________________
રસોના આસ્વાદમાં જિહ્વાહીન છે, જો તું પોતાના શરીરના સંસ્કાર કરવામાં વૃક્ષ છે (વૃક્ષો પોતાના સંસ્કાર નથી કરતા) તો તું બ્રહ્મચર્ય વ્રતમાં સિદ્ધ છે, સાચો બ્રહ્મચારી છે.”
ઉક્ત કથનમાં બ્રહ્મચર્ય વ્રતની ભાવનાઓનો સમ્યક ઉલ્લેખ કરવામાં આવ્યો છે. નવ વાડો :
આ રીતિથી આ ભાવનાઓમાં નવવિધ બ્રહ્મચર્ય-ગુપ્તિનો સંગ્રહ કરી દેવામાં આવ્યો છે. સામાન્ય રીતે બ્રહ્મચર્યની સુરક્ષા માટે નવ પ્રકારની વાડોનું કથન છે. તે નવ વાડો આ પ્રમાણે છે :
आलओ थीजणाइण्णो, थीकहा य मणोरमा । संथवो चेव णारीणं, तासिं इंदिय-दरिसणं ॥ कूइयं रुइयं-गीअं हास भुत्तासणाणि य । पणीयं भत्तपाणं च अइमायं पाणभोयणं ॥ गत्तभूषण मिळं च, कामभोगा य दुज्जया । णरस्सत्तगवेसिस्स, विसं तालउडं जहा ॥
- ઉત્તરા. આ.-૧૬, ગા-૧૧/૧૩ (૧) સ્ત્રી જનાકીર્ણ સ્થાન : જે સ્થાન પર બિલાડી રહેતી હોય એ જ સ્થાન પર ઉંદર રહે તો એનું આવી જ બને. કોઈપણ ક્ષણે એના પ્રાણોનો અંત આવી શકે છે. એ જ રીતે જે મકાન કે સ્થાનમાં દેવી, નારી કે તિર્યંચ સ્ત્રી અથવા નપુંસકનું નિવાસ હોય ત્યાં બ્રહ્મચારી પુરુષ રહે તો એના બ્રહ્મચર્યનો વિનાશ થઈ જાય છે. તેથી બ્રહ્મચારી પુરુષે પોતાના બ્રહ્મચર્યની રક્ષાહેતુ સ્ત્રી જનાકીર્ણ સ્થાનનાં પરિત્યાગ કરી દેવો જોઈએ. બ્રહ્મચર્ય વ્રતની રક્ષાહેતુ આ પ્રથમ વાડ છે.
(૨) મનોરમ સ્ત્રી કથા : જેમ આંબલી, લીંબુ વગેરે ખાટા પદાર્થોનાં નામ લેતાં જ મોંમાંથી પાણી છૂટે છે, એ જ રીતે સ્ત્રીના સૌંદર્ય, શૃંગાર, લાવણ્ય, હાવભાવ વગેરેનું વર્ણન કરવાથી વિકાર ઉત્પન્ન થાય છે. તેથી મનોરમ સ્ત્રી કથાનો ત્યાગ કરવો બ્રહ્મચર્ય વ્રતની બીજી વાડ છે.
(૩) સ્ત્રીઓનો પરિચય : જેમ ઘઉંના લોટમાં ભૂરું કોળું (પેઠા) રાખવાથી એનો બંધ નથી થતો અને ચોખાની પાસે નારિયેળ રહેવાથી એમાં વિકાર આવી જાય છે. એ જ રીતે સ્ત્રી-પુરુષ જો એક આસન ઉપર બેસે તો એમનું બ્રહ્મચર્ય ખંડિત થઈ જાય છે. તેથી બ્રહ્મચારીએ સ્ત્રીની સાથે એક આસન ઉપર બેસવાનો અને એના સાથે અતિસંસર્ગ કે સંપર્ક રાખવાનો ત્યાગ કરવો જોઈએ.
(૪) રસીઓનાં આંગોપાંગ જેવાં ? જેમ સૂર્યની તરફ એકીટસે જોવાથી કાચી આંખોને નુકસાન થાય છે, એ જ રીતે સ્ત્રીઓનાં અંગોપાંગોને નીરખવાથી (જોવાથી) બ્રહ્મચર્યનો નાશ થાય છે. તેથી સ્ત્રીઓનાં અંગોપાંગોને રાગભાવથી ન જોવા જોઈએ. બ્રહ્મચર્ય મહાવ્રત છે. .
જ૮૧)