________________
(૨) વચન ગુપ્તિ ઃ જે વચન બોલવાથી આત્મા અશુભ કર્મનો આસ્રવ કરે છે, તે વચનમાં પ્રવૃત્ત ન થવું વચન ગુપ્તિ છે. અથવા બધાં પ્રકારનાં વચનોનો પરિહાર કરીને મૌન રહેવું વચન ગુપ્તિ છે. અસત્ય, કર્કશ, કઠોર, મર્મભેદી, ફ્લેશકારી, પરનિંદા રૂપ, આત્મ પ્રશંસા રૂપ અથવા વિકથા રૂપ વચન ન બોલવું વચન ગુપ્તિ છે. ભાષા સમિતિ અને વચન ગુપ્તિમાં મહત્ત્વપૂર્ણ ભેદ એ છે કે ભાષા સમિતિમાં સમ્યગુ ભાષણની પ્રવૃત્તિ હોય છે જ્યારે વચન ગુપ્તિમાં મૌન પણ રહી શકાય છે અને સમ્યગુ ભાષણ પણ કરી શકાય છે. આચાર્ય હેમચંદ્ર કહ્યું છે -
संज्ञादि परिहारेण यन्मौनस्यावलम्बनम् । वाग्वृत्तेः संवृतिर्वा या, सा वाग्गुप्तिरिहोच्यते ॥
- યોગશાસ્ત્ર, પ્રથમ પ્રકાશ, શ્લોક-૪૨ અર્થાતુ અભિપ્રાયને સૂચિત કરનારી કાય ચેષ્ટાઓ (મુખ, આંખ, હાથ વગેરેની ચેષ્ટાઓ) છોડતા મૌનનું અવલંબન લેવું એક પ્રકારની વચન ગુપ્તિ છે - વાચના, પૃચ્છાઓ અને પ્રશ્નોત્તરના પ્રસંગ પરલોક અને આગમથી અવિરુદ્ધ, મુખવસ્ત્રિકાથી યતના કરતા વચન બોલવું દ્વિતીય વાગ્રુપ્તિ છે.
ઉત્તરાધ્યયન સૂત્ર'માં સત્ય વચન યોગ, અસત્ય વચન યોગ, મિશ્ર વચન યોગ અને વ્યવહાર વચન યોગના નિગ્રહની અપેક્ષા એ ચાર પ્રકારની વચન ગુપ્તિ કહેવાય છે.
અયોગ્ય અથવા દુષ્ટ વચન બોલવાનો વિચાર કરવો વાચિક સંરંભ છે. આવા વચન બોલવાની તૈયારી કરવી વાચિક સમારંભ છે. અને આવા અયોગ્ય અથવા દુષ્ટ વચન બોલવું વાચિક આરંભ છે. આ પ્રકારે અશુભ, અશુભતર, અશુભતમ વાચિક સંરંભ-સમારંભઆરંભથી વચનને નિવૃત્ત કરવું અર્થાત્ આવા વચન ન બોલવાં વચન ગુપ્તિ છે.
(૩)કાય ગતિ કર્મોના ગ્રહણમાં નિમિત્તભૂત શરીરની ક્રિયાઓની નિવૃત્તિને અથવા કાય વિષયક મમત્વના ત્યાગને અથવા નિશ્ચલતાને કાય ગુપ્તિ કહે છે. ઊઠવા-બેસવા, ઊભા રહેવા, સૂવા, લાંઘવ અથવા ઇન્દ્રિયોની પ્રવૃત્તિથી થનાર સંરંભ-સમારંભ અને આરંભમાં પ્રવૃત્ત શરીરને ત્યાંથી હટાવવું, એ કાયિક ક્રિયાઓથી નિવૃત્તિ કરવી કાય ગુપ્તિ છે.
પ્રશ્ન થઈ શકે છે કે જ્યાં સુધી અયોગી અવસ્થા પ્રાપ્ત થતી નથી ત્યાં સુધી કાયિક ક્રિયાઓથી નિવૃત્તિ કેવી રીતે થઈ શકે છે? અને જ્યાં સુધી કાયિક ક્રિયાઓથી નિવૃત્તિ થતી નથી, ત્યાં સુધી મુનિ કાય ગુપ્તિનો પાલક કેવી રીતે થઈ શકે છે? આ પ્રશ્નનો ઉત્તર આચાર્ય હેમચંદ્ર દ્વારા વણિત કાય ગુપ્તિના સ્વરૂપમાં મળે છે. તેઓ કહે છે કે કાય ગુપ્તિના બે પ્રકાર છે : (૧) ચેષ્ટા નિવૃત્તિ રૂપ અને (૨) ચેષ્ટા નિયમ રૂપ.
उपसर्गप्रसंगेऽपि कायोत्सर्गजुषो मुनेः । स्थिरीभावः शरीरस्य कायगुप्तिर्निगद्यते ॥ शयनासननिक्षेपादानचंक्रमणेषु यः । स्थानेषु चेष्टानियमः काय गुप्तिस्तु साऽपरा ॥
- યોગશાસ્ત્ર, પ્રથમ પ્રકાશ, શ્લોક-૪૩/૪૪
(૮૨) 0000000000000000 ( જિણધામો)