________________
આચારાંગ સૂત્ર'માં શાસ્ત્રકાર ફરમાવે છે કે - આ તો સંભવ નથી કે ઇન્દ્રિયો પોતાના વિષયને ગ્રહણ ન કરે. આ સંભવ નથી કે નાક ગંધને ન સૂંઘ, આ સંભવ નથી કે ચક્ષુ રૂપને ન જુએ, આ સંભવ નથી કે સ્પર્શનેન્દ્રિય સ્પર્શ ગ્રહણ ન કરે. ઇન્દ્રિયો પોતપોતાના વિષયને ગ્રહણ કરશે જ. સાધુ કાન, આંખ, નાક, જીભ અને ત્વચાને બંધ રાખીને ચાલી શકતો નથી. આવી સ્થિતિમાં સાધુ માટે એક જ માર્ગ બાકી રહી જાય છે કે તે પાપના પરિગ્રહથી બચવા માટે એ વિષયોમાં રાગ-દ્વેષ ભાવ ન કરે. મનોજ્ઞ વિષયમાં આસક્તિ ન કરે અને અમનોજ્ઞમાં ઠેષ અથવા ધૃણા ન કરે. આ પ્રકારે આચરણ કરતા સાધક પરિગ્રહના પાપથી બચી જાય છે. “આચારાંગ સૂત્ર'નો તે પાઠ આ પ્રકારે છે -
ण सक्का न सोउं सद्दा सोय विसयमागया । राग दोसा उ जे तत्थ, ते भिक्खू परिवज्जए ॥१०६७॥ णो सक्का रुवमदर्छ, चक्खू विसयमागयं । राग दोसा उ जे तत्थ, ते भिक्खू परिवज्जए ॥१०७०॥ णो सक्का गंधमग्धाउं, णासा विसयमागयं । राग दोसा उ जे तत्थ, ते भिक्खू परिवज्जए ॥१०७३॥
णो सक्का रसमस्साउं जीहाविसयमागयं । 'राग दोसा उ जे तत्थ, ते भिक्खू परिवज्जए ॥१०७६॥
णो सक्का फासमवेएउं, फास विषय मागयं । राग दोसा उ जे तत्थ ते भिक्खू परिवज्जए ॥१०७६॥
- આચારાંગ, દ્વિતીય શ્રત, અ.-૧૫ આ પ્રકારે અપરિગ્રહ મહાવ્રતની પાંચ ભાવનાઓ પુનઃ પુનઃ અભ્યાસથી સાધુ પૂર્ણતયા અપરિગ્રહનિષ્ઠ બની શકે છે. ઉક્ત પાંચ ભાવનાઓથી પંચમ અપરિગ્રહ મહાવ્રત સમ્યગુ રૂપથી આરાધિત અને વિતરાગ પરમાત્માની આજ્ઞા દ્વારા સાચા રૂપમાં અનુપાલિત થાય છે. અપરિગ્રહ મહાવતના ભંગઃ
પૂર્વોક્ત પરિગ્રહના અલ્પ, ખૂબ, નાના, મોટા સચિત્ત, અચિત્ત આ છ ભેદોને ૯ કોટિ(કૃત-કારિત-અનુમોદિત x મન, વચન, કાયા)થી ગુણાકાર કરવાથી ૬૪૯= ૫૪ ભેદ થાય છે. એમને દિવસ, રાત, એકલામાં, સમૂહમાં, સૂતાં, જાગતા આ છ વિકલ્પોથી ગુણિત કરવાથી ૫૪૪૬=૩૨૪ ભંગ અપરિગ્રહ મહાવ્રતના હોય છે. અપરિગ્રહ સંવર વર પાદપ છે:
પ્રશ્ન વ્યાકરણ સૂત્રમાં આ અપરિગ્રહ મહાવ્રતને વર પાદપની શ્રેષ્ઠ ઉપમાથી ઉપમિત કરેલા છે. એના ભાવ આ પ્રકાર છે :
અપરિગ્રહ વૃત્તિ સંવર દ્વારા શ્રેષ્ઠ વૃક્ષ છે. ભગવાન મહાવીરનાં શ્રેષ્ઠ વચનોથી કહેલી અનેક પ્રકારની પરિગ્રહ નિવૃત્તિ એ અપરિગ્રહ વૃક્ષનો ફેલાવો છે. સમ્યકત્વ તેનું મૂળ છે ધૃતિ તેનો કંદ (સ્કંધની નીચેનો ભાગ) છે, વિનય તેની વેદિકા છે. ત્રણે લોકોમાં વ્યાપ્ત (૮૨) જ છે.
જિણધમો)