________________
બ્રહ્મચારી પુરુષે ઉક્ત સ્ત્રી જનાકીર્ણ સ્થાન વગેરે નવ વાતોને તાલપુટ વિષની સમાન ઘાતક સમજીને એમનાથી હંમેશાં બચતો રહે. જેમ ચતુર ખેડૂત ખેતીની રક્ષા માટે એની ચારેય તરફ વાડ લગાવે છે, એમ જ બ્રહ્મચારીએ બ્રહ્મચર્યના રક્ષણ માટે ઉક્ત નવ વાડોનું પાલન કરવું જોઈએ. પુરુષ માટે જે વાતો સ્ત્રીથી સંબંધિત કહેવામાં આવી છે બ્રહ્મચારિણી સ્ત્રી માટે એ જ વાતો પુરુષથી સંબંધિત સમજવી જોઈએ.
ઉક્ત નવ વાડોમાંથી કોઈપણ વાડનો ભંગ કરનારા બ્રહ્મચારીને શંકા ઉત્પન્ન થઈ જાય છે કે તે બ્રહ્મચારીને પાળે કે નહિ. એના હૃદયમાં ભોગોની આકાંક્ષા ઉત્પન્ન થઈ જાય છે, એના ચિત્તમાં બ્રહ્મચર્યના ફળમાં સંદેહ રૂપ વિચિકિત્સા પેદા થઈ જાય છે. એના ફળ સ્વરૂપ તે બ્રહ્મચર્યને તોડી દે છે, એના તન-મનમાં ઉન્માદ પેદા થઈ જાય છે અને રોગોથી ગ્રસ્ત બનીને કેવળી પ્રરૂપિત સંયમ ધર્મથી ભ્રષ્ટ થઈને અનંત કાળ સુધી સંસાર-ભ્રમણ કરે છે.
એવું જાણીને નિર્ગથ અણગાર નવ વાડ સહિત શુદ્ધ બ્રહ્મચર્ય મહાવ્રતની આરાધના કરે છે. અખંડ બ્રહ્મચર્ય પાળનાર શ્રમણ નિગ્રંથ સુરાસુરો દ્વારા વંદનીય બનીને સંસારસાગરને પાર થઈ જાય છે. ચતુર્થ બહાચર્ય મહાવ્રતનો ભંગ:
સ્ત્રી, પશુ, પંડગ આ ત્રણેયનાં નવ કોટિ(પ્રકારે)થી ગુણ્યા કરવાથી ૯*૩= ૨૭ ભેદ થાય છે. એમને દિવસ, રાત, એકલાને, સમૂહમાં, ઊંઘતા અને જાગતાં - આ છ વિકલ્પોથી ગુણ્યા કરવાથી ૨૭૪૬=૧૬૨ ભંગ ચોથા મહાવ્રતના બને છે.
KGO
(પરિગ્રહ વિરમણ મહાવત) શ્રમણ નિર્ગથ પોતાના મહાનિષ્ક્રમણના સમયે જે પાંચ મહાપ્રતિજ્ઞાઓ લે છે, એમાંથી ચારનું વર્ણન કરી ચૂક્યા છીએ. હવે ક્રમ પ્રાપ્ત પાંચમી મહાપ્રતિજ્ઞાનું વર્ણન કર્યું છે.
શ્રમણ નિગ્રંથ અણગાર પોતાની પાંચમી પ્રતિજ્ઞામાં સંકલ્પ કરે છે કે - “તે બધા પ્રકારના પરિગ્રહથી સ્વયંને મુક્ત રાખશે.” એમની પ્રતિજ્ઞાનું પ્રારૂપ આ પ્રકારે છે. __ "अहावरे पंचमे भंते ! महव्वए परिग्गहाओ वेरमणं । सव्वं भंते ! परिग्गहं पच्चक्खामि । से (गामे वा णयरे वा रण्णे वा) अप्पं वा, बहुं वा, अणुंवा, थूलं वा, चित्त मन्तं वा, अचित्त मन्तं वा, नेव सयं परिग्गहं परिगिण्हेज्जा, नेवन्नेहिं परिग्गहं परिगिण्हावेज्जा, परिग्गहंत परिगिण्हते वि अन्ने न समणुजाणेज्जा, जावज्जीवाए तिविहं तिविहेणं मणेणं वायाए कारणं न करेमि, न कारवेमि करतं पि अन्नं न समणुजाणामि । तस्स भंते ! पड्डिक्कमामि निन्दामिगरिहामि अप्पाणं वोसिरामि ॥"
- દશવૈકા.-.-૪ “ભંતે ! પાંચમા મહાવ્રતમાં પરિગ્રહથી વિરતિ થાય છે. હું બધા પ્રકારના પરિગ્રહનું પ્રત્યાખ્યાન કરું છું. (ગામમાં, નગરમાં અથવા વનમાં ક્યાંય પણ.) થોડું અથવા વધારે, સૂમ, [પરિગ્રહ વિરમણ મહાવ્રત છે
૮૬૩)