________________
પદાર્થ કારણ હોય છે, તેથી તેના ત્યાગનું પણ વિધાન કરવામાં આવ્યું છે. કારણ કે નિવૃત્તિથી કાર્યની નિવૃત્તિ પણ થાય છે. બાહ્ય પદાર્થોના ત્યાગથી મૂર્છા નિવૃત્તિમાં સહાયતા મળે છે, આ દૃષ્ટિથી બાહ્ય પદાર્થોનો ત્યાગ કરવો પણ આવશ્યક બતાવ્યો છે. કેટલાક સાધક અનાસક્તિના આવરણની નીચે પદાર્થોનો સંગ્રહ કરવાની પોતાની લાલસા છુપાવી શકે છે. તેઓ એ દંભ ભરે છે કે એમની પદાર્થોને વચમાં રહેવા છતાં પણ અનાસક્તિને કારણે અપરિગ્રહી છીએ. અનાસક્તિની સાધના ખૂબ કઠિન છે. તે સરળ નથી. અનાસક્તિ વૃત્તિઓમાં અને વ્યવહારમાં ઝળકવી જોઈએ, માત્ર વાણી-વિલાસ દ્વારા નહિ. દંભની સંભાવનાને નિરસ્ત કરવા માટે અને મૂર્છા ભાવને ત્યાગવામાં સુવિધાની દૃષ્ટિથી બાહ્ય પદાર્થોના પરિત્યાગને મુનિના માટે આવશ્યક બતાવ્યા છે.
એક બીજી શંકા એ ઉઠાવી શકાય છે કે જો ‘હું અને મારા’નો સંકલ્પ પરિગ્રહ છે તો સમ્યગ્ જ્ઞાન વગેરે પણ પરિગ્રહ કહેવાશે. કારણ કે રાગ વગેરે પરિણામમાં મમત્વ ભાવ પરિગ્રહ કહી શકાય છે, તેમ સમ્યગ્ જ્ઞાન વગેરેમાં પણ મમત્વ ભાવ હોય છે. આનું સમાધાન એ છે કે જ્યાં પ્રમત્ત ભાવનો યોગ છે તે પરિગ્રહ છે. સમ્યગ્ જ્ઞાનાદિ પ્રમત્ત ભાવ નથી. બીજી વાત એ છે કે જ્ઞાનાદિ તો આત્માના સ્વભાવ છે, તેથી છોડી શકાતો નથી. તેથી તે પરિગ્રહમાં સમ્મિલિત નથી. પરંતુ રાગાદિ તો કર્મના ઉદયથી થાય છે તેથી છોડવા યોગ્ય છે. રાગાદિથી કર્મનો પરિગ્રહ થાય છે, તેથી તેને પરિગ્રહમાં સમ્મિલિત કરવામાં આવ્યા છે. જ્ઞાનાદિથી કર્મબંધ થતા નથી, તેથી તે પરિગ્રહરૂપ નથી.
ઉક્ત રીતિથી બાહ્ય અને આત્યંતર બંને પ્રકારના પરિગ્રહ શ્રમણ નિગ્રંથને માટે વર્ષનીય છે.
અંતરંગ પરિગ્રહ વિશેષ ભયંકર છે :
‘પ્રશ્ન વ્યાકરણ સૂત્ર'માં અપરિગ્રહ સંવર દ્વારા આરંભમાં જ અંતરંગ પરિગ્રહના ત્યાગની વાત મુખ્ય રૂપમાં કહી છે. ત્યાં કહ્યું છે
-
‘‘નમ્બૂ ! અાિહ સંવુડે ય સમળે, આમ-પ—િહાતો વિસ્તે, વિસ્તે જોમાળ માયા-લોહા...'
“હે જંબૂ ! જે મુનિ આરંભ અને પરિગ્રહથી નિવૃત્ત થાય છે તથા ક્રોધ, માન, માયા અને લોભથી વિરત થાય છે, તે જ સાધુ પરિગ્રહના ત્યાગી કહેવાય છે.’
ઉક્ત પાઠથી આ ફલિત થાય છે કે સોનું, ચાંદી, મકાન, વસ્ત્ર, પાત્ર વગેરે બાહ્ય રૂપ પદાર્થ જ પરિગ્રહ નથી, પરંતુ પરિગ્રહનું અંતરંગ રૂપ પણ છે. જે બાહ્ય પરિગ્રહથી કંઈ ગણા ભયંકર હોય છે.
વસ્તુતઃ પરિગ્રહનો જન્મ જ અંતર્મનથી થાય છે. તેથી બાહ્ય પરિગ્રહ તો અંતરંગ પરિગ્રહના નિમિત્ત કારણ હોવાથી જ પરિગ્રહ કહેવાયું છે. સાધુ પ્રવ્રુજિત થતા સમયે ઘરબાર, કુટુંબ-કબીલો, જમીન-જાયદાદ તો છોડી જ દે છે. બાહ્ય પરિગ્રહ તેની પાસે નામમાત્ર પણ રહેતો નથી. સંયમયાત્રાના નિર્વાહ હેતુ જે ધર્મોપકરણ તેની પાસે હોય છે, તેનો તે પરિગ્રહ વિરમણ મહાવ્રત
se