________________
વસ્ત્ર, સુગંધિત પદાર્થ, આભૂષણ, સ્ત્રીઓ, શયનીય પદાર્થો વગેરે જેને આધીન નથી, પરંતુ મનમાં ને મનમાં તેને મેળવવા માટે લાલાયિત રહે છે તો તેને પરિગ્રહનો ત્યાગી કહી શકાતો નથી.
આ તો એક પ્રકારનો દંભાચાર છે કે બહારથી લોકોને બતાવવા માટે પાસે કશું નથી, પરંતુ અંદર ને અંદર એ ત્યક્ત પદાર્થોથી પણ અધિક પ્રાપ્ત કરવાની લાલસા અને કામના બનેલી હોય છે. તેથી પાસે કશુ ન હોવા છતાં પણ મૂર્છાભાવના કારણે તે પરિગ્રહી છે.
બીજી બાજુ સંયમી સાધકની સાધનાને માટે વસ્ત્ર, પાત્ર, રજોહરણ વગેરે સામગ્રી રાખે છે, પરંતુ તેની પર મૂર્છાભાવ રાખતા નથી. તે માત્ર સંયમની રક્ષાહેતુ તેને ગ્રહણ કરે છે, ધારણ કરે છે અને ઉપયોગમાં લે છે. દશવૈકાલિક સૂત્ર'ની પૂર્વોક્ત ગાથામાં સંયમ અને લજ્જાની રક્ષા કરવા માટે વસ્ત્ર, પાત્ર, કામળો, પાદપ્રોછન રાખવાનો નિર્દેશ છે. શીતકાળમાં શીતથી પીડિત થઈને મુનિ અગ્નિ સેવન ન કરે તેના માટે વસ્ત્ર રાખવાનું વિધાન કરવામાં આવ્યું છે. પાત્રના અભાવમાં સંસક્ત અને પરિશાટન દોષ લાગી શકે છે, તેથી પાત્રનું વિધાન કર્યું છે. પાણીના જીવોની રક્ષા કરવા માટે વસ્ત્ર રાખવાનું વિધાન કર્યું છે. લજ્જાના કારણે ચોલપટ્ટક રાખવાનું વિધાન છે. નિગ્રંથ અણગાર આ બધાં ધાર્મિક ઉપકરણો રાખવાં છતાં પણ મૂર્છાનો અભાવ હોવાથી પરિગ્રહી કહી શકાતો નથી. નિગ્રંથ અણગાર તો પોતાના શરીર સુધ્ધાંનું મમત્વ રાખતા નથી, તો ઉપાધિની તો વાત જ ક્યાં છે ? જેમ કે કહેવાયું છે કે -
सव्वत्थुवहिणा बुद्धा, संरक्खण-परिग्गहे । अवि अप्पणोऽवि देहम्मि, नायरंति ममाइयं ॥
-
દશવૈકા., અ.-૬, ગા.-૨૨
આચાર્ય હરિભદ્રની ટીકા અનુસાર આ ગાથાનો અર્થ આ પ્રકાર છે -
“ઉચિત ક્ષેત્ર અને કાળમાં આગમોક્ત ઉપાધિ સહિત તત્ત્વજ્ઞ મુનિ છ જીવનિકાયના સંરક્ષણના માટે વસ્ત્ર વગેરેનું પરિગ્રહણ થવા છતાં પણ તેમાં મમત્વ રાખતા નથી. વધુ તો શું તેઓ પોતાના દેહ પર પણ મમત્વ રાખતા નથી.’
ચૂર્ણિકારે આ ગાથાનો અર્થ બીજી રીતથી કર્યો છે. તે આ પ્રકારે અર્થ કરે છે :
“બધા કાળ અને બધાં ક્ષેત્રોમાં તીર્થંકર ઉપધિ(એક દેવદૃષ્ય-વસ્ત્ર)ની સાથે પ્રવ્રુજિત થાય છે. પ્રત્યેક બુદ્ધ, જિનકલ્પિક વગેરે પણ સંયમની રક્ષાના નિમિત્તે ઉપધિ (રજોહરણ, મુખ-વસ્ત્ર વગેરે) ગ્રહણ કરે છે. તે ઉપધિ પર તો શું તેઓ પોતાના શરીર પર પણ મમત્વ રાખતા નથી.”
ઉક્ત બંને અર્થોથી એ ધ્વનિત થાય છે કે - નિગ્રંથ અણગાર ઉપધિ-વસ્ત્ર-પાત્ર વગેરે રાખવા છતાં પણ પરિગ્રહી નથી, કારણ કે તેમને તેના પર મમત્વ હોતું નથી. વસ્તુતઃ મમત્વ જ પરિગ્રહ છે.’
પરિગ્રહ વિરમણ મહાવ્રત
૮૫