________________
બાહ્ય પરિગ્રહ નવ પ્રકારથી વર્ણિત છે. જેમ કે આચાર્ય હેમચંદ્રે ‘યોગશાસ્ત્ર’માં કહ્યું છે धनं धान्यं स्वर्णरूप्यकुप्यानि क्षेत्रवास्तुनी । द्विपाच्चतुष्पाच्चेति स्युर्नव बाह्याः परिग्रहाः ॥ યોગશાસ્ત્ર ૨-૧૧૫ની આવૃત્તિ અર્થાત્ ધન, ધાન્ય, સોનું, ચાંદી, કુષ્ય, ક્ષેત્ર, વાસ્તુ, દ્વિપદ અને ચતુષ્પદ આ નવ બાહ્ય પરિગ્રહ છે.
દિગબંર પરંપરામાં બાહ્ય પરિગ્રહ દસ પ્રકારના માનવામાં આવ્યા છે. કહેવાયું છે : क्षेत्रं धान्यं धनं वास्तु कुप्यं शयनमासनम् । द्विपदा पशवो भाण्डं बाह्या दश परिग्रहाः ॥
સોમદેવ, ઉપાસક ૪૩૩ ખેતર, ધાન્ય, ઘર, વસ્ત્રાદિ, કુષ્ય, દ્વિપદ, ચતુષ્પદ, શયન, આસન અને ભાંડડ-મસાલા વગેરે આ દસ પ્રકારના બાહ્ય પરિગ્રહ છે.
આત્યંતર અથવા અંતરંગ પરિગ્રહના ૧૪ ભેદ કહેવામાં આવ્યા છે :
(૧) રાગ (૨) દ્વેષ (૩) ક્રોધ (૪) માન (૫) માયા (૬) લોભ (૭) મિથ્યાદર્શન (૮) હાસ્ય (૯) રતિ (૧૦) અતિ (૧૧) ભય (૧૨) શોક (૧૩) જુગુપ્સા (૧૪) વેદ. દિગંબર પરંપરામાં પણ આવ્યંતર પરિગ્રહ ૧૪ પ્રકારના કહ્યા છે. પરંતુ તે અન્ય રીતથી કહેવામાં આવ્યા છે. જેમ કે :
-
मिच्छत्त वेद रागा, हस्सादीया य तह य छद्दोसा । चत्तारि तह कसाया चउदसब्भंतरा गंथा ॥ ભગવતી આરાધના, ૧૧૧૮
અર્થાત્ ઃ (૧) મિથ્યાત્વ (૨) સ્ત્રીવેદ (૩) પુરુષવેદ (૪) નપુંસકવેદ (૫) હાસ્ય (૬) ભય (૭) જુગુપ્સા (૮) રિત (૯) અરિત (૧૦) શોક (૧૧) ક્રોધ (૧૨) માન (૧૩) માયા અને (૧૪) લોભ - આ ચૌદ અંતરંગ પરિગ્રહ છે.
મુનિ માટે બાહ્ય અને આત્યંતર બંને પ્રકારના પરિગ્રહ છોડવા આવશ્યક છે. અહીં પ્રશ્ન થઈ શકે છે કે પરિગ્રહની વ્યાખ્યામાં ‘મૂર્છા’ને પરિગ્રહ કહેવાયું છે. મૂર્છા તો આપ્યંતર પરિગ્રહ રૂપ છે. ત્યારે બાહ્ય વસ્તુને પરિગ્રહ કેવી રીતે કહી શકાય ? આનું સમાધાન એ છે કે મુખ્ય રૂપથી તો આપ્યંતર પરિગ્રહ જ પરિગ્રહ છે, કારણ કે પાસે કશું ન હોવા છતાં પણ વ્યક્તિ સંકલ્પો અને લાલસાઓના કારણે પરિગ્રહી માનવામાં આવે છે. દીન-ભિખારીને અપરિગ્રહી માની ન શકાય, કારણ કે તેનામાં અપ્રાપ્તને પ્રાપ્ત કરવાની લાલસા અને કામના હોય છે. જેના કારણે તેનું ચિત્ત વિપ્લવ બની રહે છે. સંકલ્પ-વિકલ્પોમાં તે ડૂબેલો રહે છે, તેથી અકિંચન હોવા છતાં પણ તે પરિગ્રહી છે. આ રીતથી મૂર્છા પ્રમુખ રૂપથી પરિગ્રહ છે. પરંતુ મૂર્છામાં કારણભૂત હોવાના કારણે બાહ્ય પદાર્થોને પણ બાહ્ય પરિગ્રહ માનવામાં આવે છે. કાર્યની નિત્તિમાં કારણ સહાયક હોય છે. મૂર્છામાં બાહ્ય
૮૬૮
જિણધો