________________
મૂચ્છ રહિત થઈને ઉપયોગ કરે છે, તેથી તે પણ પરિગ્રહમાં આવતા નથી. તેથી બાહ્ય રૂપથી અપરિગ્રહ બનેલો સાધુ સંભવતયા એમાં જ અપરિગ્રહની પૂર્ણતા માની લેવાની ભૂલ કરી શકે છે. તેથી સૂત્રકાર તેને સાવધાન કરતા કહે છે કે - “બાહ્ય રૂપથી હલકા-કુલકા સાધક પણ અંતરંગ પરિગ્રહના કારણે બોજારૂપ બને છે. જ્ઞાનીઓની દૃષ્ટિએ તે અંતરંગ પરિગ્રહથી ગ્રસિત થઈ શકે છે. તેના જીવનમાં ક્રોધાદિ કષાયોની જ્વાળા ધધકતી રહી શકે છે, હાસ્યાદિ નવ-નવ કષાયો તેના ચિત્તને કલુષિત કરી શકે છે. મિથ્યાત્વ રૂપ પિશાચ તેને દબાવી દે છે. રાગ-દ્વેષની કાલિમા તેને મલિન બનાવી શકે છે અને ચૌદ પ્રકારના આ અંતરંગ પરિગ્રહ તેના સંયમના ધર્મને હરણ કરતા રહે છે.” આ જોખમથી સાધકને સાવધાન કરવા માટે સૂત્રકારે પ્રશ્ન વ્યાકરણના અપરિગ્રહ સંવર દ્વારમાં સર્વપ્રથમ અંતરંગ પરિગ્રહનું વિસ્તારથી વિવેચન કર્યું છે. એક પ્રકારના અસંયમથી લઈને તેત્રીસ બોલ સુધીના અંદર નિહિત તત્ત્વને સ્પષ્ટ કર્યું છે, જેને તેઓ અંતરંગ પરિગ્રહનું જ વિસ્તૃત રૂપ માને છે. આ તેત્રીસ બોલોમાંથી હેય-શૈય-ઉપાદેયનો વિવેક કરીને સાધકને જ્ઞ-પરિજ્ઞાથી જાણીને પ્રત્યાખ્યાન પરિજ્ઞા દ્વારા અંતરંગ પરિગ્રહનો ત્યાગ કરી દેવો જોઈએ. આ પ્રકારે બાહા આત્યંતર રૂપથી જ્યારે સાધક અપરિગ્રહી બને છે ત્યારે તે પૂર્ણ રૂપથી અપરિગ્રહ નિષ્ઠ સાધુ કહેવાય છે.
અહીં એ ધ્યાન દેવા યોગ્ય છે કે પરિવાર-ગૃહ-ધનાદિનો ત્યાગ મુનિ પૂર્વોક્ત ૧૪ અંતરંગ પરિગ્રહોમાંથી મિથ્યાત્વ વગેરે કોઈકનો તો સર્વથા ત્યાગ કરે છે, પરંતુ ચારિત્ર મોહની તરતમતાના કારણે કેટલાકનો સર્વાશમાં ત્યાગ ન હોવાથી પણ તેઓ તેના મુનિપદમાં બાધક બનતા નથી. ક્રોધાદિ કષાયોમાંથી અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનાવરણીય તથા પ્રત્યાખ્યાનાવરણીય કષાયોનો મુનિજીવનમાં સર્વથા અભાવ હોવા છતાં પણ સંજ્વલન ક્રોધાદિનો ઉદય રહે છે. અર્થાત્ સંજ્વલન ક્રોધ, માન, માયા, અનિવૃત્તિકરણ નામનો નવમાં ગુણસ્થાન સુધી રહે છે તથા સંજ્વલન લોભ દસમા સૂક્ષ્મ સંપરાય નામના ગુણસ્થાન સુધી રહે છે.
બીજી દષ્ટિએ વિચાર કરીએ તો અંતરંગ પરિગ્રહના ૫ ભેદ પણ છે : (૧) મિથ્યાત્વ, (૨) અવિરતિ, (૩) પ્રમાદ, (૪) કષાય અને (૫) અશુભ યોગ.
આ પાંચ કર્મબંધનનાં કારણ છે, તેથી તેમને આત્યંતર પરિગ્રહ માનવામાં આવ્યા છે. શાસ્ત્રકારોએ કર્યગ્રહણને પરિગ્રહ અને બંધ બતાવ્યા છે. બંને પ્રકારના પરિગ્રહોનું વિશ્લેષણ કરનારી નિમ્ન ગાથા મનનીય છે -
पुढवाइसु आरंभो परिग्गहो धम्मसाहणं मोत्तुं ।
मुच्छा य तत्थ वज्झो इयरो मिच्छत्तमाइयो ॥ પૃથ્વીકાયાદિ જીવોનું આરંભ (હિંસા) કરવી પરિગ્રહ છે. ધર્મના સાધનભૂત પદાર્થોના અતિરિક્ત પદાર્થોને મૂચ્છ ભાવથી રાખવા બાહ્ય પરિગ્રહ છે, જ્યારે મિથ્યાત્વ વગેરે અંતરંગ પરિગ્રહ છે.
સારાંશ એ છે કે શ્રમણ નિગ્રંથ બાહ્ય પરિગ્રહથી સર્વથા મુક્ત થઈને અંતરંગ પરિગ્રહથી મુક્ત થવાને માટે સતત પ્રયત્નશીલ રહે છે અને જ્યારે તે બાહ્ય આત્યંતર પરિગ્રહથી સર્વથા મુક્ત થઈ જાય છે ત્યારે સિદ્ધ, બુદ્ધ અને પરિનિવૃત્ત બની જાય છે. (૮૦૦)
છે
જિણધમો)