________________
અને એમની ભાવનાઓનો જ ઉલ્લેખ છે. ત્યાં રાત્રિભોજન વિરમણનો ઉલ્લેખ નથી. જ્યાં જ્યાં પ્રવ્રજ્યા ગ્રહણના પ્રસંગ છે, ત્યાં પ્રાયઃ સર્વત્ર પાંચ મહાવ્રત ગ્રહણ કરવાનો પણ ઉલ્લેખ છે. તેનાથી પ્રતીત થાય છે કે રાત્રિભોજન વિરમણ વ્રતને યામ અથવા મહાવ્રતના રૂપમાં માનવાની પરંપરા નથી.
ઉક્ત પ્રશ્નનું સમાધાન ‘દશવૈકાલિક સૂત્ર’ ચૂર્ણિકાર શ્રી જિનદાસ મહત્તર તથા શ્રી અગસ્ત્યસિંહ સ્થવિરે આપ્યું છે. શ્રી જિનદાસ મહત્તર અનુસાર પ્રથમ અને ચરમ તીર્થંકરના મુનિ ઋજુ જડ અને વક્ર જડ થાય છે. તેથી તે મહવ્રતોની જેમ માનતા રાત્રિભોજન વિરમણનું પાલન કરવું. આ દૃષ્ટિથી આ વ્રતને મહાવ્રતોની સાથે બતાવ્યાં છે. મધ્યવર્તી તીર્થંકરોના મુનિઓ માટે આ ઉત્તરગુણ કહેવામાં આવ્યા છે, કારણ કે તે ઋજુપ્રજ્ઞ હોય છે, તેથી સરળતાથી રાત્રિભોજન છોડી દે છે.
શ્રી અગસ્ત્યસિંહ સ્થવિર માને છે કે - “પાંચ મહાવ્રત, મૂળગુણ અને રાત્રિભોજન ઉત્તરગુણ છે. પછી પણ આ મૂળગુણોની રક્ષાનો હેતુ છે, તેથી મૂળગુણોની સાથે તેનું પ્રતિપાદન કર્યું છે.’’
ભાષ્યકાર શ્રી જિનભદ્ર ગણિ ક્ષમાશ્રમણે કહ્યું છે
जम्हा मूलगुणाच्चिय न होंति तव्विरहियस्स पडिपुन्ना । मूलगुणग्गणे तग्गहणमिहत्थओ નેયં ॥
तो
વિશેષાવશ્યક ૧૨૪૩ ગાથા
રાત્રિભોજન વિરમણ મુનિનો મૂળગુણ છે, કારણ કે જો અહિંસા વગેરે પાંચ મહાવ્રતોમાંથી જો એક પણ ન હોય તો મહાવ્રત પૂર્ણ થતાં નથી, આ રીતે રાત્રિભોજન વિરતિના અભાવમાં પણ મહાવ્રત પૂર્ણ થતાં નથી. તેથી મૂળગુણો(મહાવ્રતો)ના ગ્રહણમાં રાત્રિભોજન વિરતિનું ગ્રહણ થઈ જ જાય છે. આ દૃષ્ટિએ રાત્રિભોજન વિરતિ મહાવ્રતના અંતર્ગત આવવાથી મુનિનું મૂળગુણ છે.
દિગંબર પરંપરાના ગ્રંથ ‘ભગવતી આરાધના'ની વિજયોદયા ટીકા(ગાથા ૪૨૧)માં લખ્યું છે કે - “પ્રથમ અંતિમ તીર્થંકરના તીર્થમાં રાત્રિભોજન ત્યાગ નામનું છઠ્ઠું વ્રત છે.’ પં. આશાધરજીએ પણ પોતાની ટીકામાં અણુવ્રત નામથી આ છઠ્ઠા વ્રતનો નિર્દેશ કર્યો છે. પરંતુ પૂજ્યપાદે સર્વાર્થસિદ્ધ (૭/૧) વ્રતોમાં વર્ણન કરતા રાત્રિભોજન નામના છઠ્ઠા મહાવ્રતનો નિષેધ કરતાં અહિંસા વ્રતની ભાવનામાં એનો અન્તર્ભાવ કહ્યો છે.
તત્ત્વ દૃષ્ટિએ રાત્રિભોજન ત્યાગ વ્રતને મૂળગુણ માનવું જ અધિક સંગત અને યૌક્તિક પ્રતીત હોય છે. આગમોમાં જે શૈલીથી એનું પ્રતિપાદન પ્રાપ્ત થાય છે - તે એને મૂળગુણ માનવામાં જ બાધ્ય કરે છે. કારણ કે મહાવ્રત વિવેચનનું અનન્તર છઠ્ઠાવ્રતના રૂપમાં તેનું વિવેચન ઉપલબ્ધ થાય છે.
જિજ્ઞાસા થઈ શકે છે કે જો આ મૂળગુણમાં જ અન્તર્ભાવિત છે તો આને પણ મહાવ્રતની સંજ્ઞા કેમ ન આપવામાં આવે. સમાધાન છે કે ગૃહસ્થ શ્રાવકનાં પાંચ અણુવ્રતોની અપેક્ષા જિણધમ્મો
८७४