________________
વસ્ત્ર વગેરેને પરિગ્રહ કહેવાતું નથી ?
વસ્ત્રને લઈને જૈન સંઘ વર્તમાનમાં બે પરંપરાઓમાં વિભક્ત છે. એક પરંપરા મુનિના માટે વસ્ત્ર ધારણને નિષેધ કરે છે અને બીજી પરંપરા તેનું વિધાન પ્રથમ પરંપરા* દિગંબર' નામથી એને બીજી પરંપરા “શ્વેતાંબર' નામથી પ્રસિદ્ધ છે. પરંતુ જો તટસ્થ ભાવથી ચિંતન કરવામાં આવે તો જૈનાગમોમાં સચેલ અને અચેલ બંને શબ્દોથી સવસ્ત્ર પરંપરાને જ સ્થાન પ્રાપ્ત છે. ઐતિહાસિક દૃષ્ટિથી પ્રભુ પાર્શ્વનાથની પરંપરામાં સ્પષ્ટ રૂપથી વસ્ત્ર વિધાન છે. આગમમાં મુનિની સચેલ અને અચેલ બંને અવસ્થાનો ઉલ્લેખ મળે છે. જિનકલ્પી મુનિ માટે શીત ઋતુ વીતી જવાથી અચેલ રહેવાનું પણ વિધાન છે, પરંતુ તે પણ મુખવસ્ત્રિકા અને રજોહરણ તો રાખે જ છે. જેમ કે “આચારાંગ સૂત્ર'ના પ્રથમ શ્રુતસ્કંધના આઠમા અધ્યયનના ચતુર્થ ઉદ્દેશકમાં કહેવાયું છે કે - ___ "अह पुण एवं जाणिज्जा-उवाइक्कते खलु हेमंते गिम्हे पडिवन्ने अहापरिजुन्नाइं वत्थाइं परिट्ट विज्जा, अदुवा संतरूतरे, अदुवा ओमचेले अदुवा एगसाडे, अदुवा अचेले, लाघवियं आगममाणे तवे से अभिसमणागए भवइ, जमेयं भगवया पवे इयं तमेव अभिसमिच्चा सव्वओ सव्वताए सम्मत्तमेव समभि जाणिज्जा ।"
અર્થાતુ જ્યારે સાધક મુનિ એ જાણી લે કે હેમંત ઋતુ ચાલી ગઈ છે અને ગ્રીષ્મ ઋતુ આવી ગઈ છે તો શીતને લક્ષ્યમાં રાખીને જે વસ્ત્ર ધારણ કર્યા હતાં, તેનો ત્યાગ કરી દે અને ઉપયોગી હોય તો યદા કદી આવશ્યકતાનુસાર તેનો ઉપયોગ કરે અથવા ત્રણ વસ્ત્ર હોય તો એકને છોડીને બે રાખે અથવા બેને છોડીને એક રાખે અથવા વિશેષ પ્રતિમા સ્વીકાર
* દિગંબર : અહીં એ સમજી લેવું આવશ્યક છે કે વર્તમાનમાં પ્રચલિત દિગંબર પરંપરા જિનકલ્પથી સર્વથા ભિન્ન છે. કારણ કે પુલાક લબ્ધિ, આહારક શરીર, મન:પર્યય જ્ઞાન વગેરે દસ વાતોનો અંતિમ મુક્તાત્મા જંબૂસ્વામીની પછી વિચ્છેદ બતાવ્યો છે, તેમાં જે જિનકલ્પનો પણ વિચ્છેદ કહેવાયો છે. તેથી વર્તમાનમાં જિનકલ્પ તો આગમ પ્રમાણના આધાર પર અસંભવ છે.
તેની અતિરિક્ત વ્યાવહારિક દૃષ્ટિકોણથી પણ જિનકલ્પની સાધના પદ્ધતિ અને વર્તમાન દિગંબર મનિઓની સાધના પદ્ધતિમાં - દીવા - રાત્રિવત અંતર છે. જિનકલ્પિક મનિ જંગલોમાં રહે છે, ઉપદેશ આપતા નથી, શિષ્ય બનાવતા નથી, કાંટા વગેરે કાઢતા નથી, સિંહના સમક્ષ આવી જવા છતાં માર્ગ બદલતા નથી, પરિષદના મધ્યમાં બેસતા નથી, પરિચિત વસતીમાં ભિક્ષાહેતુ જતા નથી તથા ઓછામાં ઓછા બે ઉપધિ મુખવસ્ત્રિકા અને રજોહરણ તો રાખે જ છે. અધોવસ્ત્ર પણ ઐચ્છિક રૂપથી સ્વીકાર કરે છે. જ્યારે વર્તમાનમાં પ્રચલિત દિગંબર પરંપરા જિનકલ્પીના ઉપર્યુક્ત નિયમોનું આંશિક પાલન પણ કરતા નથી. - વાસ્તવમાં ઐતિહાસિક દૃષ્ટિથી દિગંબર પરંપરાનો ઉદ્ભવ વિર નિર્વાણના ૬૦૦ વર્ષ પછી શિવભૂતિ નામના કુંભાર જે મુનિ બની ગયા હતા, તેમના દ્વારા વસ્ત્રના આગ્રહ પર થયો હતો. એનો તર્ક પૃષ્ટ પ્રમાણ એ છે કે પ્રભુ મહાવીર દ્વારા નિર્દિષ્ટ અંગ સાહિત્ય આજે પણ શ્વેતાંબર પરંપરાની પાસે જ ઉપલબ્ધ છે, અને તેને “તત્ત્વાર્થ સૂત્ર'ની પ્રસ્તાવનામાં વિશ્રુત વિદ્વાન શ્રી. પં. સુખલાલજી સંઘવીએ અનેક ઐતિહાસિક દ્રવ્યોથી સ્પષ્ટ તથા પ્રમાણિત કર્યા છે.
અસ્તુ દિગંબર પરંપરાનો ઉદ્દભવ વિર નિર્વાણના ૬૦૯ વર્ષ પછીની દેન છે, આ નિર્વિવાદ રૂપથી માનવામાં આવે છે.