईहिं तिहिं गुत्तिहिं ।
एस चरित्तायारो, उट्ठविहो होइ नायव्वो ॥ પાંચ સમિતિઓ અને ત્રણ ગુપ્તિઓમાં સદા જાગૃત અને સાવધાન રહેવા રૂપ આઠ પ્રકારના ચારિત્રાચાર છે. સમ્યફ ચારિત્રનું સંપૂર્ણ દાયિત્વ આ આઠ સમિતિ-ગુપ્તિ રૂપ પ્રવચન માતાઓ પર નિર્ભર છે.
જેમ માતાઓ પુત્રોના શરીરને જન્મ આપે છે, તેમનું પાલન કરે છે, રોગાદિ થવાથી તેમનું શોધન કરે છે, તે રીતે ગુપ્તિઓ અને સમિતિઓ મુનિના સમ્યક ચારિત્રરૂપ શરીરને જન્મ આપે છે, પાલન કરે છે અને શુદ્ધ કરે છે. ગુપ્તિઓ અને સમિતિઓ વગર સમ્યક ચારિત્રની ઉત્પત્તિ, રક્ષા અને નિર્દોષતા સંભવ નથી, તેથી આગમમાં તેમને રત્નત્રય રૂપ પ્રવચન માતા કહ્યા છે. આચાર્ય હેમચંદ્ર “યોગશાસ્ત્રમાં કહ્યું છે -
एताश्चारित्रगात्रस्य जननात् परिपालनात् । संशोधनाच्च साधूनां मातरोष्टौ प्रकीर्तिताः ॥
- યોગશાસ્ત્ર-૧, પ્રકાશ, ૪૫-શ્લોક
(૮૮) 00 0 0 0 0 0 0 0 0 0 0 0 0 જિણધમો)