________________
કોઈ પ્રાણીને દુઃખ ન થાય, આ પ્રકારની મન, વચન, કાયાની પ્રવૃત્તિને મૈત્રી કહે છે. આખું જગત સુખી થાય, કોઈપણ જીવને દુઃખ ન થાય, આ પ્રકારની ભાવના રાખવી મૈત્રી ભાવના છે.
અહિંસા વ્રતની આરાધનાના માટે આ મૈત્રી ભાવનાનો પુનઃ પુનઃ અભ્યાસ નિતાન્ત આવશ્યક છે. પ્રાણીમાત્રના પ્રતિ મૈત્રીભાવ હોય, ત્યારે પ્રત્યેક પ્રાણી પ્રતિ અહિંસક વર્તાવ કરી શકાય છે. આ મૈત્રીનો વિષય પ્રાણીમાત્ર છે. તેથી કહેવાયું છે -
“સત્વેષ મૈત્રીમ” પ્રત્યેક પ્રાણી પ્રતિ મૈત્રીભાવ રાખવો અહિંસા વતી માટે પરમ ઉપયોગી અને હિતાવહ છે. વેરભાવનો વિરોધી ભાવમૈત્રી છે. મૈત્રી થવાથી વેરભાવ છૂટી જાય છે. વેરભાવને છોડવા માટે મૈત્રીભાવનાનું નિરંતર અનુચિંતન અને અનુશીલન કરવું જોઈએ.
(૨) પ્રમોદ ભાવના : જે પોતાનાથી વિશિષ્ટ ગુણશાળી છે, તેને જોતાં જ મુખ પ્રફુલ્લિત થઈ જવું પ્રમોદભાવ છે. તપ વગેરે ગુણોથી વિશિષ્ટ પુરુષને જોઈને હાર્દિક પ્રેમ ઊમટી પડે છે, તે પ્રમોદ છે. કહેવાયું છે -
तपोगुणाधिके पुंसि प्रश्रयाश्रयनिर्भरः ।
जायमानो मनोरागः प्रमोदो विदुषां मतः ॥ કેટલીક વાર વ્યક્તિને પોતાનાથી આગળ વધેલ વ્યક્તિને જોઈને ઈર્ષા થાય છે. જ્યાં સુધી આ ઈર્ષાવૃત્તિ બની રહે છે ત્યાં સુધી અહિંસા-સત્યાદિ વ્રત નિર્મળ થઈ શકતું નથી. તેથી ઈર્ષાના વિપરીત પ્રમોદ ગુણની ભાવનાને કહી છે. પોતાનાથી અધિક ગુણવાન વ્યક્તિ પ્રતિ આદર રાખવો અને તેના ઉત્કર્ષને જોઈને પ્રસન્ન થવું પ્રમોદ ભાવના છે. આ ભાવનાનો વિષય અધિક ગુણવાન વ્યક્તિ છે, કારણ કે તેના પ્રતિ ઈર્ષા અને અસૂયા વગેરે દુવૃત્તિઓ સંભવ છે. તેથી કહેવાયું છે -
“TUાપુ પ્રમો” ગુણીઓ પ્રતિ પ્રમોદ ભાવ રાખવાથી આત્મા પણ ગુણવાન બને છે.
(૩) કારુણ્ય ભાવના : બીજાનાં દુઃખોને દૂર કરવાની ઇચ્છાને કારુણ્ય કહે છે. “પ૨૬: પ્રાચ્છાદિ શરુ થ” કોઈને પીડિત જોઈને પણ જો અનુકંપાનો ભાવ પેદા ન થાય, તો અહિંસા વગેરે વ્રતનું પાલન થઈ શકતું નથી. તેથી કરુણાની ભાવના થવી આવશ્યક છે. કરુણા ભાવના ચિત્તની કોમળતાનું સૂચક છે. નિષ્ફર અથવા કઠોર હૃદયમાં કરુણા રહેતી નથી, અને કરુણા વગર દયા-ધર્મનું, અહિંસા-ધર્મનું પાલન યથાવત્ થઈ શકતું નથી. દુઃખી જીવોને જોઈને જેનું દિલ દ્રવિત થતું નથી, તે કઠોર ભૂમિમાં ધર્મના અંકુર ફૂટી જ શકતા નથી. ષકાયના જીવોના પ્રતિ કરુણ થશે તો જ એમની રક્ષારૂપ સંયમ-ધર્મનું આચરણ થઈ શકશે. તેથી અહિંસાદિ મહાવ્રતોનાં આરાધકે અન્ય જીવોના પ્રતિ કરુણાથી ઓતપ્રોત થવું જોઈએ. દુઃખી જીવ આ ભાવનાનો વિષય છે, કારણ કે દુઃખીઓ પર જ કરુણા કરવામાં આવે છે. તેથી કહેવાયું છે - (૮) છે. જે આજે છે. ) જિણધમો)