________________
શ્રમણનાં અહિંસાદિ પાંચ વ્રતોને મહાવ્રત કહેવામાં આવ્યાં છે. જો કે રાત્રિભોજન શ્રાવકનાં અણુવ્રતોમાં પરિગણિત થયા નથી, તેથી તેને “મહાવ્રત' સંજ્ઞા પ્રાપ્ત થતી નથી. તથાપિ તે મહાવ્રતના સમકક્ષ હોવાથી મહાવત જ છે.
ઉપસંહાર : આગળ વર્ણવામાં આવેલ અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ રૂપ પાંચ મહાવ્રતોને પૂર્વવર્ણિત પચીસ ભાવનાઓની સાથે જે અણગાર, યથાશ્રુત, યથાકલ્પ, યથામાર્ગ સારી રીતે કાયા દ્વારા સ્પર્શ કરે છે, પાલન કરે છે, પાર પહોંચાડે છે, વિતરાગની આજ્ઞાનુસાર આરાધિત કરે છે, તે સર્વ કર્મબંધનોથી મુક્ત થતાં સિદ્ધ થઈ જાય છે, કૃતકૃત્ય થઈ જાય છે, અને પોતાના પરમ અને ચરમ સાધ્યને સિદ્ધ કરી લે છે.
Kc9
(ચાર ભાવનાઓ)
વ્રત ભલે તે મહાવ્રત હોય અથવા અણુવ્રત, પુષ્ટિ અને સ્થિરતા માટે ભાવનાઓનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. પૂર્વમાં પાંચ મહાવ્રતોની પચીસ ભાવનાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેનું પણ પ્રયોજન મહાવ્રતોની પુષ્ટિ અને સ્થિરતા છે. એ ભાવનાઓ સિવાય પણ વિવિધ ભાવનાઓનો ઉલ્લેખ તત્ત્વચિંતક પરમકૃપાળુ મનીષિઓએ કર્યો છે. બધાનું પ્રયોજન વ્રતોમાં બળ પ્રદાન કરવાનું છે.
વ્રતો માટે સહકારી વિવિધ ભાવનાઓમાં મૈત્રી, પ્રમોદ, કારુણ્ય અને માધ્યસ્થ ભાવના - મુખ્યત્વે હિતકારી અને ઉપકારી છે. એને માટે કહેવાયું છે કે -
एता मुनिजनानन्दसुधास्यन्दैकचन्द्रिकाः । ध्वस्तरागादिसंक्लेशा लोकाग्रपथदीपिकाः ॥
- જ્ઞાનાર્વાણ ૨૭-૧૫ આ મૈત્રી વગેરે ભાવનાઓ મુનિજનોમાં આનંદામૃતની વર્ષા કરનાર અપૂર્વ ચન્દ્રિકાની સમાન છે. આ રાગાદિ સંક્લેશોને ધ્વસ્ત કરનારી અને મોક્ષમાર્ગને પ્રકાશિત કરવા માટે દીપિકાની સમાન છે.
ઉક્ત કથન અનુસાર મોક્ષમાર્ગમાં વિચરણ કરનાર વ્રતધારીઓ માટે મૈત્રી વગેરે ભાવનાઓનું ચિંતન પરમ ગુણકારી માનવામાં આવ્યું છે. મુમુક્ષુઓએ આ ભાવનાઓનું સતત ચિંતન કરવું જોઈએ.
(૧) મૈત્રી ભાવના : પ્રાણીમાત્રને કોઈ પ્રકારનું દુઃખ ન હોય, આ પ્રકારની આંતરિક ભાવના મૈત્રી છે. કહેવાય છે -
कायेन मनसा वाचा परे सर्वत्र देहिनि ।
अदुःखजननीवृत्तिमैत्री मैत्रीविदां मता ॥ [ ચાર ભાવનાઓ છે છે છે ૮૦૫)